"મુક્તિ મતલબ... જેમ કે એક વ્યક્તિ રોગી છે, અને રોગના ઘણા બધા લક્ષણો છે. તો જ્યારે વ્યક્તિ રોગમાથી મુક્ત થાય છે, લક્ષણો જતાં રહે છે. તેવી જ રીતે, મુક્તિ મતલબ આપણે આપણી મૂળ, બંધારણીય સ્થિતિ ગુમાવી દીધી છે. કારણકે અહી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવની વાસ્તવિક બંધારણીય સ્થિતિ છે તે કૃષ્ણનો શાશ્વત સેવક છે. તો આપણું પદ સેવકનું છે, આધીન પદ. તે વેદિક આજ્ઞા પણ છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ નેતા છે, દરેકના પરમ પાલક. તે આપણી સ્થિતિ છે. આપણે પાલિત છીએ, અને કૃષ્ણ પાલક છીએ."
|