GU/Prabhupada 0127 - એક મહાન સંસ્થા ખોવાઈ ગઈ તરંગી વિચારોને કારણે



Lecture on SB 1.2.11 -- Vrndavana, October 22, 1972

ત્યારે... મારા ગુરુ મહારાજ કેહતા હતા કે, "કૃષ્ણને જોવાનો પ્રયત્ન ના કરો; એવું કઈક કરો જેનાથી કૃષ્ણ તમને જુએ." તેની જરૂર છે. જો કૃષ્ણ, જો તમે કૃષ્ણનું થોડું ધ્યાન ખેંચી શકો છો, યત કારુણ્ય કટાક્ષ વૈભાવવતામ, કટાક્ષ વૈભવતામ... પ્રબોધાનંદ સરસ્વતી કહે છે, જો તમે એક કે બીજી રીતે કૃષ્ણનું થોડું ધ્યાન ખેંચી શકશો, તમારું જીવન સફળ છે. તરતજ. અને તમે કેવી રીતે કરી શકશો? ભક્ત્યા મામ અભીજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). બસ કૃષ્ણની સેવા કરીને. સેવાને લો, કૃષ્ણની સેવાને લો, જેમ ગુરુ દ્વારા આદેશ આપવામાં આવેલો છે તેમ. કારણકે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના પ્રતિનિધિ છે, આપણે સીધા કૃષ્ણને પહોંચી ના શકીએ. યસ્ય પ્રસાદાદ ભાગવત પ્રસાદો. જો તમારી પાસે એક પ્રામાણિક ગુરુ છે, જે કૃષ્ણના પ્રતિનિધિ છે, ત્યારે તમારા માટે તે બહુ મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ કૃષ્ણનો પ્રતિનિધિ બની શકે છે. કેવી રીતે? જો તમે કૃષ્ણના સંદેશને વગર કોઈ ભેળસેળ વગર લઈ જાઓ. બસ તેટલું જ.

જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું, આમાર આજ્ઞાય ગુરુ હયા (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮), "તમે મારી આજ્ઞાથી ગુરુ બનો." તો જો તમે ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ, ના આદેશનું પાલન કરશો, તો તમે ગુરુ બની જશો. આમાર આજ્ઞાય ગુરુ હયા. દુર્ભાગ્યવશ, આપણને આચાર્યોના આદેશનું પાલન કરવાની ઈચ્છા નથી. આપણે આપણા પોતાના માર્ગો બનાવીએ છે. આપણી પાસે એક વ્યવાહારિક ઉદાહરાણ છે કેવી રીતે એક મહાન સંસ્થા વિચિત્ર પદ્ધતિઓ દ્વારા ખોવાઈ ગઈ હતી. ગુરુના આદેશનું પાલન કર્યા વગર તેમણે બીજું કઈ બનાવી દીધું અને આખી વસ્તુ નષ્ટ થઇ ગઈ. તેથી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ગુરુના શબ્દો ઉપર ખૂબજ ભાર આપે છે. વ્યવસાયાત્મિક બુદ્ધિ એકેહ કુરુ નન્દન: (ભ.ગી. ૨.૪૧). જો તમે ગુરુના આદેશને પકડી રાખશો, ત્યારે, તમારી પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાની દરકાર કર્યા વગર, ત્યારે તમે સિદ્ધ બની જાઓ છો.

યસ્ય દેવે પરા ભક્તિર
યથા દેવે તથા ગુરૌ
તસૈત કથિતા હી અર્થા:
પ્રકાશંતે મહાત્મન:
(શ્વે.ઉ. ૬.૨૩)

આ બધા અધિકારીઓની પુષ્ટિ છે. આપણને કૃષ્ણના પ્રામાણિક પ્રતિનિધિનો આદેશ ખુબજ શ્રદ્ધાથી પાલન કરવો જોઈએ. ત્યારે આપણું જીવન સફળ છે. ત્યારે આપણે કૃષ્ણને તત્વ (સત્ય) માં સમજી શકીએ છીએ. વદન્તિ તત તત્વ વિદસ તત્ત્વમ (શ્રી.ભા. ૧.૨.૧૧). આપણે તત્વ-વિત પાસેથી સાંભળવું જોઈએ, કહેવાતા પંડિતો અને રાજકારણીઓ પાસેથી નહીં. ના. જેને સત્ય ખબર છે, તમારે તેમની પાસેથી જ સાંભળવું જોઈએ. અને જો તમે તે સિદ્ધાંતને પકડી રાખશો, ત્યારે તમે બધું સ્પષ્ટ રૂપે સમજી શકશો.

આપનો ખૂબ ખૂબ આભાર.