"ધારોકે તમારી પાસે સારું બેન્ક બેલેન્સ છે, સુંદર ઘર અને બધુ જ, સારો સમાજ, મિત્રો, સંબંધીઓ... પણ કોઈ પણ ક્ષણે મૃત્યુ આવી શકે છે અને તમને બહાર કાઢી શકે છે. તમે શું કરી શકો? મૃત્યુ: સર્વ-હરશ ચાહમ (ભ.ગી. ૧૦.૩૪). મૃત્યુ આવશે અને બધુ જ લઈ લેશે, તમારી પાસે જે પણ છે. સમાપ્ત. અને તે તમને કૂતરો બનાવશે. હવે ભસો. (હાસ્ય) તમે કેવી રીતે તેને રોકી શકો? પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈઃ કર્માણી (ભ.ગી. ૩.૨૭). તમે વિધાનસભામાં કેવી રીતે ભસવું તેનો અભ્યાસ કર્યો છે, હવે જાઓ એક કૂતરા બનો અને ભસતા જાઓ: યો, યો, યો. (હાસ્ય) આ ચાલી રહ્યું છે. તે લોકો જાણતા નથી કે જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે."
|