"જે પણ નિર્દેશન હોય, તમે તેને ગ્રહણ કરો. દવા આપવામાં આવી છે. ડોક્ટર નિર્દેશન આપે છે, 'આટલા ટીપાં તમે લેજો'. હવે તમે કહો, 'ઓહ, સરસ દવા, ચાલ હું આખી દવા લઈ લઉં, હું તરત જ સાજો થઈ જઈશ'. તો તમે મૃત્યુ પામશો. તમારે લેવી પડે - પણ નિર્દેશન અનુસાર. ભગવાન કહેતા નથી કે 'તમે આનંદ ના કરો'. તમે છો જેને કહેવાય છે, આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). એક જીવ મતલબ આનંદમય. પણ તે આનંદ, જ્યાં તે કાયમી આનંદ છે, કેવી રીતે આપણે તે શાશ્વત આનંદ સુધી પહોંચીએ, તે શીખવાડવામાં આવી રહ્યું છે. નહિતો, તમે મૂર્ખાઓ, તમે આખી દવા લઈ લેશો અને મરી જશો. બસ તેટલું જ."
|