GU/Prabhupada 0046 - તમે પશુ ના બનો - પ્રતિકાર કરો



Morning Walk -- May 28, 1974, Rome

યોગેશ્વર: તે ગયો તે પેહલા, ભગવાન મને પ્રશ્નોની એક સૂચી આપી ગયો.શું હું તમને કઈ પૂછી શકું છું?

પ્રભુપાદ: હા.

યોગેશ્વર: એક મુશ્કેલી કે જે વારંવાર થાય છે તે છે આતંકવાદીઓનું પ્રકટ થવું, મતલબ, કે મનુષ્ય જે કોઈ રાજકારણ સંબંધિત, વધારે પડતું રાજકારણ સંબંધિત, પ્રેરિત હોય.

પ્રભુપાદ: હા, આખો મૂળ સિદ્ધાંત મે તમને પહેલા જ સમજાવ્યો છે. કારણ કે તેઓ પશુઓ છે, તો કોઈક વાર જંગલી જાનવર. બસ તેટલું જ. પશુ, વિવિધ પ્રકારોના પશુઓ હોય છે. વાઘો અને સિંહો, તેઓ હિંસક જંગલી જાનવર છે. પણ તમે પશુઓના સમાજમાં રહો છો. તો પશુઓના સમાજમાં, કોઈ બીજો પશુ જે ખુબજ હિંસક બને છે, તે વધારે આશ્ચર્ય પડતું નથી. વાસ્તવમાં, તમે તો પશુઓના સમાજમાં રહો છો. તો તમે માનવ બનો, આદર્શ. તે એક માત્ર ઉકેલ છે. આપણે પહેલા જ ઘોષણા કરી દીધી છે, કે આ પશુનો સમાજ છે. જો કોઈ જંગલી જનાવર આવી જાય, તો આશ્ચર્ય ક્યાં છે? આખરમાં, તે પશુનો સમાજ છે. ભલે એક વાઘ આવે કે હાથી આવે, તેઓ બધા પશુઓ જ છે. પણ તમે પશુ ના બનો. તમે પ્રતિકાર કરો. તેની જરૂર છે. એક મનુષ્યને સમજવાની શક્તિવાળો પશુ કેહવાય છે. જો તમે સમજશક્તિ સુધી પહોંચો, તેની જરૂર છે. જો તમે એક પશુ રેહશો, એક બીજા પ્રકારનો પશુ, તે તમને મદદ નહીં કરે. તમારે વાસ્તવમાં માનવ બનવું પડશે. પણ, દુર્લભમ માનુષમ જન્મ તદ અપિ અધ્રુવમ અર્થદમ (શ્રી.ભા. ૭.૬.૧).

આ લોકોને જીવનનું કોઈ લક્ષ્ય નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે..., તેઓ જાણતા નથી. તો તેમના આ જંગલી લક્ષણો, આ રીતે અને બીજી રીતે તેમ ગોઠવી રહ્યા છે. જેમ કે તેઓ નગ્ન નૃત્ય જોવા માટે જાય છે. જંગલી લક્ષણ, રોજ તે પોતાના પત્નીને નગ્ન જુએ છે. અને છતાં તે નગ્ન નૃત્ય જોવા માટે જાય છે, અને થોડી રકમ ભરે છે. કારણકે તેમને આ જંગલીવેડા વગર બીજું કાર્ય નથી. એવું નથી? તો બીજી સ્ત્રીને નગ્ન જોવા માટે જવાનો શું મતલબ છે? તમે દર રોજ, દર રાત્રે, તમારા પત્નીને નગ્ન જુઓ છો. કેમ તમે... કારણકે તેમને બીજી કોઈ પ્રવૃત્તિ નથી. પશુઓ. પુનઃ પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). કુતરાને ખબર નથી હોતી કે સ્વાદ શું છે. તે માત્ર હાડકાને, આ રીતે અને બીજી રીતે, તેમ ચાવે છે. કારણ કે તે પશુ છે. તેને બીજું કઈ કાર્ય નથી હોતું. તો આખો સમાજ પશુઓનો છે. ખાસ કરીને પાશ્ચાતીઓ. અને તેઓએ આ જંગલી લક્ષણોના આધાર ઉપર એક આખી સભ્યતાને સ્થાપિત કરી છે. મતલબ "હું આ દેહ છું અને મારા જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ મારા ઇન્દ્રિયોને તૃપ્ત કરવું તે છે." આ પશુતા છે. "હું આ દેહ છું." દેહ એટલે કે ઇન્દ્રિય. "અને ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવું તે જીવનની સર્વોચ્ચ પૂર્ણતા છે." આ તેમની સભ્યતા છે.

તો તમારે વાસ્તવિક માનવ સભ્યતાને પ્રસ્તુત કરવી પડશે. તમને આશ્ચર્ય નહીં પામવું જોઈએ કે એક પશુ, વિવિધ રૂપોમાં, વિવિધ ક્ષમતામાં, બહાર આવે છે. આખરમાં, તે પશુ છે. મૂળ સિદ્ધાંત પશુતા છે. કારણકે તે એમ વિચારે છે, "હું આ શરીર છું..." જેમ એક કુતરો વિચારે છે, "હું એક કુતરો છું, નીડર અને મજબૂત કુતરો," તો બીજો માણસ એમ વિચારે છે કે, "હું એક મોટું રાષ્ટ્ર છું." પણ મૂળ સિદ્ધાંત શું છે? કુતરો પણ તેના દેહના આધાર પર જ વિચારે છે, અને આ મોટુ રાષ્ટ્ર પણ તેના દેહના આધાર પર જ વિચારે છે. તો આ કુતરા અને મોટા રાષ્ટ્રની વચ્ચે કોઈ પણ અંતર નથી. એક જ અંતર છે કે માણસને પ્રકૃતિની કૃપાથી વધારે સરસ ઇન્દ્રિય છે. અને તેની પાસે કોઈ પણ સામર્થ્ય નથી, કે તેના પાસે જ્ઞાન નથી કેવી રીતે વધારે ક્ષમતાવાળી ઇન્દ્રિયોનો સદુપયોગ કરવો, કેવી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરવી અને આ ભૌતિક જગતથી બહાર નીકળવું. તેની તેને કોઈ સમજ નથી. તે પોતાની વિકસિત બુદ્ધિને માત્ર પશુતા માટે વાપરે છે. આ તેનો અર્થ છે. તેને કોઈ જ્ઞાન નથી કેવી રીતે તેની ઉચ્ચ બુદ્ધિનો ઉપયોગ કરવો. તેથી તે તેને માત્ર પશુતામાં વાપરે છે. અને સમસ્ત દુનિયાના લોકો, જ્યારે તે પાશ્ચાતી લોકોને જુએ છે, "તેઓ વિકસિત છે." તે શું છે? પશુતામાં વિકસિત. મૂળ સિદ્ધાંત રહે છે પશુતા. તેઓ આશ્ચર્યચકિત થાય છે. તેઓ પણ અનુકરણ કરે છે. તેથી તે પશુતા, પશુઓની સભ્યતાનો વિસ્તાર કરે છે. હવે આપણે માનવ સભ્યતાના લાભ માટે પ્રતિકાર કરવો પડશે.