GU/Prabhupada 0038 - જ્ઞાન વેદોથી પ્રાપ્ત થાય છે



Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975

હવે, કૃષ્ણ છે. આપણી પાસે કૃષ્ણનું ચિત્ર છે, કૃષ્ણ નો ફોટો, કૃષ્ણનું મંદિર, એટલા બધા કૃષ્ણ. તે કોઈ કલ્પના કે કથા નથી, જેમ માયાવાદી તત્ત્વજ્ઞાની વિચારે છે, કે "તમે તમારા મનમાં વિચારી શકો છો." ના. ભગવાનની કલ્પના કરી શકાય નહીં. તે બીજી મૂર્ખતા છે. કેવી રીતે આપણે ભગવાનની કલ્પના કરી શકીએ? ત્યારે ભગવાન તમારી કલ્પનાના પાત્ર બની જાય છે. તેમની પોતાની કોઈ વાસ્તવિકતા રહેતી નથી. તે ભગવાન નથી. જેની કલ્પના થાય છે, તે ભગવાન નથી. ભગવાન તમારી સામે ઉપસ્થિત છે, કૃષ્ણ. તેઓ આ ગ્રહ ઉપર અવતરિત થાય છે. તાદાત્માનામ સૃજામી અહમ, સંભવામિ યુગે યુગે. તો જેમણે ભગવાનને જોયા છે, તમે તેમની પાસેથી માહિતી લો.

તદ વિદ્ધિ પ્રણીપાતેન
પરીપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ દર્શિન:
(ભ.ગી. ૪.૩૪)

તત્ત્વ દર્શિન: જ્યાં સુધી તમે સત્યને જોયુંજ નથી, કેવી રીતે તે સત્યનું જ્ઞાન તમે બીજાને આપી શકો? તો ભગવાન દેખાયેલા છે, માત્ર ઈતિહાસમાંજ દેખાયેલા નથી. ઈતિહાસમાં, જ્યારે કૃષ્ણ આ ગ્રહ ઉપર હતા, કુરુક્ષેત્રના યુદ્ધનો ઈતિહાસ જ્યા આ ભગવદ-ગીતા કહેવાઈ હતી, તે ઐતિહાસિક ઘટના છે. તો આપણે ઈતિહાસ દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ શકીએ છીએ, અને શાસ્ત્રથી પણ. શાસ્ત્ર ચક્ષુશા. જેમ કે આ ક્ષણે, કૃષ્ણ બાહ્ય શારીરિક રૂપે ઉપસ્થિત નથી, પણ શાસ્ત્રના માધ્યમથી આપણે કૃષ્ણને સમજીએ છીએ.

તો શાસ્ત્ર ચક્ષુશા. શાસ્ત્ર... ક્યાં તો તમે પ્રત્યક્ષ પ્રમાણ લો કે શાસ્ત્રના માધ્યમથી... શાસ્ત્રથી પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણથી વધારે સારું છે. તેથી આપણું જ્ઞાન, જે લોકો વેદિક સિદ્ધાંતનું પાલન કરે છે, તેમનું જ્ઞાન શાસ્ત્રોથી પ્રાપ્ત થાય છે. તે કોઈ જ્ઞાનની રચના નથી કરતા. જો કોઈ વસ્તુ વેદના પ્રમાણથી સમજવામાં આવે છે, તો તે હકીકત છે. તો કૃષ્ણને વેદો દ્વારા સમજી શકાય છે. વેદૈષ ચ સર્વૈર અહમ એવ વેદ્ય: (ભ.ગી. ૧૫.૧૫). તે ભગવદ ગીતામાં કહેલું છે. તમે કૃષ્ણની કલ્પના ના કરી શકો. જો કોઈ ધૂર્ત કહે છે કે, "હું કલ્પના કરું છું," તે ધૂર્તતા છે. તમારે કૃષ્ણને વેદોના માધ્યમથી જોવા પડે. વેદૈષ ચ સર્વૈર અહમ એવ વેદ્ય: (ભ.ગી. ૧૫.૧૫). તે વેદોનો અભ્યાસ કરવાનું લક્ષ્ય છે. તેથી તેને વેદાંત કહેવાય છે. કૃષ્ણનું જ્ઞાન જ વેદાંત છે.