GU/Prabhupada 0068 - દરેક વ્યક્તિએ કાર્ય કરવું પડે છે
Lecture on SB 6.1.45 -- Laguna Beach, July 26, 1975
નીતાઈ: "આ જીવનમાં, કોઈ પણ વ્યક્તિ તેના વિવિધ પ્રકારના કર્મના પ્રમાણે, ધાર્મિક કે અધાર્મિક, જેમ તે આવતા જન્મમાં પણ થવાના છે, તેજ વ્યક્તિ તેજ પ્રમાણે, તેજ પ્રકારના, તેના કર્મના સારા કે ખરાબ ફળ તેણે ભોગવવા પડશે."
પ્રભુપાદ:
- યેન યાવાન યથાધર્મો
- ધર્મો વેહ સમીહિતઃ
- સ એવ તત ફલમ ભૂંક્તે
- તથા તાવદ અમૂત્ર વૈ
- (શ્રી.ભા. ૬.૧.૪૫)
તો પાછલા શ્લોકમાં આપણે ચર્ચા કરી હતી, દેહવાન ના હી અકર્મકૃત. જેને પણ આ ભૌતિક શરીર મળ્યું છે, તેણે કર્મ કરવું પડે છે. દરેક વ્યક્તિએ કર્મ કરવું પડે છે. આધ્યાત્મિક શરીરમાં પણ તમારે કાર્ય કરવું પડે છે. ભૌતિક શરીરમાં પણ તમારે કાર્ય કરવું પડે છે. કારણ કે કર્મનો સિદ્ધાંત-તત્ત્વ આત્મા છે - આત્મા જીવ શક્તિ છે - તેથી તે વ્યસ્ત છે. જીવિત શરીર એટલે કે હલન ચલન. કર્મ છે. તે શાંતિથી બેસી ના શકે. ભગવદ ગીતામાં કહ્યું છે, "એક ક્ષણ માટે પણ તે કામ કર્યા વગર બેસી નથી શકતો." તે જીવનું લક્ષણ છે. તો આ કર્મ ચોક્કસ પ્રકારના શરીરના મુજબ ચાલી રહ્યું છે. કુતરો પણ દોડે છે, અને એક માણસ પણ દોડે છે. પણ એક માણસ એમ વિચારે છે કે તે ખુબજ સભ્ય છે કારણ કે તે મોટરકાર પર દોડે છે. બંને દોડે છે, પણ માણસને એક ચોક્કસ પ્રકારનો દેહ મળ્યો છે જેનાથી તે એક વાહન કે સાઈકલ બનાવી શકે, અને તેના પર દોડી શકે. તે વિચારે છે કે "હું કુતરા કરતા વધારે ગતિમાં દોડું છું; તેથી હું સભ્ય છું. આ આધુનિક માનસિકતા છે. તે જાણતો નથી કે શું અંતર છે દોડવામાં પચાસ માઈલની ગતિથી કે પાંચ માઈલની ગતિથી કે પાંચસો માઈલની ગતિથી કે પાંચ હજાર માઈલની ગતિથી કે પચાસ લાખ માઇલની ગતિથી. આકાશ અનંત છે. જે પણ ગતિ તમે શોધશો, તે અપૂરતું છે. છતાં અપૂરતું.
તો આ જીવન નથી, કે "કારણકે હું કુતરાની ગતિથી વધારે દોડી શકું છું, હું સભ્ય છું."
- પન્થાસ તુ કોટી શત વત્સર સમ્પ્રગમ્યો
- વાયોર અથાપી મનસો મુની-પુન્ગવાનામ
- સો અપિ અસ્તિ પ્રપદ-સિમન્ય અવિન્ચિત્ય-તત્ત્વે
- ગોવિન્દમ આદિપુરુષમ તમ અહમ ભજામી
- (બ્ર.સં. ૫.૩૪)
આપણી ગતિ. શેના માટે ગતિ? કારણકે આપણે એક ચોક્કસ લક્ષ્ય પર પહોંચવું છે, તે તેની ગતિ છે. તો વાસ્તવિક લક્ષ્ય છે ગોવિંદ, વિષ્ણુ. અને ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુ. તેઓ વિવિધ ગતિથી દોડી રહ્યા છે, પણ તેમને ખબર નથી કે લક્ષ્ય શું છે. અમારા દેશના એક મહાન કવિ, રબીન્દ્રનાથ ટાગોર, તેમણે એક લેખ લખ્યો હતો - મે વાચ્યો હતો - જ્યારે તેઓ લંડનમાં હતા. તો તમારા દેશમાં, પાશ્ચાત્ય દેશોમાં, મોટોરકાર, બહુ તેજ ગતિથી દોડે છે. તો રબીન્દ્રનાથ ટાગોર, તેઓ કવિ હતા. તેઓ વિચારતા હતા કે "આ અંગ્રેજોનો દેશ આટલો નાનો છે અને તેઓ આટલી તેજ ગતિથી દોડે છે કે તેઓ સમુદ્રમાં પડી જશે." તેમણે આવી ટિપ્પણી કરી હતી. તેઓ આટલું ઝડપી ગતિથી કેમ દોડી રહ્યા છે? તો તેવી જ રીતે, આપણે એટલી ઝડપી ગતિથી દોડી રહ્યા છે નરકમાં જવા માટે. તે આપણી સ્થિતિ છે, કારણકે આપણને ખબર નથી કે લક્ષ્ય શું છે. જો મને ખબર નથી કે લક્ષ્ય શું છે અને હું ઝડપી ગતિથી મારી ગાડીને ચલાવું તો શું પરિણામ આવશે? પરિણામ એક દુર્ઘટના હશે. આપણને ખબર હોવી જ જોઈએ કે આપણે કેમ દોડી રહ્યા છીએ. જેમ કે નદી મહાન લહેરથી પ્રવાહ કરે છે, પણ તેનું અંતિમ લક્ષ્ય સમુદ્ર છે. જ્યારે નદી સમુદ્ર પાસે આવશે, ત્યારે લક્ષ્યને પહોંચી ગઈ છે. તો તેવી જ રીતે, આપણે જાણવું જોઈએ કે આપણું લક્ષ્ય શું છે. લક્ષ્ય છે વિષ્ણુ, ભગવાન. આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ. આપણે... એક યા બીજી રીતે, આપણે આ ભૌતિક જગતમાં આવી પડ્યા છીએ. તેથી આપણા જીવનનું લક્ષ્ય હશે પાછા ભગવદધામ જવું. તે આપણું લક્ષ્ય છે. બીજું કોઈ લક્ષ્ય નથી. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શીખડાવે છે કે "તમે તમારા જીવનનું લક્ષ્ય દ્રઢ બનાવી લો." અને જીવનનું લક્ષ્ય શું છે? "ભગવદધામ જવું. તમે આ બાજુ જાઓ છો, વિરુદ્ધ બાજુએ, નર્ક તરફ. તે તમારું લક્ષ્ય નથી. તમે આ બાજુ જાઓ, ભગવદ ધામ." તે આપણો પ્રચાર છે.