GU/Prabhupada 0041 - વર્તમાન જીવન અશુભતાથી ભરેલું છે
Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974
સંપૂર્ણ જ્ઞાન. તો જો તમે ભગવદ ગીતા વાંચશો, તો તમને સંપૂર્ણ જ્ઞાન મળશે. તો ભગવાન શું કહે છે?
- ઈદમ તુ તે ગુહ્યતમમ
- પ્રવક્ષ્યામિ અનસુયવે
- (ભ.ગી. ૯.૧)
ભગવાન, કૃષ્ણ, અર્જુનને શીખવાડે છે. તો નવમાં અધ્યાયમાં તેઓ કહે છે, "મારા પ્રિય અર્જુન, હવે હું તને સૌથી ગુહ્ય જ્ઞાન આપું છુ, ગુહ્યતમમ. તમમ એટલે કે ઉચ્ચતમ માત્રાનું. ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ. સંસ્કૃતમાં, તર તમ. તર એટલે કે તુલનાત્મક, અને તમ એટલે કે ઉચ્ચતમ. તો અહી ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે કે, ઈદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ: "હવે હું તને સૌથી ગુહ્યતમ જ્ઞાન આપું છુ." જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ. તે જ્ઞાન પૂર્ણ જ્ઞાન સાથે છે, માત્ર કલ્પના નથી. જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ. વિજ્ઞાન મતલબ "વિજ્ઞાન," "વ્યવહારિક ઉદાહરણાર્થ." તો જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ યજ જ્ઞાત્વા. જો તમે આ જ્ઞાનને શીખશો, યજ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. અશુભાત. મોક્ષ્યસે મતલબ તમને મુક્તિ મળશે, અને અશુભાત મતલબ "અશુભ." અશુભતા.
તો આપણા આ વર્તમાન જીવનમાં, આ વર્તમાન સમયે, વર્તમાન જીવન એટલે કે જ્યા સુધી આપણે આ ભૌતિક દેહ ધારણ કરીએ છીએ, તે પૂર્ણ રૂપે અશુભતાથી ભરેલું છે. મોક્ષ્યસે અશુભાત. અશુભાત મતલબ અશુભતા.