GU/Prabhupada 0054 - બધા કૃષ્ણને માત્ર કષ્ટ આપે છે
તો માયાવાદી સાબિત કરવા માગે છે કે પરમ સત્ય નિરાકાર છે. તો કૃષ્ણ તમને બુદ્ધિ આપે છે: "હા, તો તમે પ્રસ્તુત કરો. આ તર્કને પ્રસ્તુત કરો, આ તર્ક, તે તર્ક." તેવી જ રીતે, કૃષ્ણ આપે છે.. એક બંગાળી કહેવત છે કેવી રીતે ભગવાન કાર્ય કરે છે, કે એક માણસ, એક ગૃહસ્થ ભગવાનને પ્રાર્થના કરે છે, "મારા પ્રિય સ્વામી, આજે રાત્રે મારા ઘરમાં કોઈ પણ ચોરી ન થવા દો. કૃપા કરીને મારી રક્ષા કરજો." તો એક માણસ આમ પ્રાર્થના કરે છે, આવી રીતે પ્રાર્થના કરે છે. બીજો માણસ, ચોર, એવી પ્રાર્થના કરે છે, "મારા પ્રિય ભગવાન, આજે રાત્રે હું તે ઘર માં ચોરી કરીશ. કૃપા કરીને મને કઈ મળે તેમ મદદ કરજો." ત્યારે, હવે કૃષ્ણની પરિસ્થિતિ શું છે? (હાસ્ય) કૃષ્ણ બધાના હૃદયમાં છે. તેથી કૃષ્ણને ઘણી બધી પ્રાર્થનાઓ સંતુષ્ટ કરવી પડે છે. ચોર અને લુંટેરો અને ગૃહસ્થી, ઘણી બધી પ્રાર્થનાઓ. તો કૃષ્ણની વ્યવસ્થા.. પણ તે છતાં... આ કૃષ્ણની બુદ્ધિ છે, કેવી રીતે તેઓ વ્યવસ્થા કરે છે. તેઓ બધાને સ્વતંત્રતા આપે છે. અને બધાને સગવડો આપે છે, પણ છતાં તેઓ પરેશાન છે. તેથી કૃષ્ણ તેમના ભક્તોને શિખામણ આપે છે કે, "કોઈ પણ યોજના ન બનાવો. તું ધૂર્ત, તું મુર્ખ, તું મને સમસ્યાઓ ન આપ (હાસ્ય). કૃપા કરીને મને શરણાગત થઇ જા. બસ તું મારા યોજના મુજબ ચાલ; તું સુખી રહીશ. તું યોજના બનાવે છે, તું દુઃખી છે; હું પણ દુઃખી છું. (હાસ્ય) હું પણ દુઃખી છું. તો ઘણી બધી યોજનાઓ રોજ આવે છે, અને મારે તે બધી પૂરી કરવી પડે છે." પણ તેઓ દયાળુ છે. જો કોઈ... યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ ....(ભ.ગી. ૪.૧૧).
તો કૃષ્ણના ભક્ત સિવાય, બધાજ કૃષ્ણને માત્ર કષ્ટ આપે છે, કષ્ટ, કષ્ટ, કષ્ટ. તેથી, તેમને દુષ્કૃતિના કેહવાય છે. દુષ્કૃતિના, સૌથી દુર્જન, દુર્જન લોકો. કોઈ પણ યોજના ન બનાવો. કૃષ્ણની યોજનાને સ્વીકારો. નહીં તો તે માત્ર કૃષ્ણને કષ્ટ આપશે. તેથી, એક ભક્ત પોતાના પાલન માટે પણ પ્રાર્થના નથી કરતો. તે શુદ્ધ ભક્ત છે. તે કૃષ્ણને પોતાના પાલન માટે પણ કષ્ટ નથી આપતો. જો તેની પાસે કોઈ પાલન હોય, તો તે કષ્ટ ભોગવશે, ભૂખ્યો રહેશે, છતાં તે કૃષ્ણની પાસે માંગશે નહીં. "કૃષ્ણ, હું બહુ ભૂખ્યો છું. મને થોડું ભોજન આપો." બેશક, કૃષ્ણ તેમના ભક્ત માટે સતર્ક છે, પણ ભક્તનો સિદ્ધાંત છે કે કૃષ્ણની સમક્ષ કોઈ પણ યોજના ન મૂકવી. કૃષ્ણને કરવા દો. આપણે માત્ર કૃષ્ણની યોજના મુજબ કાર્ય કરવાનું છે.
તો આપણી યોજના શું છે? આપણી યોજના છે, કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). મનમના ભવ મદભક્તો મદ્યાજી. તો આપણી યોજના એજ વસ્તુ છે. આપણે માત્ર કૃષ્ણ માટે પ્રચાર કરી રહ્યા છીએ, કે "તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો." આપણે આપણું ઉદાહરણ બતાવવાનું છે, કેવી રીતે આપણે કૃષ્ણ ભાવનાભાવિત બની રહ્યા છે, કેવી રીતે આપણે કૃષ્ણની અર્ચના કરીએ છીએ, કેવી રીતે આપણે શેરીમાં જઈએ છીએ, કૃષ્ણના નામના કીર્તન માટે, દિવ્ય નામ. હવે આપણે કૃષ્ણના પ્રસાદનું વિતરણ કરી રહ્યા છીએ. જેટલું બને તેટલું, આપણું કર્તવ્ય છે કે લોકોને બતાવવું કેવી રીતે તે કૃષ્ણ ભાવનાભાવિત બની શકે. બસ તેટલું જ. તે કારણ માટે, તમે તમારી યોજના બનાવી શકો છો. કારણ કે તે કૃષ્ણની યોજના છે. પણ તે પણ કૃષ્ણ દ્વારા મંજૂર હોવું જોઈએ. તમે તમારી પોતાની, માનસિક તર્કથી બનાવેલી, યોજના ન બનાવો. તેથી, તમને માર્ગદર્શન આપવા માટે, કૃષ્ણના પ્રતિનિધિની જરૂર છે. તે ગુરુ છે.
તો એક મોટી યોજના છે અને મોટી વ્યવસ્થા છે. તેથી આપણે મહાજનોના પદચિહ્નોનું અનુસરણ કરવાનું છે. જેમ અહી કહેલું છે, દ્વાદશૈતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભતા: તેમણે કહ્યું, "આપણે, કૃષ્ણના પ્રતીનીધીયો, પસંદગી પામેલા મહાજનો, આપણને ખબર છે ભાગવત ધર્મ શું છે, કૃષ્ણ ધર્મ શું છે." દ્વાદશ. દ્વાદશ. દ્વાદશ એટલે બાર નામ, ઉપર્યુક્ત... (શ્રી.ભા. ૬.૩.૨૦). મેં સમજાવ્યું છે. તો યમરાજે કહ્યું, "ફક્ત આપણે, આ બાર વ્યક્તિઓ, કૃષ્ણના પ્રતિનિધિઓ, અમે જાણીએ છે કે ભાગવત ધર્મ શું છે." દ્વાદશૈતે વિજાનીમ:. વિજાનીમ: એટલે "અમે જાણીએ છીએ." ધર્મમ ભાગવતમ ભતા:, ગુહ્યમ વિશુદ્ધમ દુર્બોધમ યમ જ્ઞાત્વામૃતમ અશ્નુતે. "આપણને ખબર છે." તેથી તેની સલાહ આપવામાં આવી છે, મહાજનો યેન ગતઃ સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આ મહાજનો, જેમ તેમણે બતાવ્યું છે, તે સાચો માર્ગ છે કૃષ્ણને સમજવા માટે, કે આધ્યાત્મિક મુક્તિ માટે.
તો આપણે બ્રહ્મ-સંપ્રદાયને અનુસરી રહ્યા છીએ, પહેલા, સ્વયંભુ. બ્રહ્મા. બ્રહ્મા, પછી નારદ, નારદથી, વ્યાસદેવ. આ રીતે, મધ્વાચાર્ય, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, આ રીતે. તો આજે, કારણ કે આપણે પદચિહ્નોનું અનુસરણ કરી રહ્યા છીએ શ્રી ભક્તીસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદના, તો આ છે, આજે તેમની આવિર્ભાવ તિથી છે. તો આપણે આ તિથીને ખુબજ આદરથી ઉજવવી જોઈએ, અને શ્રીલ ભક્તીસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીને પ્રાર્થના કરવી જોઈએ કે, "અમે તમારી સેવામાં જોડાયેલા છે. તો અમને શક્તિ આપો, અમને બુદ્ધિ આપો. અને અમે તમારા સેવક દ્વારા નિર્દિષ્ટ છીએ." તો આ રીતે આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને મારા મુજબ સાંજે આપણે પ્રસાદ વિતરણ કરીશું.