GU/Prabhupada 0096 - આપણે વ્યક્તિ ભાગવત પાસેથી અભ્યાસ કરવો પડે



Lecture on BG 13.4 -- Miami, February 27, 1975

હું આ વિચારી રહ્યો છું, "અમેરિકન, ભારતીય, હિન્દુ, મુસ્લિમ," આ બધી અસ્વચ્છ વસ્તુઓ મારા હ્રદયમાં છે. તમે તમારું હ્રદય ચોખ્ખું કરો. હ્રદય અંતઃ સ્થઃ અભદ્રાણી. અસ્વચ્છ વસ્તુઓ મારા હ્રદયમાં છે, તેથી જો આપણે આપણા હ્રદયને ચોખ્ખું કરીએ, તો પછી આપણે આ હોદ્દાથી મુક્ત થઈએ. નષ્ટ પ્રયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). નષ્ટ પ્રયેશુ. આ અસ્વચ્છ વસ્તુઓ ચોખ્ખી થશે જો આપણે નિયમિત રીતે શ્રીમદ ભાગવતમ અથવા ભગવદ ગીતાને સાંભળીશું. નિત્યમ ભાગવત…

અને ભાગવત એટલે પુસ્તક ભાગવત અને વ્યક્તિ ભાગવત. વ્યક્તિ ભાગવત આધ્યાત્મિક ગુરુ છે. અથવા કોઈ પણ ગૌરવશીલ ભક્ત. તે ભાગવત, મહા-ભાગવત, ભાગવત છે. તેથી ભાગવત સેવયા એટલે કે ફક્ત ભગવદ ગીતા અને ભાગવતમનું વાંચન નહીં, પરંતુ આપણે વ્યક્તિ ભાગવત પાસેથી અભ્યાસ કરવો જોઈએ. તે જરૂરી છે.

ચૈતન્ય મહાપ્રભુએ સલાહ આપી છે, ભાગવત પરા ગીયા ભાગવત સ્થાને: “જો તમારે ભાગવત શીખવું હોય, તો પછી વ્યક્તિ ભાગવત કે જે આત્મ જ્ઞાની છે તેની પાસે જાઓ.” ધંધાકીય વ્યક્તિઓ નહીં. તે તમને મદદ નહીં કરે. ધંધાદારીઓ - હું મંદિરે જાઉં, ચર્ચમાં જાઉં, અને ફરીથી નારકીય સ્થિતિમાં જાઉં છું.. , ના. તમે ફક્ત વ્યક્તિ ભાગવત જે આત્મજ્ઞાની છે તેમની સાથે રહો અને તેમની પાસેથી આ તેજ પુસ્તક, તેજ જ્ઞાન સાંભળો. કૃષ્ણના પ્રતિનિધિ. જેમ કૃષ્ણ કહે છે, તત સમાસેન મે શૃણુ. મે શૃણુ: "મારી પાસેથી કે મારા પ્રતિનિધિ પાસેથી સાંભળો. તો તમને લાભ થશે."

તો આ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે ફક્ત જે લોકો દુખી થઈ રહ્યા છે તેમને તક આપવા માટે આ જ જીવન માટે નહીં, જીવનો જીવન.

એઈ રૂપે બ્રહ્માંડ ભ્રમીતે કોન ભાગ્યવાન જીવ
ગુરુ કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧)

તેથી તે આપણી ફરજ છે, અમે આ ફરજ કૃષ્ણ વતી લીધી છે. કૃષ્ણ પોતે ઉપદેશ આપવા આવે છે. જેમ કે તેઓ તેમનું શ્રીમદ ભાગવતમ મૂકી ગયા. પછી તેઓ તેમના ભક્તો પર વિશ્વાસ કરે છે કે જેથી તે સામાન્ય લોકોને સમજાવી શકે. આપણે તે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે કાઈ બનાવ્યું નથી અથવા આપણી પાસે આપણું કાઈ નથી. માલ મિલકત છે. અમે ફક્ત નોકર તરીકે વહેચણી કરી રહ્યા છે. બસ તેટલું જ. અને આપણને કોઈ મુશ્કેલી નથી. જો આપણે ફક્ત ભગવદ ગીતા, કૃષ્ણના ઉપદેશો, તેની મૂળભૂત સ્થિતિમાં રજુ કરીશું તો આપણી ફરજ પૂરી થાય છે. આપણે કોઈ પણ વસ્તુ બનાવવાની નથી; કે ન તો આપણી પાસે કોઈ વસ્તુ બનાવવાની શક્તિ છે. જેમ કે બીજા ઘણા બધા છે. તેઓ નવા પ્રકારના વિચારો પેદા કરે છે, નવા પ્રકારનું તત્વ જ્ઞાન..., બધુ બકવાસ. તે મદદ નહીં કરે. સાચું જ્ઞાન પ્રાપ્ત કરો.