"કૃષ્ણની સેવામાં ક્યાં તો તમે તમારા કાર્યોને સંલગ્ન કરો, અથવા તમારા મનને, અથવા તમારા શબ્દોને. આ ત્રણમાથી, ઓછામાં ઓછા બે, ઓછામાં ઓછું એક. તો તમારું જીવન સફળ છે. કૃષ્ણ એટલા દયાળુ છે કે આ સરળ કાર્યને જરૂર નથી..., કૃષ્ણને સમજવા માટે અથવા કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવા માટે કોઈ પણ વ્યક્તિને એક બહુ જ ઉચ્ચ ધોરણના શિક્ષણની જરૂર નથી. બહુ જ સરળ વસ્તુ. મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). અહી કૃષ્ણનો વિગ્રહ છે. તમે રોજ જુઓ છો અને તેમના વિશે વિચારો છો. તે બહુ જ સરળ છે. જેવુ તમે અર્ચવિગ્રહને જોવા માટે અભ્યાસુ થાઓ છો, છાપ તમારા મગજમાં રહે છે. તો તમે કૃષ્ણ વિશે વિચારી શકો, મન્મના. અને કારણકે તમે મંદિરે આવો છો અને હમેશા કૃષ્ણને જુઓ છો અને તેમનો રોજિંદો કાર્યક્રમ, પછી તમે એક ભક્ત બનો છો. મન્મના ભવ મદ ભક્તો. મદ્યાજી, તમે કૃષ્ણની પૂજા કરો. જે પણ તમારી પાસે છે, થોડું પત્રમ પુષ્પમ ફલમ તોયમ (ભ.ગી. ૯.૨૬), બસ અર્પણ કરવાનો પ્રયત્ન કરો. અને છેવટે બસ આદરપૂર્વક દંડવત પ્રણામ કરો. પછી તમે સિદ્ધ બનો છો. તમે ભગવદ ધામ જવા યોગ્ય બનો છો. બહુ જ સરળ વસ્તુ."
|