GU/Prabhupada 0086 - કેમ અસમાનતાઓ છે



Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970

આપણને કેમ જુદા-જુદા વ્યક્તિત્વ જોવા મળે છે? જો તે વાત્ત, પિત્ત અને કફનું સંયોજન છે, તો શા માટે તેઓ એકસરખા નથી? તો તેઓ આ જ્ઞાન કેળવતા નથી . શા માટે ત્યાં અસમાનતા છે? એક માણસ જન્મે કરોડપતિ છે; અન્ય માણસ જન્મે છે, તે એક દિવસમાં બે વખત પૂર્ણ ભોજન પણ નથી કરી શકતો જોકે તે સખત સંઘર્ષ કરે છે. શા માટે આ ભેદભાવ? શા માટે એક ને અનુકૂળ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે? શા માટે બીજાને નહી? તો કર્મનો નિયમ હોય છે, વ્યક્તિગતતાને લગતો.

તેથી આ જ્ઞાન છે. તેથી ઇશોપનિષદ કહે છે કે અન્યદ એવાહુર વિદ્યયા અન્યદ આહુર અવિદ્યયા. જેઓ અજ્ઞાનતામા હોય છે, તેઓ અલગ પ્રકારના જ્ઞાનને વિકસાવે છે, અને જેઓ વાસ્તવિક જ્ઞાનમા હોય છે, તેઓ અલગ પ્રકારે જ્ઞાનને વિકસાવે છે. સામાન્ય લોકો, તેઓને અમારી પ્રવૃત્તિઓ ગમતી નથી, કૃષ્ણ ભાવનામૃત. તેઓને આશ્ચર્ય થાય છે. ગર્ગમુનિ ગઇ કાલ સાજે મને કહેતા હતા કે તેમને લોકોએ પુછ્યુ "તમે ક્યાંથી આટલા બધા પૈસા મેળવી શકો છો? તમે આટલી બધી ગાડીઓ અને મોટી મિલકત ખરીદો છો. અને રોજના પચાસ, સાઠ માણસોનું પાલન કરો છો અને આનંદ માણો છો. કેવી રીતે?" (હાસ્ય) તેથી તેઓને આશ્ચર્ય થાય છે. અને આપણને પણ આશ્ચર્ય થાય છે કે શા માટે આ ધૂર્તો બહુ સખત કામ કરે છે ફક્ત પેટ ભરવા માટે. તેથી ભગવદ ગીતામાં કહ્યું છે યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી (ભ.ગી. ૨.૬૯). આપણે જોઈએ છીએ કે આ લોકો ઊંઘે છે, અને તેઓ જુએ છે કે આપણે સમય વેડફી રહયા છીએ. આ વિપરીત મતો છે. શા માટે? કારણકે તેઓની ક્રિયા અલગ છે અને આપણી ક્રિયા પણ અલગ છે. હવે, તે કોઈ બુદ્ધિશાળી માણસ દ્વારા નક્કી કરવામાં આવવું જોઈએ કે કોની ક્રિયાઓ ખરેખર યોગ્ય છે.

આ વસ્તુઓની ખૂબ જ સરસ રીતે વૈદિક સાહિત્યમાં ચર્ચા કરવામાં આવી છે. જેમ ઇશોપનિષદ છે, આ જ રીતે અન્ય ઉપનિષદ છે, ગર્ગ ઉપનિષદ . તો તે પતિ અને પત્ની વચ્ચેની ચર્ચા છે, ખુબ જ્ઞાની. પતિ પત્ની ને શીખવે છે. એતદ વિદીત્વા ય: પ્રયાતિ સ એવ બ્રાહ્મણ ગર્ગી. એતદ અવિદીત્યા ય: પ્રયાતિ સ એવ કૃપણા. આ વાસ્તવિક જ્ઞાનની સંસ્કૃતિ, જે કોઈ... દરેક વ્યક્તિ જન્મ લે છે અને દરેક મૃત્યુ પામે છે. તેના વિષે કોઈ મતભેદ નથી . આપણે મૃત્યુ પામીશુ અને તેઓ પણ મૃત્યુ પામશે. તેઓ કહી શકે કે છે કે, "તમે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ વિશે વિચારી રહ્યા છો. આથી તમારા કહેવાનો અર્થ એમ છે કે કારણકે તમે કૃષ્ણ ભાવનામૃત જ્ઞાન વિકસાવી રહ્યા છો, તેથી તમે આ ચાર પ્રકૃતિક આક્રમણ સિદ્ધાંતોમાથી મુક્ત થઈ જશો?" ના. તે હકીકત નથી. હકીકત છે કે, ગર્ગ ઉપનિષદ કહે છે, એતદ વિદીત્વા યઃ પ્રયાતિ. તે જાણ્યા પછી કે તે કોણ છે, જે આ શરીરને છોડે છે, સ એવ બ્રાહ્મણ, તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ …અમે તમને પવિત્ર જનોઈ આપી રહ્યા છીએ. શા માટે? ફક્ત તમે જીવનનુ રહસ્ય શું છે તે સમજવા માટે પ્રયાસ કરો. તે બ્રાહ્મણ છે. વિજાનતઃ આપણે આ શ્લોકમાં વાંચ્યું છે, વિજાનતઃ જે આ શરીર છોડીને જાય છે એ જાણીને કે તે કોણ છે, તે બ્રાહ્મણ છે.