GU/Prabhupada 0107 - ફરીથી કોઈ ભૌતિક શરીર ના સ્વીકારો



Lecture on BG 4.17 -- Bombay, April 6, 1974

તેનો કોઈ ફરક પડતો નથી કે તે ધની શરીર છે કે ગરીબ શરીર છે. દરેક વ્યક્તિએ જીવનની ત્રણ પ્રકારની દયનીય સ્થિતિમાંથી પસાર થવું પડે છે. જયારે ટાઈફોઈડ થાય છે, તે જોતો નથી કે "અહી ધની શરીર છે. હું તેને ઓછુ દુખ આપીશ." ના. જયારે ટાઈફોઈડ થાય છે, તમારું શરીર ધની શરીર છે અથવા ગરીબ શરીર છે, તમારે સરખું જ દુખ સહન કરવાનું હોય છે. જયારે તમે તમારી માતાના ગર્ભમાં હોવ છો, તમારે સરખું જ દુખ સહન કરવાનું હોય છે, તમે રાણીના ગર્ભમાં હોવ અથવા મોચીની પત્નીના ગર્ભમાં હોવ. તે સંકોચાયેલી અવસ્થા... પરંતુ તેઓ જાણતા નથી. જન્મ મૃત્યુ જરા. ઘણી બધી યાતનાઓ છે. જન્મની પ્રક્રિયામાં. ઘણી બધી યાતનાઓ હોય છે જન્મ અને મૃત્યુ અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયામાં. ધની માણસ અથવા ગરીબ માણસ, જયારે તમે ઘરડા થાવ છો, આપણે ઘણી બધી નિર્બળતાથી પીડાવું પડે છે.

તે જ પ્રમાણે, જન્મ મૃત્યુ જરા વ્યાધી (ભ.ગી. ૧૩.૯). જરા, જરા અને વ્યાધી અને મૃત્યુ. તો આપણે આ ભૌતિક શરીરની પીડાજનક સ્થિતિ અંગે જાગૃત નથી. શાસ્ત્ર કહે છે, "કોઈ પણ ભૌતિક શરીર ફરીથી સ્વીકારશો નહીં." ન સાધુ મન્યે: "આ સારું નથી, કે તમે વારંવાર ભૌતિક શરીર પ્રાપ્ત કરો છો." ન સાધુ મન્યે યત આત્મનઃ આત્મનઃ, આ ભૌતિક શરીરમાં જીવને પૂરી દેવામાં આવ્યો છે. યત આત્મનો અયમ અસન્ન અપિ. મેં આ શરીર પ્રાપ્ત કર્યું છે, જો કે તે કામચલાઉ છે. ક્લેશદ આસ દેહઃ

તેથી જો આપણે બીજું ભૌતિક શરીર મેળવવાની આ દયનીય સ્થિતિ બંધ કરવા ઈચ્છતા હોઈએ, તો પછી, આપણે જરૂર જાણવું જોઈએ કર્મ શું છે, વિકર્મ શું છે. તે કૃષ્ણનો પ્રસ્તાવ છે. કર્મણો હી અપિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ: અકર્મણશ ચ બોદ્ધવ્યમ. અકર્મણનો અર્થ કે ત્યાં પ્રતિક્રિયા નથી. પ્રતિક્રિયા. કર્મ, જો તમે સારું કાર્ય કરો, તેની પ્રતિક્રિયા છે. તેની પાસે સુંદર શરીર, સુંદર શિક્ષણ, સુંદર કુટુંબ, સુંદર સંપતિ છે. આ પણ સુંદર છે. આપણે તેને સુંદર લઈએ છે. આપણે સ્વર્ગના ગ્રહ પર જવા માંગીએ છીએ. પરંતુ તેઓ જાણતા નથી કે સ્વર્ગના ગ્રહ પર પણ જન્મ મૃત્યુ જરા વ્યાધી છે.

તેથી કૃષ્ણ ભલામણ કરતા નથી કે તમે સ્વર્ગના સ્થાન પર જાઓ. તેઓ કહે છે, આ બ્રહ્મ ભુવનાલ લોકાઃ પુનર આવર્તીનો અર્જુન (ભ.ગી. ૮.૧૬). જો તમે બ્રહ્મલોકમાં જાઓ તો પણ, છતાં, જન્મ અને મૃત્યુનો ઘટનાક્રમ... યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). યદ ગત્વા ન નિવર્તન્તે. પરંતુ આપણે જાણતા નથી કે ધામ હોય છે. જો આપણે એક અથવા બીજી રીતે, જો આપણે આપણી જાતને તે ધામમાં ઉન્નત કરીએ, તો પછી ન નિવર્તન્તે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. બીજી જગ્યાએ કહે છે, ત્યકત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામેતિ (ભ.ગી. ૪.૯).

તેથી લોકો પાસે માહિતી નથી કે કૃષ્ણ અથવા પરમેશ્વર, તેમની પાસે તેમનું સ્થળ છે અને કોઈ પણ ત્યાં જઈ શકે. કઈ રીતે કોઈ ત્યાં જઈ શકે?

યાન્તિ દેવા વ્રતા દેવાન
પિતૃન યાન્તિ પિતૃ વ્રતા:
ભૂતાની યાન્તિ ભૂતેજ્યા
યાન્તિ મદ્યાજીનો અપિ મામ

(ભ.ગી. ૯.૨૫)

“જો કોઈ સમર્પિત બને છે મારી પૂજામાં, મારા કાર્યમાં, ભક્તિયોગમાં, તે મારી પાસે આવે છે.” બીજી જગ્યાએ તેઓ કહે છે, ભક્ત્યા મામ અભીજાનાતી યાવાન યશ ચાસ્મિ (ભ.ગી. ૧૮.૫૫).

તો તેથી આપણું એક માત્ર કાર્ય કૃષ્ણને સમજવાનું છે. યજ્ઞાર્થે કર્મ. આ અકર્મ છે. અહિયાં તે કહયું છે, અકર્મણ, અકર્મણ અપિ બોદ્ધવ્યમ, અકર્મણશ ચ બોદ્ધવ્યમ. અકર્મણનો અર્થ પ્રતિક્રિયા વગર. અહી, જો આપણે આપણી ઇન્દ્રિતૃપ્તિ માટે વર્તીએ, પ્રતિક્રિયા છે... જેમ કે સૈનિક હત્યા કરી રહ્યો છે. તેને સોનાનો ચંદ્રક મળી રહ્યો છે. તે જ સૈનિક, જયારે ઘરે આવે, જો તે એક માણસની હત્યા કરી નાખે છે, તેને લટકાવી દેવામાં આવે છે. શા માટે? તે કોર્ટમાં કહી શકે, "સાહેબ, જયારે હું યુદ્ધક્ષેત્રમાં લડતો હતો, મેં ઘણાને મારી નાખ્યા, મને સોનાનો ચંદ્રક મળ્યો. અને તમે મને શા માટે હવે લટકાવી રહ્યા છો?" "કારણકે તમે તમારી પોતાની ઇન્દ્રિતૃપ્તિ માટે કર્યું છે. અને તે તમે સરકારના સમર્થન માટે કર્યું.”

તેથી કોઈ પણ કર્મ, જો તમે તે કરો કૃષ્ણના સંતોષ માટે, તે અકર્મ છે તેને પ્રતિક્રિયા નથી. પરંતુ જો તમે તમારી ઇન્દ્રિતૃપ્તિ માટે કઈ પણ કરો, તમારે તેના પરિણામથી પીડાવું પડશે, સારું અથવા ખરાબ. તેથી કૃષ્ણ કહે છે,

કર્મણો હી અપિ બોદ્ધવ્યમ
બોદ્ધવ્યમ ચ વિકર્મણ:
અકર્મણશ ચ બોદ્ધવ્યમ
ગહના કર્મણો ગતિઃ

(ભ.ગી. ૪.૧૭)

તે સમજવું ખુબજ મુશ્કેલ છે કયા પ્રકારનું કર્મ તમારે કરવું જોઈએ. તેથી આપણે કૃષ્ણ પાસેથી, શાસ્ત્ર પાસેથી, ગુરુ પાસેથી, માર્ગદર્શન લેવું જોઈએ. પછી આપણું જીવન સફળ થશે. તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.