GU/Prabhupada 0053 - સૌ પ્રથમ આપણે સાંભળવું પડે
Lecture on SB 2.1.5 -- Delhi, November 8, 1973
તો આપણે પણ પ્રકૃતિ છીએ. આપણે પણ ભગવાનની શક્તિ છીએ. અને કારણકે આપણે આ ભૌતિક પદાર્થોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આ ભૌતિક વસ્તુઓની કિંમત છે. નહીતો, તેની કોઈ પણ કિંમત નથી, શૂન્ય. પણ આપણું કાર્ય છે કે.. તે અહી બતાવેલ છે, કે કારણકે અત્યારે આપણે આ જડ વસ્તુમાં બદ્ધ છીએ.. આ જડ વસ્તુ આપણું કાર્ય નથી. આપણું એક જ કામ છે કેવી રીતે આ જડ વસ્તુથી બાહર નીકળવું. તે આપણું સાચું કાર્ય છે. જો તમારે તે કાર્ય કરવું છે, તો તેની શિક્ષા અહી છે. તે શું છે? શ્રોતવ્ય: કિર્તીતવ્યશ ચ જ્યા સુધી તમે સાંભળો નહીં, ત્યાં સુધી તમે તમારી સ્થિતિને કેવી રીતે સમજી શકો? જ્યારે તમે ભગવાન કૃષ્ણને સમજશો, અને તે સમજશો કે તમે અંશ છો ભગવાનના, અથવા કૃષ્ણના, ત્યારે તમે તમારી સ્થિતિને સમજી શકશો: "ઓહ, આપણે ભગવાનના અંશમાત્ર છીએ." કૃષ્ણ પૂર્ણ પુરુષ છે, ષડ ઐશ્વ્યર્ય પૂર્ણમ, બધા ઐશ્વર્યોથી સંપન્ન. જેમ કે એક ગાંડો દીકરો શેરીમાં ભટકી રહ્યો હતો, જ્યારે તે સારી બુદ્ધિથી સમજશે કે, "મારા પિતા આટલા ધનવાન છે, આટલા શક્તિશાળી છે, અને કેમ હું શેરીમાં ગાંડા વ્યક્તિની જેમ ભટકી રહ્યો છું? મારી પાસે કોઈ આહાર નથી, કોઈ શરણ નથી. હું બારણે બારણે જાઉં છું અને ભીખ માગું છું," ત્યારે તે તેની ચેતનામાં આવે છે. તેને કેહવાય છે બ્રહ્મભૂત (ભ.ગી. ૧૮.૫૪) સ્તર. "ઓહ, હું, હું આ જડ પદાર્થ નથી. હું આત્મા છું, ભગવાનનો અભિન્ન અંશ છું, ઓહ." તે ચેતના છે.
તે ચેતનાને અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લોકો માટે આ શ્રેષ્ટ કલ્યાણકારી સેવા છે, તેની ખોવાઈ ગયેલી ચેતનાને ફરી જાગૃત કરવી. તે મૂર્ખતામાં એમ વિચારે છે કે "હું આ ભૌતિક પદાર્થનું ઉત્પાદન છું, અને મારે આ ભૌતિક જગતમાં મારી વસ્તુઓને વ્યવસ્થિત રાખવી જ પડશે." આ મૂર્ખતા છે. સાચી બુદ્ધિ છે બ્રહ્મભૂત, અહમ બ્રહ્માસ્મિ. અહં બ્રહ્માસ્મિ "હું ભગવાનનો અભિન્ન અંશ છું. ભગવાન પરમ બ્રહ્મ છે. હું અંશમાત્ર હોવાથી.." જેમ કે સોનાનો અંશ, સોનાની ખાણ, તે નાની કાનની બુટ્ટી હોઈ શકે છે, પણ તે પણ સોનું છે. તેવી જ રીતે, સમુદ્રજળનું નાનું બુંદ પણ તેજ ગુણનું છે, ખારું. તેવી જ રીતે, આપણે ભગવાનના અંશ હોવાથી, આપણે પણ તેજ ગુણ છે. ગુણાત્મક રીતે, આપણે એક જ છીએ. આપણે પ્રેમ કરવા પાછળ આટલા કેમ દોડી રહ્યા છીએ? કારણકે કૃષ્ણમાં પ્રેમ છે. આપણે અહી રાધાકૃષ્ણની અર્ચના કરી રહ્યા છીએ. મૂળ રૂપે પ્રેમ છે. તેથી, આપણે ભગવાનના અંશ હોવાથી, આપણે પણ પ્રેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક પુરુષ બીજી સ્ત્રીને પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે, અને સ્ત્રી બીજા પુરુષને પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે. તે સ્વાભાવિક છે. તે કૃત્રિમ નથી. પણ તે આ ભૌતિક આવરણથી વિકૃત છે. તે ખામી છે. જ્યારે આપણે આ ભૌતિક આવરણથી મુક્ત થઈ જશું, ત્યારે આપણે ગુણાત્મક રીતે આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧૧.૨), તેવા જ આનંદમય...જેમ કૃષ્ણ હમેશા નૃત્ય કરે છે... કૃષ્ણ તમને ક્યારેય જોવા નહીં મળે... તમે કૃષ્ણનું ચિત્ર જોયું હશે. તે કાલીયા નાગ સાથે લડતા હતા. તેઓ નૃત્ય કરે છે. તે નાગથી ભયભીત નથી. તેઓ નાચે છે. જે પ્રકારથી તેઓ રાસલીલામાં નાચે છે, તેવી જ રીતે, તેઓ નાગ સાથે નૃત્ય કરે છે. કારણ કે તેઓ આનન્દમયો અભ્યાસાત છે. તેઓ આનંદમય છે, સદૈવ આનંદમાં. હમેશા. તમે કૃષ્ણને જોશો.. કૃષ્ણ.. જેમ કે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યું છે. કૃષ્ણ આનંદમાં છે. અર્જુન એટલે ઉદાસ છે કારણ કે તે જીવ છે, પણ તેઓ ઉદાસ નથી. તેઓ આનંદમાં છે. તે ભગવાનનો સ્વભાવ છે. આનંદમય અભ્યાસાત. બ્રહ્મસૂત્રમાં આ સૂત્ર છે, કે "ભગવાન આનંદમય છે, હમેશ માટે આનંદમાં, હમેશા પ્રસન્ન. તો તમે પણ પ્રસન્ન બની શકો છો જ્યારે તમે ભગવદ ધામ જાઓ. તે આપણી સમસ્યા છે.
તેથી આપણે ત્યાં કેવી રીતે જઈ શકશું? પેહલી વાત છે કે આપણે સંભાળવું જોઈએ. શ્રોતવ્ય: બસ સાંભળવાનો પ્રયત્ન કરો કે ભગવાન શું છે, તેમનું રાજ્ય શું છે, કેવી રીતે તેઓ કાર્ય કરે છે, કેવી રીતે તેઓ પ્રસન્ન છે. આ વસ્તુઓને સંભાળવાની જરૂર છે. શ્રવણમ. ત્યારે જેવુ તમે આશ્વસ્ત થશો, "ઓહ, ભગવાન કેટલા સરસ છે," ત્યારે તમે આ સંદેશને આખી દુનિયામાં પ્રચાર કરવા માટે આતુર થશો. આ કીર્તનમ છે. આ કીર્તનમ છે.