"મૂળ રૂપ, કૃષ્ણ, જ્યારે તેઓ ઉપસ્થિત હતા, ઘણા લોકોએ મૂળ રૂપ જોયું. તેમની પાસે ચિત્રો છે. અને તેની શાસ્ત્રોમાં પુષ્ટિ થયેલી છે, વેણુમ ક્વણન્તમ અરવિંદ દલાયતાક્ષમ બરહાવતંસમ અસિતાંબુધ સુંદરાગમ (બ્ર.સં. ૫.૩૦). કૃષ્ણનું બ્રહ્મ સંહિતામાં વર્ણન થયેલું છે, જે લાખો અને લાખો વર્ષો પહેલા બ્રહ્માજી દ્વારા વર્ણિત છે, કે વેણુમ ક્વણન્તમ અરવિંદ દલાયતાક્ષમ. તેઓ હમેશા તેમની વાંસળી વગાડતા હોય છે, વેણુમ. વેણુ મતલબ વાંસળી. ક્વણન્તમ. અને આંખો કમળ ફૂલની પાંખડીઓ જેવી છે. વેણુમ ક્વણન્તમ અરવિંદ દલાયતાક્ષમ બરહાવતંસમ. અને તેમના માથા પર તેમને મોરનું પીંછું છે. આ રીતે શાસ્ત્રમાં વર્ણન છે."
|