GU/Prabhupada 0097 - હું માત્ર એક ટપાલી સેવક છું



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Los Angeles, February 7, 1969

જો આપણે આ આંદોલનને આગળ ધપાવવા સખત મહેનત કરીએ, તો, પણ આપણને, તમને કોઈ અનુયાયી ના મળે, તો પણ કૃષ્ણને સંતોષ થશે. અને આપણું કર્તવ્ય કૃષ્ણને સંતોષ આપવાનું છે. તે ભક્તિ છે. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. ૧૯.૧૭૦). ભક્તિનો અર્થ વ્યક્તિએ તમામ ઇન્દ્રિયોને કૃષ્ણના સંતોષ માટે રોકવી જોઈએ. ભૌતિક જીવનનો અર્થ ઇન્દ્રિય સંતોષ પોતાના માટે: "મને આ ગમે છે. મને આ ગમે છે. હું કઈક કરવા માંગું છું. હું કઈક ગાવા માંગું છું અથવા કઈક જપ કરવા, કઈક ખાવા, અથવા કઈક સ્પર્શવા, અથવા કઈક સ્વાદ કરવા. આ છે, કઈક, એટલે કે.. તેનો અર્થ ઇન્દ્રિયોનો ઉપભોગ. તે ભૌતિક જીવન છે. "હું સુંવાળી ચામડીને સ્પર્શવા માંગું છું. હું આવો સ્વાદ કરવા માંગું છું, જેને કહેવામાં આવે છે, સુંદર ભોજન. હું આ રીતે સુંઘવા માંગું છું. હું આ રીતે ચાલવા માંગું છું.” તેજ વસ્તુ - ચાલવાનું, સ્વાદ કરવાનું, સ્પર્શવાનું, અથવા કશું પણ - કૃષ્ણ માટે ઉપયોગ થવો જોઈએ. બસ તેટલું જ. કોઈ બીજી વસ્તુને સ્પર્શ કરવાને બદલે, જો આપણે ભક્તના પવિત્ર ચરણકમળનો સ્પર્શ કરીએ, તે સ્પર્શનો ઉપયોગ થશે. અર્થ વગરનું ખાવાને બદલે, જો આપણે કૃષ્ણ પ્રસાદ ખાશું, તે બરાબર છે. બીજું કાઈ સુંઘવાને બદલે, જો આપણે કૃષ્ણને અર્પિત કરેલા ફૂલોની સુગંધ લઈશું… તો કઈ પણ બંધ નથી થયું. જો તમારે સેક્સ જીવનનો ઉપભોગ કરવો હોય, હા, તમે કૃષ્ણ ભાવનામય બાળકો પેદા કરવા તેનો ઉપભોગ કરી શકો. કાઈ પણ બંધ કર્યું નથી. ફક્ત તેને પવિત્ર કરવામાં આવ્યું છે. બસ તેટલું જ. આ સંપૂર્ણ કાર્યક્રમ છે. "આ બંધ કરો" નો કોઈ પ્રશ્ન જ નથી. બંધ કરી શકાય નહીં. તે બંધ કેવી રીતે કરી શકાય? ધારો કે હું માનવ છું. જો કોઈ કહે, "ઓહ, તમે ખાઈ ના શકો," તે શક્ય છે? મારે ખાવું તો પડે જ. તેથી બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. પ્રશ્ન તેને પવિત્ર કરવાનો છે. તેથી.. અને બીજી વિચારધારા છે, હું કહેવા માંગું છું, દબાણથી દબાવી દેવાનું છે, તેને શૂન્યવકાશ બનાવો, જેમ કે તેઓ કહે છે, "ઈચ્છારહિત બનો." તેઓ વકીલાત કરે છે. તો હું ઈચ્છારહિત કઈ રીતે થઈ શકું? ઈચ્છા તો હોય જ. પરંતુ હું કૃષ્ણ માટે ઈચ્છા કરીશ.

તેથી આ ખુબ સુંદર પદ્ધતિ છે. અને બીજા તેને ગંભીરતાથી લે નહીં અથવા તેઓ આપણા તત્વજ્ઞાન તરફ ન વળે, જો તમે તેના માટે પ્રયત્ન કરો, તે તમારું કર્તવ્ય છે. કૃષ્ણને સંતોષ થશે. આપણા આચાર્યો સંતોષ પામશે, ગુરુ મહારાજ સંતોષ પામશે. અને યસ્ય પ્રસાદાદ ભગવત... જો તેઓ સંતોષ પામશે, તો પછી તમારું કર્તવ્ય પૂરું થાય છે. એવું નહીં કે બીજા સંતોષ પામ્યા છે અથવા નહીં. તમારા જપથી કોઈ લોકો સંતોષ પામે - ના, આપણને તેની સાથે કોઈ લેવા દેવા નથી. તે સંતોષ પામશે અથવા નહીં પામે. પરંતુ જો હું યોગ્ય રીતે જપ કરીશ, તો પછી મારા પૂર્વજો, આચાર્યો, સંતોષ પામશે. તે મારું કર્તવ્ય છે, સમાપ્ત, જો હું મારી રીતે તેમાં કોઈ શોધ ન કરું. તેથી હું ખુબ ખુશ છું કે કૃષ્ણએ મને મદદ કરવા ઘણા બધા સરસ છોકરાઓ અને છોકરીઓને મોકલ્યા છે. આ પવિત્ર દિવસે આશીર્વાદ પામો. અને તેમાં મારું કઈ નથી. હું ફક્ત ટપાલી નોકર છું. હું તમને મારા ગુરુ મહારાજ પાસેથી જે સાંભળ્યું તે પહોંચાડી રહ્યો છું. તમે પણ માત્ર તે પ્રમાણે વર્તો, અને તમે ખુશ થશો, અને દુનિયા ખુશ થશે, અને કૃષ્ણ ખુશ થશે, અને દરેક વસ્તુ..