GU/Prabhupada 0001 - એક કરોડ સુધી વિસ્તાર કરો



Lecture on CC Adi-lila 1.13 -- Mayapur, April 6, 1975

ચૈતન્ય મહાપ્રભુ સર્વ આચાર્યો ને કહે છે... નિત્યાનંદ પ્રભુ , અદ્વૈત પ્રભુ અને શ્રીવાસ આદિ-ગૌર-ભક્ત-વૃંદ, તેઓ બધા શ્રી ચૈતન્ય મહાપ્રભુ ના આદેશના વાહકો છે. તો આચાર્યોના માર્ગને અનુસરવા નો પ્રયાસ કરો. પછી જીવન સફળ થઇ જશે. અને આચાર્ય બનવું એ બહુ મુશ્કેલ નથી. સૌથી પેહલા, આચાર્યના નિષ્ઠાવાન અને વફાદાર સેવક બનવા, ચુસ્તતાપૂર્વક તેઓ કહે તેને અનુસરો. તેમને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરો અને કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરો. બસ તેટલું જ. તે સહેજ પણ મુશ્કેલ નથી. તમારા ગુરુ મહારાજની શિક્ષાને અનુસરવા નો પ્રયાસ કરો જોઈએ અને કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરો. આ છે ચૈતન્ય મહાપ્રભુ નો આદેશ .

અમારા આજ્ઞાય ગુરુ હયા તારા એઈ દેશ
યારે દેખા તારે કહા કૃષ્ણ ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

"મારી આજ્ઞાનું પાલન કરીને, તમે ગુરુ બનો." અને જો આપણે ચુસ્ત રીતે આચાર્ય પદ્ધતિ નું પાલન કરીએ અને આપણા શ્રેષ્ઠ પ્રયાસો દ્વારા કૃષ્ણના ઉપદેશનો પ્રચાર કરીએ. યારે દેખા તારે કહા કૃષ્ણ ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). કૃષ્ણ ઉપદેશ બે પ્રકારના છે. ઉપદેશ મતલબ શિક્ષા. કૃષ્ણએ આપેલી શિક્ષા, તે પણ કૃષ્ણ ઉપદેશ છે, અને કૃષ્ણ વિષે મળવામાં આવતી શિક્ષા, તે પણ કૃષ્ણ ઉપદેશ છે. કૃષ્ણસ્ય ઉપદેશ ઈતિ કૃષ્ણ ઉપદેશ. સમાસ, શસ્તિ તત પુરુષ સમાસ. અને કૃષ્ણ વિષય ઉપદેશ, એ પણ કૃષ્ણ ઉપદેશ છે. બહુ-વ્રીહી-સમાસ. આ રીત છે સંસ્કૃત વ્યાકરણનું વિશ્લેષણ કરવાની. તો કૃષ્ણનો ઉપદેશ છે ભગવદ ગીતા. તેઓ આપણને પ્રત્યક્ષ શિક્ષા આપી રહ્યા છે. તેથી જે પણ કૃષ્ણ ઉપદેશ નો પ્રચાર કરે છે, ફક્ત કૃષ્ણે જે કહ્યું તેનું પુનરાવર્તન કરે છે, તે આચાર્ય બની જાય છે. જરા પણ મુશ્કેલ નહીં. બધી વસ્તુઓ અહી કહેલી છે. આપણે ફક્ત પોપટની જેમ ફરી ને ફરી બોલવાનું છે એકદમ પોપટની જેમ પણ નહીં. પોપટ અર્થ સમજતો નથી, તે ફક્ત બોલે રાખે છે. પણ તમારે અર્થ પણ સમજવો જોઈએ; અન્યથા તમે કેવી રીતે સમજાવી શકશો? તેથી, તેથી આપણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવો છે. ફક્ત તમારી જાતને તૈયાર કરો કૃષ્ણની શિક્ષાઓનું સરસ રીતે પુનરાવર્તન કરવા માટે, કોઈ પણ ખોટા અર્થઘટન વગર. પછી ભવિષ્યમાં ...જેમકે અત્યારે તમે 10 હજાર લોકો છો. પછી આપણે એક લાખ થઈ જઈશું. તેની જરૂર છે. અને પછી એક લાખ થી દસ લાખ થઇ જઈશું, અને દસ લાખ થી એક કરોડ .

ભક્તો: હરિ બોલ! જય !

પ્રભુપાદ: તો આચાર્ય ની કોઈ અછત નહીં રહે, અને લોકો બહુ સહેલાઇથી કૃષ્ણ ભાવનામૃત સમજશે. તો તે સંસ્થાનું નિર્માણ કરો. ખોટી રીતે ફુલાઈ ના જાઓ. આચાર્યોની શિક્ષાનું પાલન કરો અને તમારી જાતને પૂર્ણ, પરિપક્વ બનાવાવનો પ્રયાસ કરો. પછી માયા સાથે લડાઈ કરવી બહુ સરળ થઈ જશે. હા. આચાર્યો, તેઓએ માયાના કાર્યો સામે યુદ્ધની ઘોષણા કરી છે.