GU/760208 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે પણ વ્યક્તિ તે જોઈ શકે છે કે જીવનની આ પ્રતિકૂળ સ્થિતિ પણ કૃષ્ણની બીજી કૃપા છે... તત તે અનુકંપામ સુ-સમીક્ષમાણ: (શ્રી.ભા. ૧૦.૧૪.૮). 'જો કોઈ પીડા હોય પણ, તે કૃષ્ણ દ્વારા આપવામાં નથી આવી. હું મારા પાછલા દુષ્કર્મોને કારણે પીડાઈ રહ્યો છું, અને કૃષ્ણ એટલા દયાળુ છે કે હું વર્તમાન પીડા કરતાં સેંકડો ગણું વધુ પીડાયો હોત, પણ કૃષ્ણ આખી વસ્તુને થોડી જ પીડા દ્વારા સરભર કરી રહ્યા છે.' આ ભક્તનો દ્રષ્ટિકોણ છે." |
760208 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૧ - માયાપુર |