"પુણ્ય કર્મોથી તમે ઉચ્ચ ગ્રહ લોક પર ઉન્નત થઈ શકો છો કોઈ સ્વર્ગીય લોકમાં, પણ તેનો મતલબ તે નથી કે ભૌતિક જગતની તમારી પીડાઓનો અંત આવી ગયો. કૃષ્ણે કહ્યું છે, તેથી, આબ્રહ્મભુવનાલ લોકા: પુનર આવર્તિનો અર્જુન (ભ.ગી. ૮.૧૬). જો તમે બ્રહ્મલોક પણ જાઓ, જ્યાં જીવનનું ધોરણ, જીવન અવધિ, બહુ જ, બહુ જ લાંબી છે, છતાં, તમે આ ભૌતિક સુખો અને દુખોને ટાળી ના શકો, કારણકે તમારા પુણ્ય કર્મોને સમાપ્ત કર્યા પછી તમે આવશો..., તમારે ફરીથી આ નીચલા ગ્રહ પર આવવું પડશે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશન્તિ (ભ.ગી. ૯.૨૧). પુણ્ય કર્મોની અસર સમાપ્ત થયા પછી, તમે ફરીથી આ નીચલા ગ્રહ પર આવો છો. તેથી, જ્યાં સુધી તમે ભક્તિનો માર્ગ ગ્રહણ નથી કરતાં, કારણકે કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫), જો તમારે ભગવાન, કૃષ્ણને સમજવા છે, તો તમારે એક માત્ર માર્ગ ગ્રહણ કરવાઓ પડે, ભક્ત્યા, ભક્તિ, અથવા ભક્તિમય સેવા."
|