GU/770202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો રોગ તો છે જ, પણ દવા પણ છે. ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). આપણે ગેરસમજ કરીએ છીએ. માનવ સમાજ, તેઓ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વસ્તુઓ સરભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તે શક્ય નથી. સંયુક્ત રાષ્ટ્રો ના કરી શકે. મેલબોર્નમાં હું બોલી રહ્યો હતો, તો મે સંયુક્ત રાષ્ટ્રોની નિંદા કરી, "તે ભસતા કૂતરાઓની સભા છે." કારણકે તમે આ ભૌતિક સ્તર પણ એકતા ના લાવી શકો. જો તમે પોતાને રાખો કે 'હું કૂતરો છું', 'હું વાઘ છું', 'હું અમેરિકન છું', 'હું ભારતીય છું', 'હું બ્રાહ્મણ છું', 'હું શુદ્ર છું', તો સંયુક્ત રાષ્ટ્રોનો કોઈ પ્રશ્ન જ નથી."
770202 - ભાષણ પાયો આરોપણ સમારોહ - ભુવનેશ્વર