"તો ગુણનું કોઈ સૂત્ર નથી. તે પોતાના દ્વારા જ સમજવામાં આવે છે. જેમ કે જમ્યા પછી તમે તાજગી અને શક્તિ મેળવો છો, તે ગુણ છે. તમારે કોઈ પ્રમાણપત્ર મેળવવાનું હોતું નથી: 'શું તમે મને પ્રમાણપત્ર આપશો કે મે ખાઈ લીધું છે?' તમે સમજશો કે શું તમે ખાધું છે કે નહીં. તે ગુણ છે. જ્યારે તમે હરે કૃષ્ણ જપ કરીને ખૂબ જ ભાવવિભોર થઈ જશો, તે ગુણ છે. કૃત્રિમ રીતે નહીં - 'જપ કરો. જપ કરો. નહિતો બહાર નીકળી જાઓ'. તે ગુણ નથી. આ તે આશામાં છે કે ક્યારેક તમે ગુણ પર આવશો. તેને સમય લાગે છે. તેને નિષ્ઠાની જરૂર છે. પણ ગુણ તો છે જ. શ્રવણાદી શુદ્ધ ચિત્તે કરયે... (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). તે જાગૃત થશે. બળપૂર્વક નહીં. જેમ કે બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ, તેમાં બળ ના કરી શકાય: 'તારે પ્રેમ કરવો જ પડશે. તારે તેને પ્રેમ કરવો જ પડશે'. ના, તે પ્રેમ નથી. તે પ્રેમ નથી. જ્યારે તે આપમેળે એકબીજાને પ્રેમ કરે છે, તે ગુણ છે."
|