GU/Prabhupada 0087 - ભૌતિક પ્રકૃતિનો નિયમ



Sri Isopanisad Invocation Lecture -- Los Angeles, April 28, 1970

હા. આ ભૌતિક વિશ્વમાં, તેને એક નિયત સમય છે. અને તે નિશ્ચિત સમયમાં, છ પ્રકારના ફેરફારો હોય છે. પ્રથમ જન્મ, પછી વિકાસ, પછી રહેવું, પછી આડપેદાશો ઉત્પન્ન કરવું, તેના પછી ઘટતા જવું, પછી નાશ પામવું. આ ભૌતિક પ્રકૃતિનો કાયદો છે. આ પુષ્પ જન્મ લે છે, જેમ એક કળી, પછી તે ઊગે છે, અને બે, ત્રણ દિવસ માટે રહે છે, પછી તે બીજ પેદા કરે છે, આડપેદાશ, પછી ધીમે ધીમે સૂકાય છે, અને પછી સમાપ્ત. (બાજુમાં:) તમે આમ નીચે બેસો. તેથી આને કહેવામાં આવે છે શડ-વિકાર, છ પ્રકારના ફેરફારો. તો તમે તમારા કહેવાતા ભૌતિક વિજ્ઞાન દ્વારા આને બંધ ન કરી શકો. ના. આ અવિદ્યા છે. લોકો પોતાની જાતને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને ક્યારેક મૂર્ખતાપૂર્વક કહે કે વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા માણસ અમર બનશે. આ રીતે, રશિયનો કહે છે. આને કહેવાય અવિદ્યા, અજ્ઞાન. તમે ભૌતિક કાયદાઓની પ્રક્રિયા બંધ ન કરી શકો. તેથી ભગવદ્ ગીતામાં કહ્યું છે, દૈવિ હી એશા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). આ ભૌતિક પ્રકૃતિની પ્રક્રિયા, ત્રણ ગુણોથી બનેલી છે - સત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ ... ત્રિ-ગુણ. ગુણનો અન્ય અર્થ દોરી છે. જેમ તમે દોરી જોઈ હશે, તે ત્રણ પ્રક્રિયામા ગુંચવાયેલી હોય છે. સૌથી પહેલા પાતળી દોરી, પછી તેવી ત્રણ, તેઓ વીંટાઈ જાય, તેના પછી ફરીથી ત્રણે વીંટાઈ જાય, પછી ફરી ત્રણ. તે ખૂબ જ મજબૂત બની જાય છે. તેથી આ ત્રણ ગુણો સત્વ, રજ, તમો-ગુણ, તેમનુ મિશ્રણ હોય છે. ફરીથી તેઓ આડપેદાશ પેદા કરે છે, ફરી મિશ્રિત થાય, ફરી મિશ્રિત થાય. આ રીતે તેઓ એકયાસી વખત ગુંચવાય છે. તેથી ગુણમયી માયા, તમને વધુ ને વધુ બાંધે. તેથી તમે આ ભૌતિક વિશ્વના બંધનથી બહાર ન નીકળી શકો. બંધન. અને તેથી તેને અપવર્ગ કહેવામાં આવે છે. કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયા પવર્ગ પ્રક્રિયાને નિરર્થક કરે છે.

ગઈ કાલે હું ગર્ગમૂનિ ને આ પવર્ગ શું છે તે સમજાવતો હતો. આ પવર્ગનો અર્થ મૂળાક્ષરની પ લીટી થાય છે. જેમણે આ દેવનગરીનો અભ્યાસ કર્યો છે. દેવનાગરીમાં મૂળાક્ષરો હોય છે, ક ખ ગ ઘ ન ચ છ જ ઝ ન. આ રીતે પાંચના સમૂહમા, એક રેખા. પછી પાંચમો સમૂહ આવે છે, પ ફ વ ભ મ. તેથી આ પવરગ એટલે પ થાય છે. સૌ પ્રથમ પ. પ એટલે પરવ, હાર. દરેક વ્યક્તિ કોશિષ કરે છે, અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ સખત સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ હાર પામે છે. પ્રથમ પવરગ. પ એટલે પરવ થાય છે. અને પછી ફ. ફ એટલે ફીણ થવુ. જેમ કે ઘોડો, જયારે ખૂબ જ સખત કામ કરે છે, તમને તેના મોં માથી ફીણ બહાર આવતું મળશે, આપણે પણ ક્યારેક, જ્યારે આપણે ખૂબ થાકેલા હોઈએ છે ખૂબ જ સખત કામ કર્યા પછી, જીભ સૂકી બની જાય છે અને થોડુ ફીણ આવે છે. તેથી દરેકને ઇન્દ્રિય આનંદ જોઇયે છે, તે માટે ખૂબ જ સખત કામ કરે છે, પરંતુ હાર પામે છે. પ, ફ અને બ. બ એટલે બંધન થાય છે. તેથી પ્રથમ પ, બીજો ફ, પછી બંધન ત્રીજો, પછી બ, ભ. ભ એટલે મારવુ, ડરી જવુ. અને પછી મ. મ નો અર્થ મૃત્યુ અથવા અવસાન થાય છે. તેથી આ કૃષ્ણ ભાવનામૃત પ્રક્રિયા અપવર્ગ છે. અપ. અ એટલે કઈ નહીં. પવર્ગ, આ ભૌતિક વિશ્વના લક્ષણો છે, અને જ્યારે તમે અ શબ્દ ઉમેરો છો અ, અપવર્ગ, એનો અર્થ એ થાય છે કે તે અસર વિનાનું થાય છે.