GU/Prabhupada 0124 - આપણે ગુરુના શબ્દોને પ્રાણ અને આત્મા રૂપે લેવા જોઈએ
તો તેમના જીવનમાં તેઓ અખંડ બ્રહ્મચારી હતા. ભક્તીવીનોદ ઠાકુરને બીજા પણ પુત્રો હતા,અને તેઓ પાંચમાં પુત્ર હતા, અને તેમના બીજા ભાઈઓ પણ, તેમણે પણ લગ્ન ન હતા કર્યા. અને મારા ગુરુ મહારાજ, તેમણે પણ લગ્ન ન હતા કર્યા. તેમના બાળપણથી તેઓ કડક બ્રહ્મચારી હતા, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ. અને તેમણે ખૂબજ કઠોર તપસ્યા કરી હતી આ અંદોલનને શરુ કરવા માટે, વિશ્વવ્યાપી આંદોલન. તે તેમનો ઉદ્દેશ્ય હતો. ભક્તીવીનોદ ઠાકુરને પણ આ કરવું હતું. તેઓ, ૧૮૯૬માં, ભક્તીવીનોદ ઠાકુર આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દાખલ કરવા માગતા હતા આ પુસ્તક, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તેમનું જીવન અને શિક્ષાઓ, મોકલીને. સૌભાગ્યવશ, તે વર્ષ મારા જન્મનું વર્ષ હતું, અને કૃષ્ણની વ્યવસ્થાથી અમે સંપર્કમાં આવ્યા હતા. હું બીજા પરિવારમાં જન્મ્યો હતો, અને મારા ગુરુ મહારાજ પણ બીજા પરિવારમાં જન્મ્યા હતા. કોને ખબર હતી કે હું તેમના રક્ષણમાં આવીશ? કોને ખબર હતી કે હું અમેરિકામાં આવીશ? કોને ખબર હતી કે તમે અમેરિકી છોકરાઓ મારી પાસે આવશો? આ બધી કૃષ્ણની વ્યવસ્થાઓ છે. આપણે સમજી નથી શકતા કેવી રીતે વસ્તુઓ થઇ રહી છે.
૧૯૩૬માં...આજે નવ ડીસેમ્બેર, ૧૯૩૮(૬૮) છે. તેનો અર્થ છે કે બત્રીસ વર્ષો પેહલા, બોમ્બેમાં, હું ત્યારે કોઈ વ્યવસાય કરતો હતો. અચાનક, લગભગ આ દિવસે, ૯ કે ૧૦ ડિસેમ્બરના દિવસે. તે સમયે ગુરુ મહારાજ થોડા અસ્વસ્થ હતા,અને તેઓ જગન્નાથ પૂરીમાં દરિયાકિનારે રેહતા હતા. તો મે તેમને પત્ર લખ્યો હતો, "મારા પ્રિય સ્વામી, તમારા બીજા શિષ્ય, બ્રહ્મચારી, સંન્યાસી, તેઓ તમારી સાક્ષાત સેવા કરે છે. અને હું ગૃહસ્થ છું. હું તમારી સાથે રહી નથી શકતો. હું તમારી સારી સેવા નથી કરી શકતો. તો મને ખબર નથી. હું કેવી રીતે તમારી સેવા કરી શકું? બસ તે એક ખ્યાલ હતો, હું તેમની સેવા કરવા માગતો હતો, "કેવી રીતે હું તેમની નિષ્ઠાથી સેવા કરી શકું?" તો તેનો પ્રત્યુત્તર આવ્યો હતો ૧૩ દીસેમ્બેર, ૧૯૩૬ના દિવસે. તે પત્રમાં તેમણે લખ્યું હતો, "મારા પ્રિય, હું ખુબજ પ્રસન્ન છું તમારો પત્ર મળવાથી. મને લાગે છે કે તમારે આપણા આંદોલનને અંગ્રેજી ભાષામાં આગળ વધારવું જોઈએ." તે તેમનું લખાણ હતું. "અને તે તમને સારું કરશે અને તે લોકોને કે જે તમારી મદદ કરશે." "અને મારી ઈચ્છા છે.." તે તેમનો છેલ્લો આદેશ હતો.
અને પછી ૧૯૩૬માં, એકત્રીસ ડીસેમ્બેરના દિવસે - તેનો અર્થ છે કે આ પત્ર લખવાના ૧૫ દિવસો પછી - તેઓ ગુજરી ગયા. પણ મે મારા ગુરુ મહારાજના આદેશને ખુબજ ગંભીરતાથી લીધો, પણ મે એમ ન હતું વિચાર્યું કે મારે આવું અને આવું કાર્ય કરવું પડશે. તે સમયે હું ગૃહસ્થ હતો. પણ આ કૃષ્ણની વ્યવસ્થા છે. જો આપણે કડકાઈથી ગુરુ મહારાજના આદેશનો પાલન કરવાનો પ્રયત્ન કરીશું, તો કૃષ્ણ આપણને બધી સગવડો આપશે. તે રહસ્ય છે. જોકે કોઈ સંભાવના ન હતી, મે કદી વિચાર્યું ન હતું, પણ મે થોડું ગંભીરતાથી લીધું ભગવદ ગીતાની ઉપર શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની ટીકાને વાંચીને. ભગવદ ગીતામાં શ્લોક છે વ્યવસાયાત્મિકા બુદ્ધીર એકેહ કુરુ-નંદન (ભ.ગી. ૨.૪૧), આ શ્લોકના સંબંધમાં, શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની ટીકા આપે છે, કે આપણે આપણા ગુરુ મહારાજના શબ્દોને આપણા પ્રાણ અને આત્મા તરીકે લેવા જોઈએ. આપણે તે આદેશનો પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, ગુરુ મહારાજનો ચોક્કસ આદેશ, ખુબજ દૃઢતાથી, આપણા પોતાના લાભ કે હાનિની દરકાર કર્યા વગર.
તો મે તે ભાવમાં થોડો પ્રયત્ન કર્યો છે. તો તેમણે મને બધી સગવડો આપી છે તેમની સેવા માટે. વાત અહી સુધી પહોંચી ગઈ કે હું આ વૃદ્ધ અવસ્થામાં તમારા દેશમાં આવ્યો છું, અને તમે પણ આ અંદોલનને ગંભીરતાથી લો છો, અને તેને સમજવાનો પ્રયત્ન કરો છો. આપણી પાસે હવે થોડા પુસ્તકો છે. તો આ અંદોલનનો થોડો પગપાયો છે. તો મારા ગુરુ મહારાજના વિદાયના અવસરે, જેવી રીતે હું તેમની ઈચ્છાનો અમલ કરવાનો પ્રયત્ન કરું છું, તેવી જ રીતે, હું તમને પણ વિનંતી કરું છું તે આદેશનું પાલન કરવા માટે, મારી ઈચ્છાથી. હું એક વૃદ્ધ માણસ છું, હું કોઈ પણ ક્ષણે ગુજરી જઈ શકું છું. તે પ્રકૃતિનો નિયમ છે. કોઈ પણ તેને રોકી ના શકે. તો તે બહુ આશ્ચર્યજનક નથી, પણ મારો આગ્રહ છે મારા ગુરુ મહારાજના વિદાયના આ શુભ દિવસે, કે ઓછામાં ઓછું, તમે તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો થોડો સાર સમજ્યો છે. તમારે આને આગળ વધાવાનો પ્રયત્ન કરવો જોઈએ. લોકો આ ચેતનાના અભાવથી પીડાઈ રહ્યા છે.