GU/Prabhupada 0047 - કૃષ્ણ નિરપેક્ષ છે



Lecture on BG 7.1 -- Upsala University Stockholm, September 8, 1973

વિવિધ પ્રકારની યોગ પદ્ધાતિઓ છે, ભક્તિ-યોગ, જ્ઞાન-યોગ, કર્મ-યોગ, હઠ-યોગ, ધ્યાન-યોગ. કેટલા બધા યોગ. પણ ભક્તિ-યોગ સર્વશ્રેષ્ઠ છે. તે છેલ્લા અધ્યાયમાં વર્ણિત છે. હું તમારી સામે સાતમો અધ્યાય વાંચું છું. છટ્ઠા અધ્યાયના અંતે, કૃષ્ણ કહે છે:

યોગીનામ અપિ સર્વેશામ
મદ-ગતેનાન્તારાત્માના
શ્રદ્ધાવાન ભજતે યો મામ
સ મે યુક્તતમો મતઃ
(ભ.ગી. ૬.૪૭)

યોગીનામ અપિ સર્વેશામ. જે યોગ પદ્ધતિનું પાલન કરે છે, તેને યોગી કેહવાય છે. તો કૃષ્ણ કહે છે, યોગીનામ અપિ સર્વેશામ, "બધા યોગીઓમાં..." મે પહેલા જ કહ્યું છે. વિવિધ પ્રકારના યોગ છે. "બધા યોગીઓ માં..."યોગીનામ અપી સર્વેશામ. સર્વેશામ એટલે કે "બધા યોગીઓમાં." મદ-ગતેનાન્તારાત્માના: "જે અંતરમાં મારા વિષે વિચાર કરે છે." આપણે કૃષ્ણનો વિચાર કરી શકીએ છીએ. આપણી પાસે કૃષ્ણનું રૂપ છે. કૃષ્ણ વિગ્રહ, આપણે અર્ચના કરીએ છીએ. તો આપણે જો કૃષ્ણના રૂપના વિગ્રહની સેવામાં સંલગ્ન થઈએ, જે કૃષ્ણથી અભિન્ન છે, અથવા વિગ્રહની અનઉપસ્થીતીમાં, જો આપણે કૃષ્ણના પવિત્ર નામનો જપ કરીએ તો, તે પણ કૃષ્ણ જ છે. અભિન્નત્વાન નામ નામીનો: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). કૃષ્ણ નિરપેક્ષ છે. તેથી, તેમના અને તેમના નામની વચ્ચે કોઈ પણ તફાવત નથી. તેમના અને તેમના રૂપમાં કોઈ અંતર નથી. તેમના અને તેમના ચિત્રમાં કોઈ અંતર નથી. તેમના અને તેમના સંબંધિત વિષયોમાં કોઈ અંતર નથી. કૃષ્ણ વિષે કઈ પણ લો તે કૃષ્ણ જ છે. આને નિરપેક્ષ જ્ઞાન કેહવાય છે. તો ક્યાં તો તમે કૃષ્ણના નામનો જપ કરો કે કૃષ્ણના રૂપની પૂજા કરો - બધુંજ કૃષ્ણ છે.

તો વિવિધ પ્રકારની ભક્તિમય સેવા છે.

શ્રવણમ કીર્તનમ વિષ્નો
સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ
સાખ્યમ આત્મનિવેદનમ
(શ્રી.ભા. ૭.૫.૨૩)

તમે માત્ર કૃષ્ણ વિષે સાંભળો. તે પણ કૃષ્ણ જ છે. જેમ કે અત્યારે આપણે કૃષ્ણના સંબંધમાં સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ સંભાળવું પણ કૃષ્ણ જ છે. આ છોકરાઓ અને છોકરીઓ, તેઓ જપ કરી રહ્યા છે. આ જપ પણ કૃષ્ણ જ છે. શ્રવણમ કીર્તનમ. પછી સ્મરણમ. જ્યારે તમે કૃષ્ણનો જપ કરો, જો તમે કૃષ્ણના ચિત્રનું સ્મરણ કરો, તે પણ કૃષ્ણ જ છે. કે તમે કૃષ્ણના ચિત્રને જુઓ. તે પણ કૃષ્ણ જ છે. તમે કૃષ્ણના વિગ્રહને જુઓ. તે પણ કૃષ્ણ જ છે. તમે કૃષ્ણ વિષે કઈ શીખો. તે પણ કૃષ્ણ જ છે. તો કોઈ પણ રીતે,

શ્રવણમ કીર્તનમ વિષ્નો
સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ
સાખ્યમ આત્મનિવેદનમ
(શ્રી.ભા. ૭.૫.૨૩)

નવ બાબતોમાંથી, કઈ પણ તમે સ્વીકાર કરો, તરતજ તમે કૃષ્ણનો સંપર્ક કરશો. તમે નવ વસ્તુઓને સ્વીકાર કરો, કે આઠ કે સાત કે છ કે પાંચ કે ચાર કે ત્રણ કે બે, ઓછામાં ઓછું એક, તમે દૃઢતાથી લેશો અને... ધારોકે આ કીર્તન. તેના માટે કોઈ ખર્ચ નથી કરવો પડતો. અમે સમસ્ત દુનિયામાં કીર્તન કરી રહ્યા છીએ. કોઈ પણ અમને સાંભળીને કીર્તન કરી શકશે. તેના માટે કોઈ ખર્ચ નથી કરવો પડતો. અને તમે જપ કરશો, તો તમને કઈ નુકશાન પણ થવાનું નથી. તો.. પણ તમે કરશો, તો તમે તરતજ કૃષ્ણનો સંપર્ક કરશો. તે લાભ છે. તરતજ. કારણ કે કૃષ્ણના નામ અને કૃષ્ણ વચ્ચે...

અભિન્નત્વન નામ નામીનો: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). આ વેદિક સાહિત્યના વર્ણન છે. અભિન્નત્વાન નામ નામીનો: નામ ચિંતામણી કૃષ્ણ. કૃષ્ણનું નામ ચિંતામણી છે. ચિંતામણી એટલે કે આધ્યાત્મિક. ચિંતામણી પ્રકર સદ્મષુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ (બ્ર.સં. ૫.૨૯). આ વૈદિક વર્ણનો છે. જ્યાં કૃષ્ણ વાસ કરે છે, તે જગ્યાનું વર્ણન થયું છે: ચિંતામણી પ્રકર સદ્મષુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીર અભીપાલયન્તમ (બ્ર.સં. ૫.૨૯). તો નામ, ભગવાન કૃષ્ણનું નામ, તે પણ ચિંતામણી, આધ્યાત્મિક છે. નામ ચિંતામણી કૃષ્ણ. તે સ્વયં કૃષ્ણ છે, વ્યક્તિ. નામ ચિંતામણી કૃષ્ણસ ચૈતન્ય (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). ચૈતન્ય એટલે કે મૃત નહીં, પણ જીવ. તમને નામ જપવાથી તેજ લાભ મળશે જે તમને કૃષ્ણ સાથે સાક્ષાત વાત કરવાથી મળશે. તે પણ શક્ય છે. પણ આનો ધીમે ધીમે સાક્ષાત્કાર થશે. નામ ચિંતામણી: કૃષ્ણસ ચૈતન્ય રસ વિગ્રહ: રસ વિગ્રહ એટલે કે આનંદ, બધા આનંદનો ભંડાર. જેમ, જેમ તમે હરે કૃષ્ણ નામનો જપ કરશો, તો ધીમે ધીમે તમને થોડોક દિવ્ય આનંદ મળશે. જેમ કે આ છોકરાઓ અને છોકરીઓ, જેમ કે કીર્તન કરતા, તેઓ આનંદમાં નાચે છે. કોઈ પણ તેમને અનુસરી નથી શકતા. પણ તેઓ પાગલ માણસો નથી, કે તેઓ કીર્તન કરે છે. વાસ્તવમાં, તેમને આનંદ મળે છે, દિવ્ય આનંદ. તેથી તેઓ નાચે છે. એવું નથી કે કુતરાનું નૃત્ય. ના. તે વાસ્તવમાં આધ્યાત્મિક નૃત્ય છે, આત્માનું નૃત્ય. તો.. તેથી તેમને રસ વિગ્રહ કેહવાય છે, આનંદનો સંગ્રહ.

નામ ચિંતામણી: કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). પૂર્ણ. એમ નથી કે કૃષ્ણથી એક ટકા ઓછુ. ના. સો ટકા કૃષ્ણ. પૂર્ણ. પૂર્ણ એટલે કે પૂરું. પૂર્ણ: શુદ્ધ: શુદ્ધ એટલે કે શુદ્ધ. આ ભૌતિક જગતમાં દોષ છે. ભૌતિક, કોઈ પણ નામનો તમે જપ કરો, કારણકે તે ભૌતિક રૂપે દૂષિત છે, તમે તેને લાંબા સમય સુધી ચલાવી ના શકો. તે બીજો અનુભવ છે. પણ આ હરે કૃષ્ણ મહામંત્ર, તમે ચોવીસ કલાક પણ જપ કરશો, તો પણ તમને ક્યારેય થાક નહીં લાગે. આ પરીક્ષા છે. તમે જપ કરતા જાવ. આ છોકરાઓ ચોવીસ કલાક જાપ કરી શકે છે, કઈ પણ ખાઈ કે પીધા વગર. તે એટલું સરસ છે. કારણ કે તે પૂર્ણ છે, આધ્યાત્મિક, શુદ્ધ. શુદ્ધ એટલે કે શુદ્ધ. ભૌતિકતાથી દૂષિત નથી. ભૌતિક આનંદ, કોઈ પણ આનંદ. આ ભૌતિક જગતમાં સૌથી શ્રેષ્ઠ આનંદ મૈથુન છે. પણ ચોવીસો કલાક તમે તેનો આનંદ નથી લઇ શકતા. તે સંભવ નથી. તમે તેને થોડા સમય માટે જ ભોગ કરી શકશો. બસ. તમને ભોગ કરવા માટે બળ આપવા માં આવે તો પણ તમે તેને ત્યાગી દેશો: "ના. હવે નહીં." આ ભૌતિક છે. પણ આધ્યાત્મિક એટલે તેનો કોઈ પણ અંત નથી. તમે હમેશ માટે, સદા ચોવીસ કલાક તેનો ભોગ કરી શકશો. તેને આધ્યાત્મિક આનંદ કેહવાય છે. બ્રહ્મ સૌખ્યમ અનંતમ (શ્રી.ભા. ૫.૫.૧). અનંતમ. અનંતમ મતલબ જેનો કોઈ પણ અંત નથી.