"જન્મ જન્માંતરથી, આપણે શરીર બદલી રહ્યા છીએ, પણ કૃષ્ણને ભૂલીને. તો અહી, મનુષ્ય જીવનમાં, આપણી મૂળ સ્થિતિ પુનર્જીવિત કરવાની તક છે, અને આપણને જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, ની મદદની જરૂર પડે છે. અને તે વેદોમાં છે. અતૈવ કૃષ્ણ વેદ પુરાણ. જો આપણે લાભ નથી લેતા, જોકે આપણી પાસે છે... આપણે ભગવદ ગીતા વાંચી શકીએ છીએ, અને જો આપણે ભગવદ ગીતાનો લાભ નથી લેતા અને તરંગી રીતે જઈએ, તો આપણે સહન કરીશું. જેવી રીતે તમે પેટ સાથે પણ અસહકાર ના કરી શકો, તે જ રીતે તમે કૃષ્ણ સાથે અસહકાર ના કરી શકો. આ છે.. તમારે કરવું જ પડે. વિકલ્પનો કોઈ પ્રશ્ન જ નથી. કદાચ તમે જાણતા ના પણ હોવ. તેનો ફરક નથી પડતો. તમારે કરવું જ પડે. આ સ્થિતિ છે. નહિતો તમે ક્યારેય સુખી નહીં થાઓ. અને સુખ તમારા જીવનનું ધ્યેય છે. અત્યંતિક દુ:ખ નિવૃત્તિ:"
|