"લોકો મને શ્રેય આપે છે કે મે ચમત્કાર કર્યો છે, પણ મારો ચમત્કાર છે કે મે ચૈતન્ય મહાપ્રભુના સંદેશનું વહન કર્યું છે: યારે દેખ તારે કહ 'કૃષ્ણ'-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તો આ રહસ્ય છે. તો તમે દરેક, તમે ગુરુ બની શકો છો. એવું નહીં કે હું અસાધારણ માણસ છું, એક અસાધારણ ભગવાન કે જે કોઈ રહસ્યમય જગ્યાએથી આવ્યો છું. તે એવું નથી - તે બહુ જ સરળ વસ્તુ છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે યારે દેખ તારે કહ કૃષ્ણ-ઉપદેશ. તો હું તમને વિનંતી કરું છું, ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાનું પાલન કરો કે તમે, તમે પણ તમારા ઘરે ગુરુ બની શકો છો. એવું નથી કે તમારે ગુરુ બનવા માટે એક મોટો દેખાડો કરવો પડશે. પિતા ગુરુ બની શકે છે, માતા ગુરુ બની શકે છે. વાસ્તવમાં, શાસ્ત્રમાં તે કહ્યું છે કે વ્યક્તિએ પિતા ના બનવું જોઈએ, વ્યક્તિએ માતા ના બનવું જોઈએ જો તે તેના બાળકોના ગુરુ ના બની શકે."
|