GU/Prabhupada 0115 - મારુ એક માત્ર કાર્ય છે કૃષ્ણના સંદેશને પહોંચાડવો



Lecture -- Los Angeles, July 11, 1971

તો, મને પ્રસન્નતા છે કે આ છોકરાઓ મને કૃપા કરીને મદદ કરે છે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો વિસ્તાર કરવા માટે, અને કૃષ્ણ અવશ્ય તેમને આશીર્વાદ આપશે. હું ખૂબજ તુચ્છ છું. મારી પાસે કોઈ સામર્થ્ય નથી. મારૂ એકજ કર્તવ્ય છે કૃષ્ણના સંદેશનો પ્રચાર કરવો. જેમ કે ટપાલનો પટાવાળો: તેનું એકજ કર્તવ્ય છે તે ટપાલને પહોંચાડવી. તે ટપાલના મુખ્ય ભાગ માટે જવાબદાર નથી. તેનું પરિણામ.. એક.ટપાલને વાંચીને વાંચકને કઈ લાગશે, પણ તેની જવાબદારી પટાવાળાની નથી. તેવી જ રીતે, મારી જવાબદારી છે, જે મેં મારા ગુરુ પાસેથી ગુરુ શિષ્ય પરંપરામાં પ્રાપ્ત કર્યું છે. હું તેજ વસ્તુને પ્રસ્તુત કરું છું, કોઈ ભેળસેળ વગર. તે મારું કર્તવ્ય છે. તે મારી જવાબદારી છે. મારે વસ્તુઓને તેજ રીતે પ્રસ્તુત કરવી જોઈએ જેમ કૃષ્ણે પ્રસ્તુત કરી હતી, જેમ કે અર્જુન દ્વારા પ્રસ્તુત થયું હતું, જેમ આપણા આચાર્યો દ્વારા પ્રસ્તુત થયું હતું, ભગવાન ચૈતન્ય, અને છેલ્લે મારા ગુરુ મહારાજ, ભક્તીસીદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ. તો, તેવી જ રીતે, જો તમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને તેજ ભાવમાં લેશો, અને જો તેનું વિતરણ કરશો બીજા લોકોને, તમારા બીજા દેશવાસીઓને, અવશ્ય તે અસરદાર હશે, કારણ કે તેમાં કોઈ પણ ભેળસેળ નથી. તેમાં કોઈ બડાશ નથી. તેમાં કોઈ છેતરપીંડી નથી. તે શુદ્ધ આધ્યાત્મિક ભાવના છે. બસ તેનો અભ્યાસ કરો અને તેનું વિતરણ કરો. તમારું જીવન યશસ્વી હશે.