"તો, જેટલા લોકો વધુ ભૌતિકવાદી હશે, જગત પર ભાર વધશે. તેથી યુદ્ધ હશે જ, મહામારી, દુકાળ, આ ધૂર્તોને કાઢવા માટે. તમે આ વસ્તુઓ જોશો. યુરોપમાં, દર દસ વર્ષે, એક યુદ્ધ થાય છે. તે ઇતિહાસ છે. ગ્રીસ ઇતિહાસમાથી, રોમન ઇતિહાસમાથી અને સાત વર્ષનું યુદ્ધ, સો વર્ષોનું યુદ્ધ - યુદ્ધ. યુદ્ધ હશે જ, કારણકે તે લોકો પાપી છે. તે જ પાપ, નિરંતર પ્રાણીઓની હત્યા કરવી. તો યુદ્ધ છે, પ્રતિક્રિયા. તો તે યુદ્ધ શું છે? ભાર ઓછો કરવા માટે. ભાર ઓછો કરવા માટે. પૃથ્વી માટે એ બહુ જ ભારે, અસહ્ય થઈ જાય છે. અને ભાર ઓછો કરવા માટે તે સ્વાભાવિક છે... અને જ્યારે હજુ વધુ શક્તિની જરૂર હોય છે, ત્યારે કૃષ્ણ આવે છે: 'કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર યુદ્ધનું નિર્માણ કરે છે અને બધા જ ધૂર્તોને ભેગા કરે છે અને અઢાર દિવસમાં સમાપ્ત કરી દે છે'. અઢાર દિવસોમાં, ચોસઠ કરોડ લોકો મરી ગયા. આ છે... પણ શા માટે? તે કૃષ્ણની વ્યવસ્થા છે."
|