GU/Prabhupada 0007 - કૃષ્ણનું પાલન આવશે



Lecture on SB 1.5.22 -- Vrndavana, August 3, 1974

બ્રહ્માનંદ: બ્રાહ્મણ કોઈપણ રોજગાર સ્વીકારતો નથી.

પ્રભુપાદ: ના. જ્યાં સુધી તે ભૂખથી મરી ના જાય ત્યાં સુધી. તે કોઈ રોજગાર નહીં સ્વીકારે. તે બ્રાહ્મણ છે. ક્ષત્રીય પણ તેવો જ હોય છે, વૈશ્ય પણ. માત્ર શૂદ્ર જ. એક વૈશ્ય કોઈક વેપાર શોધી કાઢશે. તે કોઈક વેપાર શોધી કાઢશે. તો એક વ્યાવહારિક કથા છે. એક શ્રીમાન નંદી, બહુ વર્ષો પેહલા, કલકત્તામાં, તે કોઈ મિત્ર પાસે ગયા કે,

"જો તમે મને થોડી મૂડી આપી શકો, તો હું કઈક વેપાર શરુ કરી શકું"

તો તેણે કહ્યું, "તું વૈશ્ય છે? વેપારી?"

"હા."

"ઓહ, તું મારી પાસે ધન માંગે છે? ધન તો રસ્તા ઉપર છે. તું શોધી શકે."

તો તેણે કહ્યું, "મને કઈ મળતું નથી."

"નથી મળતું? તે શું છે?"

"તે, તે એક મરેલો ઉંદર છે."

"તે તારી મૂડી છે."

જરા જુઓ.

તો તે દિવસોમાં કલકત્તામાં, પ્લેગની બીમારી ચાલતી હતી. તો મ્યુન્સીપાલિટીએ ઘોષણા કરી કે કોઈ પણ મરેલા ઉંદરને મ્યુનીસીપાલ કાર્યાલયને સોંપશે, તેને બે આના મળશે. તો તે મરેલા ઉંદરના શરીરને લઈને મ્યુનીસીપાલ કાર્યાલયે ગયો. તેને બે આના આપવામાં આવ્યા. તો તેણે બે આનાથી થોડી સડેલી સોપારી લીધી, અને તેને ધોઈને તેને ચાર કે પાંચ આનાના ભાવે વેચી દીધી. આ રીતે, વારંવાર, એજ કરતો ગયો, અને તે વ્યક્તિ ઘણો ધનવાન બની ગયો. તેના પરિવારનો એક સભ્ય અમારો ગુરુભાઈ હતો. નંદી પરિવાર. તે નંદી પરિવાર હજી પણ ચારસો થી પાંચસો લોકોને જમાડે છે. એક મોટો અને અમીર પરિવાર. અને તેમના પરિવારનો નિયમ છે કે જેવો એક પુત્ર કે પુત્રીનો જન્મ થાય, પાંચ હજાર રુપયા બેંકમાં જમા કરે, અને તેના લગ્નના સમયે, તે પાંચ હજાર રુપયા વ્યાજ સાથે, તે લઇ શકે. તેની સિવાય મૂડીમાં બીજો કોઈ ભાગ નથી. અને જે પણ પરિવારમાં રહે છે, તેને ભોજન અને રેહવાનું મળે છે. આ છે તેમનો... પણ મૂળ, મારો અર્થ કે, આ પરિવારનો સ્થાપક, નંદી, તેણે તેનો વેપાર એક મરેલા ઉંદરથી શરુ કર્યો.

એ વાસ્તવિક હકીકત છે, વાસ્તવિક હકીકત, જો કોઈ સ્વતંત્રતાથી રહેવા માંગતુ હોય... કલકત્તામાં મે જોયું છું. ગરીબ વૈશ્યો પણ, અને સવારમાં તેઓ થોડીક દાળ લે છે, દાળની એક થેલી લઈને, બારણે બારણે જાય. દાળની દરેક જગ્યાએ જરૂર હોય છે. તો સવારમાં તે દાળનો વેપાર કરે, અને સાંજે તે એક ડબ્બો કેરોસિન તેલ લઈને જાય. તો સાંજે, દરેક વ્યક્તિને તે જોઈશે. તમને હજી પણ ભારતમાં મળશે, તે... કોઈ રોજગાર શોધતુ ન હતું. થોડું, જે પણ તેની પાસે છે, થોડી મગફળી કે સિંગદાણા વેચીને. કઈક ને કઈક તે કરે છે. છેવટે, કૃષ્ણ બધાને પોષણ પૂરું પાડે છે. તે ભૂલ છે તે વિચારવું કે "આ માણસ પોષણ પૂરું પાડે છે." ના. શાસ્ત્ર કહે છે, એકો યો બહુનામ વિદધાતી કામાન. એ કૃષ્ણમાં વિશ્વાસ છે કે, "કૃષ્ણે મને જીવન આપ્યું છે, કૃષ્ણે મને અહી મોકલ્યો છે. તો તેઓ મને પોષણ પૂરું પાડશે. તો મારા સામર્થ્ય મુજબ, મને કઈક કરવા દો. અને તે સ્ત્રોતથી, કૃષ્ણનું પોષણ આવશે."