"આ ભૌતિક જગતમાં, આ બ્રહ્માણ્ડમાં, આદિ-કવિ. તેને બ્રહ્મ હ્રદા આદિ કવયે (શ્રી.ભા. ૧.૧.૧). તો તે આદિ, મૂળ, પ્રથમ રચવામાં આવેલા જીવ છે. તો આદિ કોણ છે? બ્રહ્મા ક્યાથી આવે છે? તે કૃષ્ણ છે. તેને બ્રહ્મ હ્રદા આદિ કવયે. તો આ રીતે, જ્યારે તમે કૃષ્ણ પર આવો છો... બ્રહ્મા વિષ્ણુમાથી આવે છે, ગર્ભોદકશાયી વિષ્ણુ. સ્વયંભૂ: તે કમળના ફૂલમાથી જન્મેલા છે. તે ગર્ભોદકશાયી વિષ્ણુ કારણોદકશાયી વિષ્ણુમાથી આવે છે. અને કારણોદકશાયી વિષ્ણુ સંકર્ષણમાથી આવે છે. સંકર્ષણ અનિરુદ્ધમાથી આવે છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્નમાથી, તેવી રીતે. છેવટે - કૃષ્ણ. તેથી કૃષ્ણ આદ્યમ છે. અને કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મત્ત: પરતરમ નાન્યત (ભ.ગી. ૭.૭). તેમનાથી વિશેષ કોઈ નથી. તો તે ભગવાન છે."
|