"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નથી; તમારે મરવું તો પડશે જ. કોઈને પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે."
|