GU/Prabhupada 0026 - તમે સૌથી પેહલા તે બ્રહ્માંડમાં જશો જ્યાં કૃષ્ણ છે
Morning Walk -- October 5, 1975, Mauritius
ભારતીય વ્યક્તિ: સ્વામીજી, એવું કેહવામાં આવ્યું છે કે જેવી રીતે આપણે કાર્ય કરીએ છે... તે પ્રમાણે આપણને આપણો હવે પછીનો જન્મ મળે છે. તો જો આપણે કઈ કર્યું છે, તો આપણે ભગવાનના નિયમ અનુસાર જન્મ લેવો જ પડશે.
પ્રભુપાદ: તમારે જન્મ લેવો જ પડશે. તે એક વાસ્તવિકતા છે. તેનાથી તમે બચી ના શકો. પણ તમારા કર્મના અનુસાર તમારે જન્મ લેવો પડશે.
ભારતીય વ્યક્તિ: પણ તેથી... તેનો અર્થ છે કે તમે જે લખ્યું છે તે તમે ભરો છો. હા? તેથી શું તમે એમ વિચારો છો કે...
પ્રભુપાદ: જો તમારો આ શર્ટ ફાટી ગયી છે, તો તમારે એક શર્ટ લેવો પડશે. હવે, તે શર્ટ તમારે તમારી પાસેની રકમના મુજબ લેવું પડશે. જો તમારી પાસે સારી રકમ છે, તો તમને સારું શર્ટ મળશે. જો તમારી પાસે ધન નથી, તો તમને ખરાબ શર્ટ મળશે. બસ.
ભારતીય વ્યક્તિ: સ્વામીજી, મને તે કહેવું હતું, કે નર્ક પણ આ જ દુનિયામાં છે, કારણકે તમે શું વિચારો છો ક્યાં આપણે આપણુ ઋણ ચુકવી શકશું? પાપ, આપણા પાપનું ઋણ. ક્યાં આપણે તેને ચુકવી શકશું? નર્કમાં, જે નથી...
પ્રભુપાદ: નર્ક તમને સજા આપવા માટેની જગ્યા છે. ભારતીય વ્યક્તિ: એટલેજ તે પૃથ્વી ઉપર જ છે.
પ્રભુપાદ: કેમ પૃથ્વી?
ભારતીય વ્યક્તિ: ભૂમિ ઉપર, નહીં?
પ્રભુપાદ: ના. એવું થઇ શકે છે...
ભારતીય વ્યક્તિ: કોઈ પણ ગ્રહોમાં?
પ્રભુપાદ: ...કેટલાય લાખો માઈલ દૂર.
ભારતીય વ્યક્તિ: પણ તે ત્યાં સ્થિત છે... માત્ર નર્કજ એક જગ્યાએ છે, કે તે બીજી જગ્યાએ પણ છે? તમે તેવું વિચારો છો, સ્વામીજી?
પ્રભુપાદ: હા, હા. વિવિધ ગ્રહો છે.
ભારતીય વ્યક્તિ: કેટલાય લોકો છે જે આ દુનિયામાં જ કષ્ટ ભોગવે છે.
પ્રભુપાદ: તો તેઓ પેહલા તે નારકી ગ્રહોમાં પ્રશિક્ષણ મેળવે છે, અને તે અહી તે જ પ્રકારનું જીવન ભોગવવા આવે છે.
ભારતીય વ્યક્તિ: જયારે આપણી આત્મા દેહથી બહાર આવે છે, તે નર્કમાં જાય છે કે... પ્ર
ભુપાદ: નારકી ગ્રહ.
ભારતીય વ્યક્તિ: ...ગોળામાં કે તે તરત જ પછી તે જન્મ લે છે?
પ્રભુપાદ: હા. જે પાપી છે, તેઓ તરત જ જન્મ નથી લેતા. પેહલા તેમને નારકી ગ્રહમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે કેવી રીતે કષ્ટ ભોગવવું ટેવાયેલા બનવા માટે, અને પછી તે જન્મ લે છે, અને તે કષ્ટ ભોગવે છે. જેમ કે તમે આઈ.એ.એસ. પાસ થાઓ છો. પછી તમે મેજીસ્ટ્રેટના સહાયક બનો છો. તમે શીખો છો. પછી તમે મેજીસ્ટ્રેટના પદે નિયુક્ત થાઓ છો. જો તમે ભગવદ ધામ જાવા માટે પૂર્ણ રૂપે સક્ષમ પણ હોવ, પહેલા તમારી બદલી થાય છે તે બ્રહ્માંડમાં જ્યાં કૃષ્ણ અત્યારે ઉપસ્થિત છે, અને ત્યાં તમે ટેવાયેલા બનો છો. પછી તમે વાસ્તવિક વૃંદાવનમાં જાઓ છો.
ભારતીય વ્યક્તિ: તેથી, આપણા મૃત્યુ પછી...
પ્રભુપાદ: ભગવાન ની દરેક વ્યવસ્થા પૂર્ણ છે. પૂર્ણમ. પૂર્ણમ અદ: પૂર્ણમ ઈદમ પૂર્ણત પૂર્ણમ.. (ઇશોપનિષદ, સ્તુતિ). જે ભગવાન દ્વારા રચાયેલું છે, તે પૂર્ણ છે.