GU/Prabhupada 0110 - તમારા પૂર્વગામી આચાર્યના કઠપૂતળી બનો



Morning Walk -- April 19, 1973, Los Angeles

સ્વરૂપ દામોદર: જો તેઓ શ્રીમદ ભાગવતમ સાંભળશે, ત્યારે તેમના હ્રદય પરિવર્તિત થશે.

પ્રભુપાદ: ચોક્કસ. ગઈકાલે, કોઈએ આપણા વિદ્યાર્થિઓને ધન્યવાદ આપ્યા હતા કે: "ઓહ, અમે તમને એટલા કૃતજ્ઞ છીએ કે તમે અમને ભાગવતમ આપો છો." એવું નથી, કોઈએ કહ્યું?

ભક્તો: હા, હા. ત્રિપુરારીએ એમ કહ્યું. ત્રિપુરારી.

પ્રભુપાદ: ઓહ ત્રિપુરારી હા. કોઈએ તેવું કહ્યું હતું?

ત્રિપુરારી: હા, કાલે એરપોર્ટમાં બે છોકરાઓએ શ્રીમદ ભાગવતમ ના બે સેટ લીધા.

જયતિર્થ: પૂરું?

ત્રિપુરારી: છ સ્કંધો. તેમણે ભાગવતમ પકડ્યું અને કહ્યું કે, "તમારો ખૂબ ખૂબ આભાર." અને તેમણે તેને તેમના લોકરમાં રાખ્યા અને જ્યારે તેમના વિમાનની રાહ જોવી રહ્યા હતા અને દરેકની પાસે પ્રથમ સ્કંધ હતો...

પ્રભુપાદ: હા. કોઈ પણ નિષ્ઠાવાન વ્યક્તિ આપણા આ પ્રચાર આંદોલનથી ઋણી રેહશે. આ પુસ્તકોના વિતરણથી, તમે કૃષ્ણ માટે એક મોટી સેવા કરી રહ્યા છો. તેઓ બધાને કેહવા માગતા હતા: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેથી, તેઓ આવે છે. અને જે કોઈ પણ તેજ સેવા કરે છે, કે: "કૃષ્ણને શરણાગત થાઓ." તેની કૃષ્ણ બહુ જ સારી રીતે નોંધ લે છે. તે ભગવદ ગીતામાં કહેલું છે: ન ચ તસ્માન મનુષ્યેષુ (ભ.ગી. ૧૮.૬૯). માનવ સમાજમાં, પ્રચાર કાર્યમાં લાગેલા વ્યક્તિઓ કરતા કોઈ પણ તેમને વધારે પ્રિય નથી. હરે કૃષ્ણ.

બ્રહ્માનંદ: અમે માત્ર તમારી કઠપૂતળી છીએ, શ્રીલ પ્રભુપાદ. તમે અમને પુસ્તક આપો છો.

પ્રભુપાદ: ના. આપણે બધા કૃષ્ણની કઠપૂતળીઓના સમૂહ છીએ. હું પણ એક કઠપૂતળી છું. કઠપૂતળી. આ પરંપરા છે. આપણે, આપણે કઠપૂતળી બનવું પડે. બસ તેટલું જ. જેમ હું મારા ગુરુ મહારાજની કઠપૂતળી છું, જો તમે મારી કઠપૂતળી બનશો, તો તે સફળતા છે. આપની સફળતા ત્યારે છે જ્યારે આપણે આપણા પૂર્વજની કઠપૂતળી બનીશું. તાન્દેર ચરણ સેવી ભક્તે સને વાસ. ભક્તોના સંગમાં રેહવું અને પૂર્વવર્તી આચાર્યની કઠપૂતળી બનવું. તે સફળતા છે. તો આપણે તે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કૃષ્ણ ભાવનામૃત સમાજ અને પૂર્વજ આચાર્યોની સેવા કરવું. બસ, એટલુંજ. હરેર નામ, હરેર નામ... (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). લોકો આવશે. લોકો આપણા પ્રચારની કદર કરશે. તેને થોડોક સમય લાગશે.

સ્વરૂપ દામોદર: હવે તેઓ વધારે કદર કરી રહ્યા છે બે વર્ષ પહેલા કરતા.

પ્રભુપાદ: હા, હા.

સ્વરૂપ દામોદર: હવે તેઓ પ્રામાણિક તત્વજ્ઞાનને સમજવાનું પ્રારંભ કરે છે.