GU/Prabhupada 0120 - અચિંત્ય યોગ શક્તિ
Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles
પ્રભુપાદ: શું તમે અનુવાદ કર્યું છે કે નહીં?
સ્વરૂપ દામોદર: અચિંત્ય?
પ્રભુપાદ: હા. અચિંત્ય કે રહસ્યમય.
સ્વરૂપ દામોદર: ગૂઢ વિદ્યા.
પ્રભુપાદ: હા.
સ્વરૂપ દામોદર: હું બસ તે સંગ્રહ કરું છું જે શ્રીલ પ્રભુપાદે સમજાવ્યું હતું, કે વિવિધ પ્રકારના અચિંત્ય-શક્તિયો જે આપણે અવલોકન કરીએ છીએ.
પ્રભુપાદ: અહી, અચિંત્ય શક્તિ કાર્ય કરે છે, આ ધુમ્મસ, આ ઝાકળ. તમારી પાસે તેને તોડવાની કોઈ શક્તિ નથી. તે તમારી શક્તિની પરે છે. તમે શબ્દોની કોઈ માયાજાળ દ્વારા સમજાવી શકો છો.
જનાર વ્યક્તિ: સુપ્રભાતમ.
પ્રભુપાદ: સુપ્રભાતમ. ... કે "આવા રસાયણો, આવા કણ ,આવું આ ને તે, "કેટલી બધી વસ્તુઓ છે. પણ (હસીને) તમારી પાસે કોઈ શક્તિ નથી તેને તોડવા માટે.
સ્વરૂપ દામોદર: હા. તેમની પાસે વિગતવાર સમજૂતી છે કે કેવી રીતે ધુમ્મસ બને છે. તેઓ કહે છે...
પ્રભુપાદ: તે તમે કરી શકો છો. એટલે કે, હું પણ કરી શકું છું. તે બહુ મહાન કાર્ય નથી. પણ જો તમને જાણ થશે કે તે કેવી રીતે બને છે, ત્યારે તેનો પ્રતિકાર કરો.
સ્વરૂપ દામોદર: અમને ખબર છે તે કેવી રીતે બને છે. અમને ખબર છે તે કેવી રીતે બને છે.
પ્રભુપાદ: હા, તો તમને ખબર છે, ત્યારે તમે શોધો, કેવી રીતે પ્રતિકાર કરવો. જેમ કે પૂર્વકાળમાં યુદ્ધમાં પરમાણુ બ્રહ્માસ્ત્રનો ઘા થયો હતો. બીજા પક્ષ ઉપર...બ્રહ્માસ્ત્ર એટલે કે તીવ્ર ઉષ્મા. તો તેમણે કઈ બનાવ્યું, તેમણે જળમાં તેને પરિવર્તિત કર્યું. કારણ કે ઉષ્મા પછી જળ હોવું જોઈએ. તો તે વિજ્ઞાન ક્યાં છે?
સ્વરૂપ દામોદર: તે દૂધ જેવું છે. દૂધ સફેદ લાગે છે, પણ તે માત્ર પાણી છે. તેઓ કહે છે, તે પ્રોટીનના ગુન્દરીયા પદાર્થનું મિશ્રણ છે, આ કેસીન, પાણીમાં. તો તેવી જ રીતે, આ ધુમ્મસ પણ હવામાં જળનો ગુન્દરીયા પદાર્થનું મિશ્રણ છે.
પ્રભુપાદ: હા. તો તમે થોડીક અગ્નિ ઉત્પન્ન કરો. તે તરત જ નીકળી જશે. જળને અગ્નિ દ્વારા ભગાડી શકાય છે. તો તમે બનાવો. તે તમે નથી કરી શકતા. તમે હમણાં એક બોમ્બ ફેક્યો હતો. થોડી ઉષ્મા થશે, અને બધુ ધુમ્મસ જતું રહેશે. એમ કરો.
કરંધર: તે આખા ગ્રહને ઉડાવી નાખશે. તે આખા ગ્રહને ઉડાવી નાખશે. (હાસ્ય)
પ્રભુપાદ: હરે કૃષ્ણ. જળનો પ્રતિકાર અગ્નિ કે વાયુથી થઇ શકે છે. બધાને ખબર છે. તો તમે તે કરો, મિશ્રણ. તો આ તમારા માટે યોગ શક્તિ છે. તમે બધી બકવાસ વાતો કરી શકો છો, પણ તમે તેના વિરોધમાં કાર્ય નથી કરી શકતા. તેથી તે ગૂઢ શક્તિ છે. તો તેવી જ રીતે, કેટલી બધી વસ્તુઓ છે. તે અચિંત્ય-શક્તિ છે. તમે વિચારી પણ નથી શકતા. પ્રકૃતિના મુજબે, તરતજ સૂર્યનો ઉદય થાય છે - હવે કોઈ ધુમ્મસ નહીં. સમાપ્ત. સૂર્યના તાપમાનના થોડાક વધારાથી બધું સમાપ્ત થઈ જાય છે. નિહારામ ઈવ ભાસ્કાર: તે ઉદાહરણ ભાગવતમાં આપેલું છે. નિહાર, તેને નિહાર કેહવાય છે. જેમ કે નિહાર તરતજ ભાસ્કર, સૂર્ય, દ્વારા વિખરી જાય છે, તેવી જ રીતે, જો વ્યક્તિ તેની સુષુપ્ત ભક્તિને જાગૃત કરી શકે, ત્યારે બધું સમાપ્ત થઈ ગયું છે, તેના પાપમય કર્યોના ફળ, સમાપ્ત. નિહારમ ઈવ ભાસ્કર: તમે બસ બનાવો... તમે ગણતરી કરો કે સૂર્ય આ રસાયણ અને તે રસાયણથી બનેલો છે. બસ તમે એક સૂર્ય બનાવીને તેને ફેકી દો. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, બડાશ અને શબ્દોની માયાજાળ, તે સારું નથી.
સ્વરૂપ દામોદર: તેજ સંશોધનનો અર્થ છે. સંશોધન એટલે કે તે સમજવું જે પેહલા ખબર ન હતી.
પ્રભુપાદ: હા. સંશોધન એટલે કે તમે સ્વીકાર કરો કે તમે બધા મૂર્ખાઓ અને ધૂર્તો છો. સંશોધન કોના માટે છે? જેમને ખબર નથી. નહિતો સંશોધનનો શું પ્રશ્ન? તમને ખબર નથી. તમે સ્વીકાર કરો. તો કેટલી બધી ગૂઢ શક્તિઓ છે. તમને ખબર નથી તે કેવી રીતે થાય છે. તેથી તમારે આ અચિંત્ય શક્તિનો સ્વીકાર કરવો જોઈએ. અને આ અચિંત્ય શક્તિનો સ્વીકાર કર્યા વગર, ભગવાનનો કોઈ મતલબ નથી. એવું નહીં કે બાળ-યોગી ભગવાન બની શકે છે. તો આ બધુ મૂર્ખાઓ અને ધૂર્તો માટે છે. પણ જે બુદ્ધિશાળી છે, તે આ અચિંત્ય શક્તિની પરીક્ષા કરશે. જેમ કે આપણે કૃષ્ણને ભગવાનના રૂપમાં સ્વીકાર કરીએ છીએ -અચિંત્ય શક્તિ. અમે રામને સ્વીકાર કરીએ છીએ - અચિંત્ય શક્તિ. સસ્તામાં નહીં. કોઈ લુચ્ચો આવીને કહે છે, "હું ભગવાનનો અવતાર છું". અને બીજો લુચ્ચો સ્વીકાર કરે છે. એ તેવું નથી. "રામકૃષ્ણ ભગવાન છે." આપણે સ્વીકાર નથી કરતા. આપણને અચિંત્ય ગૂઢ શક્તિને જોવી જોઈએ. જેમ કે કૃષ્ણ, એક બાળક જેવા, પર્વતને ઉઠાવ્યો. આ અચિંત્ય શક્તિ છે. રામચંદ્ર, તેમણે એક પત્થરોનો સેતુ બનાવ્યો હતો વિના કોઈ સ્તંભનો. તે પત્થર તરવા માંડ્યો: "આવી જા." તો આ અચિંત્ય શક્તિ છે. અને કારણકે તમે આ અચિંત્ય શક્તિ સાથે ગોઠવી નથી શકતા, જ્યારે તેમનું વર્ણન થાય છે, ત્યારે તમે કહો છો, "ઓહ, આ તો બધી કથાઓ છે." તેને શું કેહવાય છે? માઇથોલોજી. પણ આ મહાન, મહાન ઋષિયો, વાલ્મીકી અને વ્યાસદેવ અને બીજા આચાર્યો, તેઓ તેમનો સમય માત્ર માઇથોલોજી લખવા માટે બગાડે છે? આવા વિદ્વાન પંડિતો? અને તેમણે તેનું માઇથોલોજી તરીકે અર્થઘટન નથી કર્યું. તેમણે આને વાસ્તવિક ઘટના રૂપે સ્વીકાર્યું. જંગલની આગ હતી. અને બધા મિત્રો, અને ગ્વાલ બાળો ખૂબજ ચિંતિત થઇ ગયા હતા, તેઓ કૃષ્ણની તરફ જોવા લાગ્યા: "કૃષ્ણ, હવે શું કરવું?" "ઠીક છે." તેઓ આખા દાવાનળને બસ ગળી ગયા. તે અચિંત્ય શક્તિ છે. તે ભગવાન છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વિર્યસ્ય યશસઃ શ્રીય: (વિષ્ણુ પુરાણ ૬.૫.૪૭). આ છ ઐશ્વર્યો પૂર્ણ માત્રમાં છે. તે ભગવાન છે. અચિંત્ય શક્તિ, આપણી પાસે પણ છે. ખૂબજ નાની માત્રામાં. આપણા શરીરની અંદર કેટલી બધી વસ્તુઓ ચાલી રહી છે. આપણે સમજાવી નથી શકતા. તેજ ઉદાહરણ. મારા નખ બિલકુલ તેજ રૂપમાં આવે છે. અને ભલે તે રોગથી બગડી જાય છે, ફરીથી તે આવે છે. મને ખબર નથી કે શું પ્રક્રિયા ચાલી રહી છે, અને નખ કેવી રીતે આવે છે, તેજ સ્થાને વ્યવસ્થિત ગોઠવાય છે અને બધું. તે મારા શરીરમાથી આવે છે. તે અચિંત્ય શક્તિ છે. તે મારા માટે પણ અચિંત્ય શક્તિ છે અને ડોકટરો માટે, બધા માટે... પણ તેઓ સમજાવી નથી શકતા.