GU/751128 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વેદ મતલબ જ્ઞાન. તો વેદોમાથી તમે બધા જ પ્રકારનું જ્ઞાન મેળવો છો, બંને ભૌતિક અને આધ્યાત્મિક. તેથી તેને વેદ કહેવાય છે, જ્ઞાન. તો જ્ઞાનના વૃક્ષનું પરિપક્વ ફળ છે શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ વ્યાસદેવ દ્વારા ચાર વેદો અને અઢાર પુરાણો, ૧૦૮ ઉપનિષદો, પછી વેદાંત સૂત્ર અને મહાભારત, કે જેમાં ભગવદ ગીતા છે, તે લખ્યા બાદ લખવામાં આવ્યું હતું. તો આ બધા જ વેદિક ગ્રંથોની રચના કર્યા પછી વ્યાસદેવ સંતુષ્ટ હતા નહીં. તેથી તેમના ગુરુએ તેમને સલાહ આપી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની લીલાઓનું વર્ણન કરવાની. તે છે શ્રીમદ ભાગવતમ."
751128 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૧ - દિલ્લી