GU/Prabhupada 0119 - આત્મા સદાબહાર છે
Lecture on BG 2.1-10 and Talk -- Los Angeles, November 25, 1968
પ્રભુપાદ: હા.
શ્રીમતી: શું આયુ એટલે તે છે, કે જ્યારે આત્મા શરીરનો ત્યાગ કરે છે, ત્યારે આત્માની આયુ વધી જાય છે?
પ્રભુપાદ: ના, આત્મા જૂનું નથી. આ શરીર બદલાય છે, અને તે વિધિ છે. તેને સમજાવવામાં આવશે,
- દેહીનો અસ્મિન યથા દેહે
- કૌમારમ યૌવનમ જરા
- તથા દેહાંતર પ્રાપ્તિર
- ધીરસ તત્ર ન મુહ્યતિ
- (ભ.ગી. ૨.૧૩)
આધ્યાત્મિક આત્મા હમેશા તાજું છે. આ શરીર બદલાય છે. તે સમજવું જોઈએ. આ શરીર બદલાય છે. તે દરેક વ્યક્તિ સમજી શકે છે. જેમકે તમારા બાળપણમાં તમારું શરીર હતું... જેમકે આ બાળક, એક અલગ શરીર. અને જ્યારે આ બાળક યુવાન છોકરી બની જશે, તે બીજું શરીર હશે. પણ આત્મા આ શરીરમાં અને બીજા શરીરમાં હોય છે. તો આ સાબિતી છે કે આત્મા બદલાતું નથી પણ શરીર બદલાય છે. આ સાબિતી છે. હું મારા બાળપણ વિષે વિચારું છું. તેનો અર્થ છે કે હું તેજ "હું" છું જે મારા બાળપણમાં હતો, અને મને યાદ છે કે મારા બાળપણમાં હું આ કરતો હતો, તે કરતો હતો. પણ આ બાળપણનું શરીર હવે નથી. તે જતું રહ્યું છે. તેથી સારાંશ છે કે મારૂ શરીર બદલાઈ ગયું છે, પણ હું તો તેજ વ્યક્તિ છું. શું તેવું નથી? તે સરળ સત્ય છે. તો આ શરીર બદલાશે, પણ છતાં હું રહીશ. હું બીજા શરીરમાં જઈ શકું છું, તેનો કોઈ મતલબ નથી, પણ હું રહીશ. તથા દેહાંતર પ્રાપ્તીર ધીરસ તત્ર ન મુહ્યતિ (ભ.ગી. ૨.૧૩). જેમ હું મારૂ શરીર બદલું છું આ વર્તમાન અવસ્થામાં પણ, તેવી જ રીતે, છેલ્લા બદલાવનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. હું બીજા શરીરમાં જાઉં છું... તે પણ સમજાવવામાં આવેલું છે, વાસાંસી જીર્ણાની યથા (ભ.ગી. ૨.૨૨), તે હું બદલું છું. જેમ કે જ્યારે હું સંન્યાસી ન હતો, ત્યારે મે કોઈ સજ્જન જેવો વેશ ધારણ કર્યો હતો. હવે મેં મારો વેશ બદલી દીધો છે. તેનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. ના. મે મારૂ શરીર બદલ્યું છે, બસ. મે મારો વેશ બદલ્યો છે.