GU/Prabhupada 0008 - કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું"



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો, ઓછામાં ઓછું ભારતમાં, બધા મહાન વ્યક્તિઓ, સાધુ પુરુષ, સંતો અને આચાર્યો, તેઓએ આ આધ્યાત્મિક જ્ઞાનને એટલી સારી અને સંપૂર્ણ રીતે કેળવ્યું છે, અને આપણે તેનો લાભ નથી લઇ રહ્યા. એવું નથી કે તે શાસ્ત્રો અને માર્ગદર્શન માત્ર ભારતીય લોકો કે હિંદુઓ માટે કે બ્રાહ્મણો માટે છે. ના. તે બધાને માટે છે. કારણકે કૃષ્ણ દાવો કરે છે

સર્વ યોનીષુ કૌન્તેય
સમ્ભવંતી મુર્તય: યા:
તાસામ મહદ બ્રહ્મ યોનિર
અહમ બીજપ્રદઃ પિતા
(ભ. ગી. ૧૪.૪)

કૃષ્ણ દાવો કરે છે "હું બધાનો પિતા છું. " તેથી, તેઓ આપણને શાંત અને સુખી કરવા માટે ખૂબજ આતુર છે. જેમ કે પિતા પોતાના છોકરાને સુખી અને સંપન્ન જોવા માગે છે; તેવી જ રીતે, કૃષ્ણ પણ ઈચ્છે છે કે આપણે દરેક સુખી અને સંપન્ન થઈએ. તેથી, તેઓ કોઈક વાર અવતરિત થાય છે. (ભ. ગી. ૪.૭) યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી. કૃષ્ણના અવતારનો આ હેતુ છે. તો જેઓ કૃષ્ણના સેવકો છે, કૃષ્ણના ભક્તો છે, તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તેમણે કૃષ્ણના મિશનને અપનાવવું જોઈએ. તે ચૈતન્ય મહાપ્રભુની આવૃત્તિ છે.

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખા, તારે કહ, કૃષ્ણ ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

કૃષ્ણ ઉપદેશ. બસ તમે જે પણ કૃષ્ણે ભગવદ ગીતામાં કહેલું છે, તેનો પ્રચાર કરવાનો પ્રયાસ કરો. આ દરેક ભારતીયનું કર્તવ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે.

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
જન્મ સાર્થક કરી કરો પર ઉપકાર :(ચૈ.ચ. આદિ ૯.૪૧)

તો ભારતીયો, ભારતીયો પર ઉપકારના માટે છે. ભારતીયો બીજાઓનું શોષણ કરવા માટે નથી. તે ભારતીયોનું કાર્ય નથી. ભારતીય ઈતિહાસ હંમેશા પર ઉપકાર માટે જ છે. અને પહેલાના સમયમાં, દુનિયાની બધીજ જગ્યાઓથી, લોકો ભારતમાં આધ્યાત્મિક જીવન શું છે તે શીખવા માટે આવતા. ઈશુ ખ્રિસ્તમાં પણ ત્યાં ગયા હતા. અને ચીન અને અન્ય દેશોથી પણ. તે ઈતિહાસ છે. અને આપણે આપણી પોતાની મિલકત ભૂલી રહ્યા છે. આપણે કેટલા ઉદાસીન છીએ. આવું મહાન આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, આખી દુનિયા માં ચાલી રહ્યું છે, પણ આપણા ભારતીય લોકો ઉદાસીન છે, આપણી સરકાર પણ ઉદાસીન છે. તેઓ સ્વીકાર નથી કરતાં. તે આપણું દુર્ભાગ્ય છે. પણ તે ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. તેઓ કહે છે કોઈ પણ ભારતીય, ભારત ભૂમિતે મનુષ્ય જન્મ, જો તે મનુષ્ય છે, તેણે આ વૈદિક સાહિત્યનો લાભ લઈને પોતાનું જીવન સાર્થક કરવું જ જોઈએ અને આ જ્ઞાનનું સમસ્ત દુનિયામાં વિતરણ કરવું જોઈએ. આ છે પર ઉપકાર. તો ભારત કરી શકે છે. તેઓ વાસ્તવમાં પ્રશંસા કરી રહ્યા છે. આ યુરોપીયનો, અમેરિકી યુવકો, તેઓ પ્રશંસા કરી રહ્યા છે કે કેવું મહાન... મને રોજ ડઝનો પત્ર મળે છે, કે કેવી રીતે આ આંદોલનથી તેમને લાભ મળ્યો છે. વાસ્તવમાં, તે હકીકત છે. એ મરેલા માણસને જીવન આપે છે. તો હું વિશેષ કરીને ભારતીયોને વિનંતી કરીશ, ખાસ કરીને હિસ એક્સીલેન્સી, કૃપા કરીને આ આંદોલનનો સહકાર કરો, અને પોતાના અને બીજાના જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરો. આ છે કૃષ્ણનું મિશન, કૃષ્ણનો અવતાર. આપનો ખૂબ ખૂબ આભાર.