GU/Prabhupada 0112 - એક વસ્તુનું મૂલ્યાંકન પરિણામથી થાય છે
Television Interview -- July 29, 1971, Gainesville
પ્રશ્નકર્તા: સાહેબ, તમે આ દેશમાં ૧૯૬૫માં આવ્યા હતા, જેમ મેં કહ્યું, તમારા ગુરુ મહારાજના આદેશ પ્રમાણે. તમારા ગુરુ મહારાજ કોણ હતા?
પ્રભુપાદ: મારા ગુરુ મહારાજ ઓમ વિષ્ણુપાદ પરમહંસ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ.
પ્રશ્નકર્તા: હવે જે પરંપરા વિષે પેહલા આપણે વાતો કરી રહ્યા હતા, તે શિષ્યોની પરંપરા ખૂબજ પાછી જાય છે, પાછી જતા જતા સ્વયં કૃષ્ણ સુધી, સાચું છે, શું તમારા ગુરુ મહારાજ તમારી પાછળના હતા? પ્રભુપાદ: હા. ગુરુ શિષ્ય પરંપરા કૃષ્ણથી આવે છે ૫૦૦૦ વર્ષોથી.
પ્રશ્નકર્તા: શું તમારા ગુરુ મહારાજ હજી પણ જીવીત છે?
પ્રભુપાદ: ના. તે ૧૯૩૬માં અવસાન પામ્યા. પ્રશ્નકર્તા: તો આ સમયે તમે આ આંદોલનના પ્રમુખ છો, ઠીક? શું તે સાચું હશે?
પ્રભુપાદ: મારા કેટલા બધા બીજા ગુરુભાઈઓ છે, પણ પેહલાથી જ મને આ ચોક્કસ આજ્ઞા મળી હતી આવું કરવા માટે. તો હું મારા ગુરુ મહારાજને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. બસ. પ્રશ્નકર્તા: હવે, તમને આ દેશ, અમેરિકામાં મોકલવામાં આવ્યા હતું. આ તમારો ઇલાકો છે, શું તે ઠીક છે? પ્રભુપાદ: મારો ઇલાકો, તેમણે કહ્યું હતું કે, હવે, "તું જઈને આ તત્વજ્ઞાન અંગ્રેજી જાણતા લોકોને જણાવ." પ્રશ્નકર્તા: અંગ્રેજી વાત કરતા જગતને. પ્રભુપાદ: અને ખાસ કરીને પાશ્ચાત જગત. હા. તેમણે તેમ કહ્યું હતું.
પ્રશ્નકર્તા: સાહેબ, જ્યારે તમે આ દેશમાં આવ્યા હતા, ૧૫, ૧૬ વર્ષો પેહલા અને શરુ કર્યું...
પ્રભુપાદ: ના,ના. ૧૫, ૧૬ વર્ષો પેહલા નહીં.
પ્રશ્નકર્તા: પાંચ, છ વર્ષો પેહલા. હું માફી માગું છું. દુનિયાના આ ભાગમાં, તમે દુનિયાના એવા ભાગમાં નહતા આવ્યા જ્યાં ધર્મની કોઈ અછત હતી, તમને ખબર હશે. અમેરિકાના સંયુક્ત રાજ્યોમાં કેટલા બધા ધર્મો છે, અને મારા હિસાબે આ દેશના લોકોને વિશ્વાસ કરવું ગમે છે, બહુમતમાં, અહીના લોકો ધાર્મિક લોકો છે, જે લોકો ભગવાનમાં વિશ્વાસ કરે છે, જે પોત-પોતાને કોઈ પ્રકારની ધાર્મિક વિધિમાં સંલગ્ન્ન કરે છે. અને મને નવાઈ લાગે છે કે તમારો વિચાર શું હતો. તમે શું વિચારતા હતા કે જે ધાર્મિક પદ્ધતિ પેહલાથી જ હતી, તમે તેમાં કઈક વધારો કરી શકો આ દેશમાં તમે આવીને અને તમારૂ પોતાનું તત્વજ્ઞાન ઉમેરીને?
પ્રભુપાદ: હા. જયારે હું તમારા દેશમાં પેહલા આવ્યો હતો, ત્યારે બટલરમાં એક ભારતીય મિત્રના ઘરે એક મહેમાન હતો.
પ્રશ્નકર્તા: પેન્સિલ્વેનિયામાં.
પ્રભુપાદ: પેન્સિલ્વેનિયા. હા. તો જો કે તે નાનું રાજ્ય હતું, પણ હું ખુબજ પ્રસન્ન થઇ ગયો હતો, એટલા બધા ખ્રિસ્તી દેવળોને જોઇને.
પ્રશ્નકર્તા: ઘણા બધા ખ્રિસ્તી દેવળો, હા, હા.
પ્રભુપાદ: હા, ઘણા બધા દેવળો. અને મેં ત્યાના કેટલા બધા દેવળોમાં વાત કરી હતી. મારા યજમાને તેની વ્યવસ્થા કરી હતી. તો હું કોઈ તેવા હેતુથી નહતો આવ્યો કે મારે કોઈ ધાર્મિક પદ્ધતિને હરાવવાની છે. તે મારો હેતુ ન હતો. અમારો ઉદ્દેશ છે, ભગવાન ચૈતન્યનો ઉદ્દેશ છે, બધાને શીખવાડવું કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો, બસ.
પ્રશ્નકર્તા: પણ તે રીતે, સાહેબ, શું હું તમને પૂછી શકું કે ત્યારે તમે શું વિચારી રહ્યા હતા,અને હવે તમે શું વિચારો છો, કે ભગવાનના પ્રેમની શિક્ષા જે તમે આપો છો, તે થોડી અલગ છે અને કદાચ વધારે સરસ છે ભાગવત પ્રેમની તે શિક્ષાઓ કરતા જે પેહલાથી આ દેશમાં ચાલી રહી હતી અને પાશ્ચાત દેશોમાં કેટલીય શતાબ્દીઓથી ચાલી રહી હતી?
પ્રભુપાદ: તે સત્ય છે. કારણ કે અમે ભગવાન ચૈતન્યના પદચિહનો પર ચાલી રહ્યા છીએ. તેમને માનવામાં આવે છે... તે અમારા દ્વારા સ્વીકાર કરવામાં આવેલું છે - વૈદિક સાહિત્યના અધિકાર મુજબ - તેઓ સાક્ષાત કૃષ્ણ છે.
પ્રશ્નકર્તા: તે કોણ ભગવાન છે?
પ્રભુપાદ: ભગવાન ચૈતન્ય.
પ્રશ્નકર્તા: ઓહ હા. તે હતા જે પાંચસો વર્ષો પહેલા ભારત આવ્યા હતા?
પ્રભુપાદ: હા. તો તેઓ સ્વયમ કૃષ્ણ છે, અને તેઓ શીખવાડે છે કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો. તેથી તેમની પદ્ધતિ સૌથી અધિકૃત છે. જેમ કે તમે આ વ્યવસ્થામાં નિષ્ણાત છો. જો કોઈ કશું કરે છે, તેને તમે સ્વયમ શીખવાડો કે, "આવી રીતે કરો." તે ખૂબ જ અધિકૃત છે. તો ભાગવત ભાવનામૃત, ભગવાન સ્વયમ શીખવાડે છે. જેમ કે ભગવદ ગીતામાં, કૃષ્ણ ભગવાન છે. ભગવાન પોતાના વિષે કહે છે. અને અંતમાં તે કહે છે, "બસ તું મને શરણાગત થઇ જા. હું તારો ભાર લઈશ". પણ લોકો તેની ગેરસમજ કરે છે. તો ભગવાન ચૈતન્ય - કૃષ્ણ ફરીથી આવ્યા, ભગવાન ચૈતન્યના રૂપે, લોકોને શીખાવાડવા કે કેવી રીતે શરણાગત થવું. અને કારણકે અમે ચૈતન્ય મહાપ્રભુના પદચિહ્નોનું અનુસરણ કરીએ છીએ, અમારી પદ્ધતિ એટલી ઉન્નત છે કે વિદેશી લોકો પણ, જે કૃષ્ણને ક્યારેય જાણતા ન હતા, તેઓ શરણાગત થઈ રહ્યા છે. આ વિધિ એટલી તાકાતવાર છે. તો તે મારો હેતુ હતો. અમે એવું નથી કેહતા કે, "આ ધર્મ બીજા ધર્મ કરતા વધારે સારો છે." કે, "મારી વિધિ વધારે સરસ છે." અમારે પરિણામના હિસાબથી જોવું છે. સંસ્કૃતમાં એક શબ્દ છે, ફલેન પરીચીયતે. એક વસ્તુને તેના પરિણામના હિસાબથી માપવામાં આવે છે.
પ્રશ્નકર્તા: એક વસ્તુનો નિર્ણય...?
પ્રભુપાદ: તેના પરિણામથી.
પ્રશ્નકર્તા: ઓહ, હા.
પ્રભુપાદ: તમે કહી શકો છો, હું કહી શકું છું કે મારી પદ્ધતિ ખૂબજ સારી છે. તમે કહી શકો છો કે તમારી પદ્ધતિ વધારે સરસ છે. પણ આપણે તેના પરિણામથી તેનો નિર્ણય લેવો જોઈએ. તે છે... ભાગવત કહે છે તે ધર્મ સૌથી શ્રેષ્ઠ છે કે જેનું પાલન કરીને વ્યક્તિ ભગવાનનો પ્રેમી બની જાય છે.