GU/Prabhupada 0091 - તમે અહી નગ્ન ઉભા રહો
Morning Walk -- July 16, 1975, San Francisco
ધર્માધ્યક્ષ: આજકાલ તેઓ ખરેખર તેમની ભૂલ અનુભવી રહ્યાં છે અને તેઓ મૃત્યુનો વધુ અભ્યાસ કરી રહ્યા છે, લોકોને મૃત્યુ માટે વધુ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ તમને આ જ વસ્તુ કહી શકે છે કે, "તેનો સ્વીકાર કરો”. તેઓ આ જ વસ્તુ કરી શકે છે કે કહે “તમે મરી જવાના છો. તેથી તેને માત્ર સ્વીકારી લો એક ખુશખુશાલ વલણ સાથે.”
પ્રભુપાદ: પરંતુ હું મૃત્યુ પામવા ઇચ્છતો નથી. શા માટે હું ખુશખુશાલ રહું? તમે ધૂર્તો, તમે કહો છો, "ખુશખુશાલ બની જાવ." (હાસ્ય) "રાજીખુશીથી, તમે ફાંસી પર ચડી જાવ." (હાસ્ય) વકીલ કહશે “કશો વાંધો નહીં. તમે મુકદમો હારી ગયા. હવે રાજીખુશીથી ફાંસી પર ચઢો.” (હાસ્ય)
ધર્માધ્યક્ષ: તે વાસ્તવમાં આધુનિક મનોવિજ્ઞાનનું સંપૂર્ણ લક્ષ્ય છે, કે લોકોને સંતુલિત કરવા માટે તે વાસ્તવિકતા માટે કે તેમણે આ ભૌતિક જગતમાં રહેવું જ પડશે, અને જો તમે એવું કહો કે તમે આ ભૌતિક જગત છોડી દેવાની થોડી ઈચ્છા રાખો છો, તો તેઓ તમને કહશે કે તમે મુર્ખ છો. "ના, ના. હવે તમારે આ ભૌતિક સ્થિતિ અનુસાર ફરીથી વધુ વ્યવસ્થા કરવી જ પડશે."
બહુલાશ્વ: તેઓ તમને જીવનની હતાશા સ્વીકારતા શીખવાડે છે. તેઓ તમને શીખવે છે કે જીવનની બધી હતાશા સ્વીકારી લેવી જોઈએ.
પ્રભુપાદ: શા માટે હતાશા? તમે મોટા, મોટા વૈજ્ઞાનિક છો. તમે સમાધાન ના લાવી શકો?
ધર્માધ્યક્ષ: તેઓ સમાધાન ના લાવી શકે કારણ કે તેમની પણ સમસ્યા તે જ છે.
પ્રભુપાદ: એ જ તર્ક, “રાજીખુશીથી લટકી જાવ.” બસ તેટલું જ. જેવો કોઈ મુશ્કેલ વિષય આવે, તેઓ હાથ ઉપર કરી દે. અને તેઓ કોઈ અર્થહીન વસ્તુઓ પર અનુમાન લગાવે. બસ તેટલું જ. આ તેમનુ શિક્ષણ છે. શિક્ષણ એટલે અત્યન્તીક દુખ નિવૃત્તિ, બધા દુખોનો અંતિમ ઉકેલ. તે શિક્ષણ છે, નહીં કે અમુક હદ સુધી આવ્યા પછી, "ના હવે તમે ખુશીથી મરી શકો." અને દુઃખ એટલે શું? તે કૃષ્ણએ રજુ કર્યું છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી દુખ દોષાનુ... (ભ.ગી. ૧૩.૯). આ તમારા દુઃખો છે. તે હલ કરવાનો પ્રયાસ કરો. અને તેઓ કાળજીપૂર્વક અવગણી રહ્યા છે. તેઓ મૃત્યુ, ન તો જન્મ, કે વૃદ્ધાવસ્થા કે રોગ ને રોકી શકતા નથી અને જીવનના ટૂંકા ગાળા દરમિયાન, જન્મ અને મરણ, તેઓ મોટી, મોટી ઇમારતો બનાવે છે, અને પછીના સમયે તે ઇમારતોની અંદરનો એક ઉંદર બની રહ્યો છે. (હાસ્ય) કુદરત. તમે પ્રકૃતિનો કાયદો ટાળી શકતા નથી. તમે મૃત્યુને ટાળી શકતા નથી, તે જ રીતે, પ્રકૃતિ તમે અન્ય શરીર આપશે. આ વિશ્વવિદ્યાલયમાં એક વૃક્ષ બની જાઓ. પાંચ હજાર વર્ષ માટે ઊભા રહો. તમારે નગ્ન બનવું હતું. હવે કોઈ પણ વાંધો ઉઠાવશે નહીં. તમે અહી નગ્ન ઉભા રહો.