GU/Prabhupada 0027 - તેમને ખબર નથી કે આગલું જીવન હોય છે
Lecture on CC Adi-lila 7.1 -- Atlanta, March 1, 1975
તો (વાંચતા:) "ભૌતિક અસ્તિત્વના બદ્ધ જીવનમાં વ્યક્તિ નિઃસહાયતાના વાતાવરણનો અનુભવ કરે છે." પણ બદ્ધ જીવ, માયા કે બહિરંગા શક્તિના પ્રભાવથી, એમ વિચારે છે કે તે તેના રાષ્ટ્ર, સમાજ, મૈત્રી અને પ્રેમ દ્વારા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, એમ નથી જાણતો કે મૃત્યુના સમયે આનામાંથી કોઈ પણ તેને બચાવી નહીં શકે." આને કહે છે માયા. પણ તે વિશ્વાસ નથી કરતો. માયાના પ્રભાવે, તે વિશ્વાસ પણ નથી કરતો કે રક્ષા કરવાનો અર્થ શું છે. રક્ષણ. રક્ષણ એટલે કે પોતાને બચાવવું, આ જન્મ અને મૃત્યુના ચક્રથી. તે સાચું રક્ષણ છે. પણ તેઓ જાણતા નથી. (વાંચતા:) "ભૌતિક પ્રકૃતિના નિયમ એટલા બધા કડક છે આપણી કોઈ પણ ભૌતિક મિલકત ક્રૂર મૃત્યુના હાથથી આપણને બચાવી નહીં શકે." બધા તે જાણે છે. અને તે આપણી સાચી મુશ્કેલી છે. મૃત્યુથી કોણ ભયભીત નથી? દરેક વ્યક્તિ મૃત્યુથી ભયભીત છે. કેમ? કારણ કે કોઈ પણ જીવ, તેનો અર્થ મરવા માટે નથી. તે શાશ્વત છે; તેથી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ આ વસ્તુઓ તેના માટે આપત્તિજનક છે. કારણકે તે શાશ્વત છે, તે જન્મ લેતો નથી, ન જાયતે, અને જેનો જન્મ નથી તેનું મૃત્યુ પણ નથી. ન મ્રિયતે કદાચિત. (ભ.ગી. ૨.૨૦) આ આપણી વાસ્તવિક અવસ્થા છે. તેથી જ આપણને મૃત્યુનો ભય લાગે છે. તે આપણું સ્વાભાવિક વલણ છે.
તેથી મૃત્યુમાંથી બચવું... તે માણસની પ્રથમ ફરજ છે. અમે આ કૃષ્ણ ભાવાનામૃત જ્ઞાનનો પ્રચાર આ હેતુ માટે જ કરીએ છીએ. દરેક વ્યક્તિનો આ જ ધ્યેય હોવો જોઈએ. તે શાસ્ત્રીક આજ્ઞા છે. જેઓ વાલીઓ છે... સરકાર, પિતા, ગુરુ, તેઓ બાળકોના વાલીઓ છે. તેમને ખબર હોવી જોઈએ, કે રક્ષણ કેવી રીતે આપવું.... ના મોચયેદ ય: સમુપેત મૃત્યુમ (શ્રી.ભા. ૫.૫.૧૮). તો આખી દુનિયામાં આવું તત્વજ્ઞાન ક્યાં છે? આવું તત્વજ્ઞાન ક્યાંય નથી. એકમાત્ર કૃષ્ણભાવનામૃત અંદોલન જ આ તત્વજ્ઞાનનો પ્રચાર કરે છે, મનઘડત રીતે નહીં પરંતુ અધિકૃત શાસ્ત્ર, વેદિક સાહિત્ય, ના આધારે. તો આ અમારી વિનંતી છે. અમે માનવસમાજના હિત માટે સમગ્ર વિશ્વમાં કેન્દ્રો શરુ કરીએ છીએ કે જેઓ પોતાના જીવનનો ધ્યેય નથી જાણતા, અને આ મૃત્યુ પછીના જીવન વિષે પણ અજ્ઞાત છે. આ વસ્તુઓ વિષે તેમને ખબર જ નથી. ચોક્કસપણે પુનર્જન્મ છે, અને તમે તમારો આવતો જન્મ આ જન્મમાં નક્કી કરી શકો છો. તમે આરામદાયક જીવન માટે ઉચ્ચ ગ્રહમંડળમાં જઈ શકો છો, ભૌતિક સગવડ માટે. તમે અહી એક સલામત સ્થિતિમાં રહી શકો છો." સલામત અર્થાત અહિયાંનું ભૌતિક જીવન. જેમ કે તે કહ્યું છે,
- યાન્તિ દેવ-વ્રતા દેવાન
- પિતૃ યાન્તિ પિતૃ-વ્રતાઃ
- ભૂતાની યાન્તિ ભુતેજ્યા
- મદ્યાજીનો અપિ યાન્તિ મામ
- (ભ.ગી. ૯.૨૫)
તેથી તમે આવતો જન્મ સ્વર્ગલોકમાં લેવા માટે તૈયારી કરી શકો છો અથવા તો આ દુનિયામાં સારો સમાજ અથવા તો એવા ગ્રહો પર જ્યાં ભૂત અને પિશાચોનું વર્ચસ્વ છે. અથવા તમે એવા ગ્રહો પર જઈ શકો જ્યાં કૃષ્ણ છે. દરેક વસ્તુ તમારા ઉપર નિર્ભર છે. યાન્તિ ભુતેજ્યા મદ્યાજીનો અપિ યાન્તિ મામ. તમારે ફક્ત તૈયાર થવાનું છે. જેમકે યુવાનીમાં તેઓ શિક્ષણ લે છે - કોઈક એન્જીનીયર બને છે, કોઈક ડોક્ટર બનવાનો છે, કોઈક વકીલ બનવાનો છે, અને બીજા ઘણા વ્યવસાયિકો - અને તેઓ તેમના શિક્ષણ દ્વારા તૈયારી કરે છે, તેવી જ રીતે, તમે પણ તમારા આવતા જન્મની તૈયારી કરી શકો છો. આ સમજવું મુશ્કેલ નથી. પણ તેઓ સામાન્ય બુદ્ધિથી સમજી શકાતું હોવા છતાં પણ પુનર્જન્મમાં વિશ્વાસ નથી કરતા. હકીકતમાં પુનર્જન્મ છે કારણ કે કૃષ્ણ કહે છે અને જો આપણે થોડીક સમજ કેળવીએ તો પુનર્જન્મના વિજ્ઞાનને સમજી શકીએ. તેથી અમારી પ્રસ્તાવના છે કે "જો તમારે આવતા જન્મ માટે તૈયાર થવાનું જ હોય, તો પછી તમે ભગવદધામ જવા માટે જ થોડી તકલીફ કેમ નથી ઉઠાવતા?" આ અમારી પ્રસ્તાવના છે.