GU/Prabhupada 0106 - ભક્તિ દ્વારા કૃષ્ણના પાસે સીધા જાઓ



Lecture on BG 18.67 -- Ahmedabad, December 10, 1972

તેથી મમ વર્ત્માનુવર્તન્તેનો અર્થ, કે જેમ કે ટોચ ઉપર, જેમ કે અમેરિકામાં ઘણી બધી ગગનચુંબી ઈમારતો છે. એકસો પાંચ માળોની. મને લાગે છે કે તે સૌથી નવું છે. તેથી ધારો કે તમારે સૌથી ઉપરના માળ પર જવાનું છે. સીડી છે. તેથી દરેક જણ ત્યાં જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈએ પસાર કર્યા છે, કહો કે, દસ પગથીયા. બીજાએ પસાર કર્યા છે, કહો કે, પચાસ પગથીયા. બીજાએ સો પગથીયા. પરંતુ તમારે, કહો કે, બે હજાર પગથીયા પુરા કરવાના છે. તેથી સીડી એકજ છે. મમ વર્ત્માનુવર્તન્તે. કારણ કે હેતુ સૌથી ઉપરના માળ પર જવાનો છે. પરંતુ જેણે દસ પગથીયા પસાર કર્યા છે, તે જેણે પચાસ પગથીયા પસાર કર્યા છે તેના કરતા નીચે છે. અને જેણે પચાસ પગથીયા પસાર કર્યા છે તે જેણે સો પગથીયા પસાર કર્યા છે તેના કરતા નીચે છે તો તેવી જ રીતે, જુદી જુદી પદ્ધતિઓ છે. પરંતુ બધીજ પદ્ધતિઓ સરખી નથી. તેઓ એકસરખા ધ્યેયને લક્ષી રહ્યા છે, કર્મ, જ્ઞાન, યોગ, ભક્તિ, પરંતુ ભક્તિ સૌથી ઉચું પગથીયું છે. કારણકે જયારે તમે ભક્તિના સ્તર પર આવો, પછી તમે સમજી શકો કે કૃષ્ણ શું છે. કર્મ, જ્ઞાન, યોગથી નહીં. તે શક્ય નથી. તમે પ્રયત્ન કરી રહ્યા છો, તમે તે ધ્યેય તરફ જઈ રહ્યા છો, પરંતુ કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભીજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). તેઓ કહેતા નથી," જ્ઞાનથી, કર્મથી, યોગથી." ના. તે તમે સમજી શકો નહીં. તમે આગળ વધી શકો, પગથીયાઓ. પરંતુ જો તમે કૃષ્ણને જાણવા માંગતા હો, તો પછી ભક્તિ. ભક્ત્યા મામ અભીજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વતઃ (ભ.ગી. ૧૮.૫૫).

આ પદ્ધતિ છે. તેથી મમ વર્ત્માનુવર્તન્તેનો અર્થ "દરેક જણ મારી પાસે આવવા પ્રયત્ન કરી રહ્યા છે, તેમની શક્તિ, આવડતના આધાર પર, પરંતુ જે મને ખરેખર સમજવા ઈચ્છતો હોય, તો સરળ પદ્ધતિ…" જેમ કે સીડી છે, આ દેશમાં નહીં, યુરોપ અને અમેરિકાના દેશોમાં, સાથે સાથે, લીફ્ટ છે, એલીવેટર. તેથી સૌથી ઉપરના માળ પર પગથીયે પગથીયે જવા કરતા, તમે આ લીફ્ટની મદદ લો. તમે ત્વરિત જશો, એક સેકંડમાં. તેથી જો તમે ભક્તિની લીફ્ટ લેશો, પછી તરતજ તમે સીધા કૃષ્ણના સંપર્કમાં આવો છો. પગથીયે પગથીયે પગથીયે જવાને બદલે. શા માટે તમારે લેવું? તેથી કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ: (ભ.ગી. ૧૮.૬૬) "તમે ફક્ત મને શરણાગત થાઓ. તમારું કાર્ય પૂરું થાય છે." શા માટે તમારે એટલી બધી મહેનત કરવી જોઈએ, પગથીયે પગથીયે પગથીયે?