GU/Prabhupada 0045 - જ્ઞાનના લક્ષ્યને જ્ઞેયમ કહેવાય છે
Lecture on BG 13.1-2 -- Paris, August 10, 1973
પ્રભુપાદ:
- પ્રકૃતિમ પુરુષમ ચૈવ
- ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ ચ
- એતદ વેદીતુમ ઇચ્છામી
- જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ
- (ભ.ગી. ૧૩.૧)
આ મનુષ્યનો વિશેષ અધિકાર છે, કે તે પ્રકૃતિને સમજી શકે, આ જગત, અને પ્રકૃતિના ભોક્તાને, અને તે પૂર્ણ રૂપે જાણકાર બની શકે છે કે જ્ઞાનનું લક્ષ્ય શું છે, જ્ઞેયમ.
ત્રણ વસ્તુ છે, જ્ઞેયમ, જ્ઞાતા, અને જ્ઞાન. જ્ઞાનનું લક્ષ્ય, જ્ઞાનના જાણકાર ને જ્ઞાતા કેહવાય છે, અને જ્ઞાનના લક્ષ્ય ને જ્ઞેયમ કેહવાય છે. અને જે વિધિથી આપણે સમજી શકીએ છીએ, તેને જ્ઞાન કેહવાય છે. જેવુ આપણે જ્ઞાન વિષે બોલીએ છીએ, ત્રણ વસ્તુ હોવી જ જોઈએ: જ્ઞાનનું લક્ષ્ય, જે વ્યક્તિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને જે વિધિથી જ્ઞાનનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે.
તો તેમાંથી થોડાક... જેમ કે ભૌતિક વૈજ્ઞાનિકો, તે માત્ર આ પ્રકૃતિને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેઓ પુરુષને નથી જાણતા. પ્રકૃતિ એટલે કે જેનો ભોગ કરવામાં આવે, અને પુરુષ એટલે ભોક્તા. વાસ્તવમાં ભોક્તા કૃષ્ણ છે. તેઓ આદિ પુરુષ છે. તે અર્જુન દ્વારા સ્વીકારવામાં આવશે: પુરુષમ શાશ્વતમ. "તમે આદિ ભોક્તા છો, પુરુષમ." કૃષ્ણ ભોક્તા છે, અને આપણે દરેક, જીવ, અને પ્રકૃતિ, તે કૃષ્ણના ભોગ માટે છે. તે કૃષ્ણની છે... બીજો પુરુષ, આપણે બધા જીવ. આપણે પુરુષ નથી. આપણે પણ પ્રકૃતિ છીએ. આપણે પણ ભોગના માટે છીએ, પણ આ ભૌતિક અવસ્થામાં, આપણે પુરુષ, ભોગી, બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો એ અર્થ છે કે જ્યારે પ્રકૃતિ, કે જીવ, પુરુષ બનવાનો પ્રયત્ન કરે છે, તે ભૌતિક અવસ્થા છે. જ્યારે એક સ્ત્રી પુરુષ બનવાનો પ્રયત્ન કરે છે, તે કૃત્રિમ છે. તેવી જ રીતે જે જીવ છે, જે સ્વભાવથી ભોગના માટે છે...
તે ઉદાહરણ, જે આપણે કેટલી વાર આપ્યું છે, કે આ આંગળી કઈક સારા ભોજનને પકડે છે, પણ વાસ્તવમાં આ આંગળી સાચો ભોક્તા નથી. આંગળી સાચા ભોક્તા, પેટ ને મદદ કરી શકે છે. તે કઈક સારા ભોજન પદાર્થને લઈને મુખમાં નાખી શકે છે, અને જ્યારે તે સાચા ભોક્તા પેટની અંદર જશે, ત્યારે બધી પ્રકૃતિ, દેહ ના બધા ભાગ, દેહના બધા અંગ, સંતુષ્ટિ પ્રાપ્ત કરે છે. તો ભોક્તા પેટ છે, શરીરના અંગો નહીં.
હિતોપદેશમાં એક કથા છે, જેનાથી એસોપની કથાનું અનુવાદ થયેલું છે. ત્યાં એક કથા છે: ઉદારેન્દ્રીયાનામ. ઉદર. ઉદર એટલે કે આ પેટ, અને ઇન્દ્રિય એટલે કે આ ઇન્દ્રિય. ઉદારેન્દ્રીયાનામની કથા છે. બધા ઇન્દ્રિયો, એક બેઠકમાં સાથે બેસી ગયા. તેમણે કહ્યું, "આપણે બધી ઇન્દ્રિયો કાર્ય કરીએ છીએ..." (બાજુમાં:) કેમ તે ખુલ્લુ છે?
"આપણે કાર્ય કરી રહ્યા છે." પગે કીધું: "હા, આખો દિવસ હું ચાલુ છું." હાથ કહે છે: "હા, હું આખો દિવસ કાર્ય કરું છું, જ્યાં પણ દેહ કહે છે: "તું અહી આવ અને ભોજનને ઉઠાવ" ભોજન બનાવવા માટે સામગ્રી લાવું. ભોજન પણ બનવું છું." ત્યારે આંખો, તેઓ કહે છે કે: "હું જોઉ છું." શરીરના બધા અંગો, તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા કે, "હવે અમે માત્ર આ પેટ માટે નથી કાર્ય કરવાના જે માત્ર ખાય જ છે. અમે બધા કાર્ય કરીએ છીએ, અને આ પેટ, તે માત્ર ખાય છે." ત્યારે હડતાલ... જેમ કે મૂડીવાડી અને મજૂર. મજૂર હડતાલ ઉપર જાય છે, હવે કોઈ કાર્ય કરવાનો નથી. તો આ બધા અંગો, શરીરના અંગો, તેઓ હડતાલ ઉપર જાય છે, અને બે, ત્રણ દિવસ પછી, જ્યારે તેઓ પાછા મળે છે, તેઓ ફરીથી અંદરોઅંદર ચર્ચા કરે છે કે: "કેમ આપણે દુર્બળ બની રહ્યા છીએ? આપણે હવે કાર્ય નથી કરી શકતા." પગ પણ કહે છે: "હા, હું પણ કમજોર છું." હાથ પણ કમજોર છે, અને બધાજ અંગ. તો તેનું કારણ શું છે? કારણ... ત્યારે પેટ કહે છે: "કારણકે હું ખાતો નથી. તો જો તમારે મજબૂત રેહવું છે, તો તમારે મને ખાવા માટે આપવું પડશે. નહીતો... તો હું ભોક્તા છું. તમે ભોક્તા નથી. તમારે મારા આનંદ માટે વસ્તુઓ પૂરી પાડવાની છે. તે તમારું સ્થાન છે." તો તેઓ સમજી ગયા: "હા, આપણે પ્રત્યક્ષ ભોગ નહીં કરી શકીએ. તે શક્ય નથી."
તે ભોગ પેટના માધ્યમથી જ હોવો જોઈએ. તમે એક રસગુલ્લું લો, તમે, આંગળીયો, આનંદ નથી લઇ શકતી. તમે મુખને આપો છો, અને જ્યારે તે પેટમાં જાય છે, તરતજ શક્તિ મળે છે. માત્ર આંગળીજ નહીં, પણ આંખ, બધા જ અંગો, તેમને સંતુષ્ટિ અને શક્તિ પણ મળે છે. તેવી જ રીતે સાચા ભોક્તા કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે:
- ભોક્તારમ યજ્ઞ તપસામ
- સર્વલોક મહેશ્વરમ
- સુહ્ર્દમ સર્વ ભૂતાનામ
- જ્ઞાત્વા મામ શાંતિમૃછતી
- (ભ.ગી. ૫.૨૯)