GU/Prabhupada 0123 - બળપૂર્વક શરણાગતિ - તે વિશેષ કૃપા છે



Lecture-Day after Sri Gaura-Purnima -- Hawaii, March 5, 1969

ભક્ત: શું અમે કૃષ્ણને તેમને બળપૂર્વક શરણાગત થવા માટે પ્રાર્થના કરી શકીએ, અમારી બદ્ધ અવસ્થાના કારણે?

પ્રભુપાદ: હા, તમે વિનંતી કરી શકો છો. અને કોઈક વાર તેઓ બળ આપે પણ છે. તેઓ તમને એવી પરિસ્થીતીઓમાં મૂકી દે છે કે તમારી પાસે બીજો કોઈ માર્ગ નથી તેમને શરણાગત થવા સિવાય. હા. તે વિશેષ કૃપા છે. તે વિશેષ કૃપા છે. હા. મારા ગુરુ મહારાજ મને પ્રચાર કરાવવા માગતા હતા, પણ મને તે સારું ન હતું લાગતું, પણ તેમણે મને બળ આપ્યું. હા. તે મારો પ્રત્યક્ષ અનુભવ છે. મારી કોઈ ઈચ્છા ન હતી સંન્યાસ લઈને પ્રચાર કરવાની પણ મારા ગુરુ મહારાજ તે ઈચ્છતા હતા. મને તેના તરફ બહુ ઢોળાવ ન હતો, પણ તેમણે મને બળ આપ્યું. તે પણ થાય છે. તે વિશેષ કૃપા છે. જ્યારે તેમણે મને બળ આપ્યું, તે સમયે, મે વિચાર્યું કે "આ શું છે? શું...? હું કોઈ ભૂલ કરું છું કે શું?".હું મૂંઝવાઈ ગયો હતો. પણ થોડા સમય પછી, હું સમજી શકતો હતો કે તે મારા ઉપર એક મહાન કૃપા કરી છે. તમે જોયું? તો જ્યારે કૃષ્ણ કોઈને શરણાગત થવા માટે બળ આપે છે, ત્યારે તે એક મહાન કૃપા છે. પણ સામાન્ય રીતે, તેઓ તે નથી કરતાં. પણ તેઓ કરે છે તે વ્યક્તિની ઉપર જે કૃષ્ણની સેવા માટે ખૂબજ નિષ્ઠાવાન છે. પણ તેજ સમયે તેને ભૌતિક ભોગ કરવાની થોડી ઈચ્છા છે. તે પરિસ્થિતિમાં તેઓ કરે છે, કે "આ મૂર્ખ વ્યક્તિને ખબર નથી કે આ ભૌતિક સગવડ ક્યારે પણ તેને સુખી નહીં બનાવી શકે, અને તે સાચી નિષ્ઠાથી મારી કૃપાની ઈચ્છા કરે છે. તો તે મૂર્ખ છે. તેથી, જે પણ થોડી ઘણી સંપત્તિ તેની પાસે છે ભૌતિક ઉપભોગ માટે, તેને હું તોડી દઈશ. ત્યારે તેની પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય મને શરણાગત થવા સિવાય."

તે ભગવદ ગીતા, કે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે, યાસ્યાહમ અનુગ્રહ્નામી હરીશ્યે તદ ધનમ શનૈ: (શ્રી.ભા. શ્રી.ભા. ૧૦.૮૮.૮). કૃષ્ણ કહે છે કે "જો હું કોઈના ઉપર વિશેષ કૃપા કરું છું, ત્યારે હું તેને ધન-હિન બનાવી દઉં છું. હું તેના ભોગ-વિલાસના બધા સાધનો લઇ લઉં છું." તમે જોયું? તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે. કારણકે આ ભૌતિક જગતમાં બધા પ્રયત્ન કરી રહ્યા છે સુખી થવા માટે, વધારે ધન કમાઈને, કે ધંધાથી, નોકરીથી, આ રીતે કે બીજી રીતે. પણ વિશેષ પરિસ્થીતીઓમાં કૃષ્ણ તેના ધંધાને કે સેવાને નિષ્ફળ બનાવે છે. શું તમને તે સારું લાગે છે? (હસે છે) તે સમયે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી કૃષ્ણને શરણાગત થવા બદલ. તમે જોયું? પણ કોઈક વાર જ્યારે આપણે આપણા ધંધામાં કે ધન કમાવવામાં નિષ્ફળ થઈએ છીએ, આપણે શરમિંદા થઈએ છીએ કે ,"ઓહ, કૃષ્ણ મારા ઉપર એટલા ક્રૂર છે કે હું આના ઉપર વિશ્વાસ નથી કરી શકતો." પણ આ તેમની કૃપા છે, વિશેષ કૃપા છે. તમારે તેને તેમ સમજવું .જોઈએ.