"જેમ કે આપણા સામાન્ય જીવનમાં, જો આપણે કોઈ પાપ કરીએ અને જો આપણે ન્યાયાલયમાં વિનંતી કરીએ, 'મારા પ્રિય ન્યાયાધીશ, હું કાયદો જાણતો હતો નહીં,' તો આ પ્રકારની વિનંતી તેને મદદ નહીં કરે. અજ્ઞાનતા કોઈ બહાનું નથી. તેથી મનુષ્ય જીવન પ્રાણી જીવન કરતાં ભિન્ન છે. જો આપણે સર્વોચ્ચ કાયદાઓની પરવાહ કર્યા વગર મનુષ્ય જીવનમાં રહીએ, તો આપણે નક્કી પીડિત થઈશું. તેથી માનવ સમાજમાં ધર્મ અને શાસ્ત્રની એક પદ્ધતિ છે. મનુષ્ય જીવનનું તે કર્તવ્ય છે કે પ્રકૃતિના નિયમોને સમજવું, શાસ્ત્રની આજ્ઞાઓને સમજવું અને નિર્દેશન અનુસાર ખૂબ જ પ્રમાણિક રીતે રહેવું."
|