GU/Prabhupada 0037 - જે પણ કૃષ્ણને જાણે છે, તે ગુરુ છે
Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975
તો કેવી રીતે આપણે ભગવાનની શક્તિ ને સમજી શકશું, કેવી રીતે આપણે તેમની સર્જનાત્મક શક્તિને સમજી શકશું, અને ભગવાનની શક્તિ શું છે, તેઓ કેવી રીતે કરે છે, બધું - તે એક મહાન વિજ્ઞાન છે. તેને કેહવાય છે કૃષ્ણ વિજ્ઞાન. કૃષ્ણ તત્ત્વ જ્ઞાન. યેઇ કૃષ્ણ તત્ત્વ વેત્તા, સેઇ ગુરુ હય (ચૈ.ચ. ૮.૧૨૮). ચૈતન્ય મહાપ્રભુ કહે છે ગુરુ કોણ છે. ગુરુ એટલે યેઇ કૃષ્ણ તત્ત્વ વેત્ત સેઇ ગુરુ હય: 'જે પણ કૃષ્ણને જાણે છે, તે ગુરુ છે.' ગુરુને આપણે બનાવી નથી શકતા. જે પણ કૃષ્ણને બને તેટલું જાણે છે... આપણે જાણી નથી શકતા. આપણે કૃષ્ણને સો ટકા જાણી નથી શકતા. તે સંભવ નથી.. કૃષ્ણના શક્તિઓ ઘણી બધી છે. પરાસ્ય શક્તિર વિવીધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). એક શક્તિ એક પ્રકારથી કાર્ય કરે છે, બીજી શક્તિ બીજા પ્રકારથી. પણ તે બધી કૃષ્ણની શક્તિ છે. પરાસ્ય શક્તિર વિવીધૈવ શ્રુયતે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). આ પ્રકૃતિ... આપણે જોઈ શકે છે કે આ પુષ્પ પ્રકૃતિની મદદથી બહાર નીકળે છે, અને માત્ર પુષ્પજ નહીં, કેટલી બધી વસ્તુ બહાર નીકળે છે - બીજ દ્વારા. ગુલાબનુંબીજ, ગુલાબનું વૃક્ષ ઊગશે. બેલનું બીજ, બેલનું વૃક્ષ ઊગશે. તો તે કેવી રીતે થાય છે? એજ ધરતીની સપાટી છે, એજ જળ છે, અને બી પણ એક જેવા જ લાગે છે, પણ તે બહાર વિવિધ વિવિધ પ્રકારથી આવે છે. તે કેવી રીતે સંભવ છે? તેને કેહવાય છે પરાસ્ય શક્તિ વિવિધૈવ શ્રુયતે સ્વાભાવીકી જ્ઞાન. સામાન્ય વ્યક્તિ કે તથાકથિત વૈજ્ઞાનિક, તેઓ કહે છે, "પ્રકૃતિ ઉત્પન્ન કરે છે." પણ તેમને ખબર નથી, કે પ્રકૃતિ શું છે, કોણ પ્રકૃતિના કાર્યોનું નિરીક્ષણ કરે છે, આ ભૌતિક પ્રકૃતિ, તે કેવી રીતે કાર્ય કરે છે.
તે ભગવદ ગીતામાં કહેવાયેલું છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ (ભ.ગી. ૯.૧૦). કૃષ્ણ કહે છે, "મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ કાર્ય કરે છે." તે હકીકત છે. પ્રકૃતિ, જડ વસ્તુ...જડ વસ્તુ આપમેળે જોડાઈ શકતું નથી. આ વિશાળ અને લાંબી ઇમારતો, તે જડ વસ્તુથી બનેલા છે, પણ જડ વસ્તુ પોતાની રીતે ઈમારત નથી બની ગઈ. તે સંભવ નથી. એક નાનકડું, આત્માનું કણ છે, એન્જીનીયર કે શિલ્પી, જે પદાર્થને લઈને તેને શણગારીને ઉંચી ઈમારત બનાવે છે. તે આપણો અનુભવ છે. તો આપણે કેવી રીતે કહી શકે છે કે જડ પદાર્થ આપમેળે કાર્ય કરે છે? ભૌતિક પદાર્થ આપમેળે નથી કાર્ય કરતુ, તેને જરૂર છે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સ્તરની કારીગીરી, તેથી ઉચ્ચ સ્તર. જેમ કે આ ભૌતિક જગતમાં આપણા પાસે સૌથી ઉચ્ચ કોટીનો સૂર્ય છે, સૂર્યનું ભ્રમણ, સૂર્યની ઉષ્મા શક્તિ, પ્રકાશ શક્તિ. તો તેનો કેવી રીતે ઉપયોગ થાય છે? તે પણ શાસ્ત્રમાં કહેવાયેલું છે. યસ્યાજ્ઞયા ભ્રમતી સંભૃત કાલ ચક્રો ગોવિંદમ આદિ-પુરુષમ તમ હમ ભજામી. આ સૂર્ય ગ્રહ પણ આ ગ્રહ જેવો એક ગ્રહ છે. જેવી રીતે આ ગ્રહમાં કેટલા બધા રાષ્ટ્રપતિ છે, પણ પૂર્વ કાળમાં એકજ રાષ્ટ્રપતિ હતા, તો તેવી જ રીતે, દરેક ગ્રહમાં એક રાષ્ટ્રપતિ છે. સૂર્ય ગ્રહમાં આપણે ભગવદ ગીતાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છે. કૃષ્ણ કહે છે, ઈમમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવન અહમ અવ્યયમ: (ભ.ગી. ૪.૧) "સૌથી પેહલા મેં આ ભગવદ ગીતાનું જ્ઞાન વિવસ્વાન આપ્યું." વિવસ્વાન એટલે સૂર્ય મંડળના રાષ્ટ્રપતિ, અને તેમનો પુત્ર મનુ છે. આ કાળ છે. આ કાળ ચાલી રહ્યો છે. તેને વૈવસ્વત મનુનો કાળ કેહવાય છે. વૈવસ્વત એટલે કે વિવસ્વાનથી, વિવસ્વાનનો પુત્ર. તેને વૈવસ્વત મનુ કેહવાય છે.