GU/Prabhupada 0067 - ગોસ્વામીઓ માત્ર ૨ કલાક ઊંઘતા



Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974

તો જેટલું પણ કૃષ્ણ ભાવનામૃત આગળ વધે છે, તે શ્રી ચૈતન્ય મહાપ્રભુની ઉદાર કૃપાના કારણે છે કલિયુગના આ દુઃખી દીન જનો માટે. નહીતો, કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ સરળ વસ્તુ નથી, તે સરળ નથી. તો જે લોકોને કૃષ્ણ ભાવનાભાવિત બનવાનો અવસર મળે છે, શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, તેમણે આ તકને ખોવી ના જોઈએ. તે આત્મઘાતક હશે. પતિત ન થાઓ. તે ખુબજ સરળ છે. માત્ર હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને, હમેશા નહીં, ચોવીસ કલાક, જો કે ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે, કિર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. ૧૭.૩૧), હમેશા જપ કરો. તે સિદ્ધાંત છે. પણ આપણે તેમ નથી કરી શકતા કારણ કે આપણે કલિયુગની અસરથી એટલા બધા પ્રભાવિત છીએ. તો ઓછામાં ઓછી સોળ માળા. આને તમે ચૂકતા નહીં. આને તમે ચૂકતા નહીં. શું મુશ્કેલી છે, સોળ માળા? વધારે થી વધારે બે કલાક લાગશે. તમારી પાસે ચોવીસ કલાક છે. તમારે ઊંઘવું છે; ઠીક છે, ઊંઘો, દસ કલાક ઊંઘો. તેની ભલામણ થઇ નથી. છ કલાક કરતા વધારે ઊંઘશો નહીં. પણ તેમને ઊંઘવું છે. તેમને ચોવીસ કલાક માટે ઊંઘવું છે. તે કલિયુગમાં તેમની ઈચ્છા છે. પણ,નહીં. તો પછી તમે સમય બગાડશો. આહાર, નિદ્રા, મૈથુન અને રક્ષણને ઓછુ કરો. જ્યારે તે શૂન્ય થઇ જશે, તે સિદ્ધિ છે.

કારણકે તે શારીરિક જરૂરીયાતો છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન તે શારીરિક જરૂરીયાતો છે. પણ હું આ શરીર નથી. દેહીનો'અસ્મિન યથા દેહે કૌમારમ... (ભ.ગી. ૨.૧૩). તો તે સાક્ષાત્કારને સમય લાગશે. પણ જ્યારે આપણે વાસ્તવમાં કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધીએ છીએ, આપણે આપણું કર્તવ્ય જાણવું જ જોઈએ. નિદ્રા છ કલાકથી વધારે નહીં. વધારે થી વધારે આઠ કલાક, જે લોકો નિયંત્રણ નથી કરી શકતા તેમના માટે. પણ દસ કલાક, બાર કલાક, ચૌદ કલાક, પંદર કલાક નહીં. નહીં તો પછી શું મતલબ છે...? કોઈ એક ઉન્નત ભક્તને જોવા માટે ગયો હતો, અને તે નવ વાગ્યા સુધી સુતો હતો. અને તે ઉન્નત ભક્ત છે. હે? એવું નથી? તો શું છે..? તે કેવો ભક્ત છે? ભક્તે દિવસમાં વેહલું ઉઠવું જોઈએ, ચાર વાગ્યા સુધીમાં. અને પાંચ વાગ્યા સુધીમાં, તેણે સ્નાન અને બીજા બધા કાર્યો સમાપ્ત કરી લેવા જ જોઈએ. પછી તે જપ કરશે અને બીજા ઘણા બધા... ચોવીસ કલાક કાર્યો હોવા જોઈએ. તો ઊંઘવું સારું નથી. ગોસ્વામીઓ બે કલાક માટે જ ઊંઘતા હતા. હું પણ રાત્રે પુસ્તક લખું છું, અને હું પણ ઉંઘું છું, પણ ત્રણ કલાક કરતા વધારે નહીં. પણ હું પણ કોઈક વાર ઉંઘું છું, થોડુક વધારે. એવું નથી કે... હું ગોસ્વામીઓનું અનુકરણ નથી કરતો. તે શક્ય નથી. પણ જેટલું સંભવ હોય તેટલું, તો બધાએ જતું કરવું જોઈએ. અને ઊંઘ જતી કરવી મતલબ જો આપણે ઓછું ભોજન લઈશું, તો આપણે ઊંઘ જતી કરીશું. આહાર, નિદ્રા. આહાર પછી નિદ્રા છે. તો આપણે વધારે ભોજન કરીશું, તો વધારે ઊંઘ. જો આપણે ઓછું ભોજન કરીશું, તો ઓછી ઊંઘ. આહાર, નિદ્રા અને મૈથુન. મૈથુનથી પણ બચવું જોઈએ. તે એક મહાન શિક્ષણ છે. મૈથુન જીવનથી જેટલું સંભવ તેટલું બચવું જોઈએ. તેથી આપણી પાસે તે નિયમ છે: "અવૈધ યૌન સંબંધ નહીં." મૈથુન જીવન, અમે કહેતા નથી, "તમે તે ના કરી શકો." કોઈ પણ તે પાલન ના કરી શકે. તેથી મૈથુન જીવન એટલે કે વિવાહિત જીવન, થોડી છૂટછાટ. થોડી પરવાનગી, "ઠીક છે, તમે આ રજા લો". પણ અવૈધ યૌન સંબંધ નહીં. નહીં તો તમે કદી પણ નહીં કરી શકો.

તો આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને રક્ષણ. આપણે કેટલી બધી રીતે રક્ષણ કરીએ છીએ, પણ છતાં યુદ્ધ છે, અને ભૌતિક પ્રકૃતિનો પ્રભાવ... તમારૂ રાષ્ટ્ર એટલી સરસ રીતે રક્ષણ કરે છે, પણ હવે પેટ્રોલ લઈ લેવામાં આવ્યું છે. તમે રક્ષણ ના કરી શકો. તેવી જ રીતે, બધું કોઈ પણ ક્ષણે લેવાઈ જવામાં આવી શકે છે. તો રક્ષણ માટે કૃષ્ણ ઉપર આધાર રાખો. અવશ્ય રક્ષીબે કૃષ્ણ. આને કેહવાય છે શરણાગતિ. શરણાગતિ એટલે કે... કૃષ્ણ કહે છે "તું મને શરણાગત થા," સર્વ ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬). તો ચાલો આને માનીએ, કે "કૃષ્ણ આપણને શરણાગત થવા માટે કહે છે. મને શરણાગત થવા દો. તેઓ સંકટમાં રક્ષણ કરશે જ." તેને કેહવાય છે શરણાગતિ.