GU/770329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ વેદિક સંસ્કૃતિ, ભગવદ ગીતાની શિક્ષા, ભારત વર્ષની ભૂમિ પર બોલવામાં આવી હતી, જોકે તે કોઈ ચોક્કસ માણસોના વર્ગ અથવા ચોક્કસ લોકો અથવા ચોક્કસ દેશ માટે નથી. તે દરેકને માટે છે - મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩) - વિશેષ કરીને મનુષ્યો માટે. તો અમારી વિનંતી છે કે આપણે રાજનૈતિક આધિપત્ય માટે એક બીજા સાથે લડતા હોઈ શકીએ છીએ, પણ શા માટે આપણે આપણી સાચી સંસ્કૃતિ, વેદિક સંસ્કૃતિ, કૃષ્ણ ભાવનામૃત, ભૂલીએ છીએ? તે અમારી વિનંતી છે. બધા જ મહત્વપૂર્ણ માણસો, સમાજના નેતાઓ, તેમણે આ વેદિક સંસ્કૃતિ, કૃષ્ણ ભાવનામૃત, ગ્રહણ કરવું જોઈએ, અને ફક્ત તેમના જ દેશમાં પ્રચાર નહીં, પણ આખી દુનિયામાં પ્રચાર કરવો જોઈએ."
770329 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૩-૪ - મુંબઈ