GU/Prabhupada 0128 - હું ક્યારેય મૃત્યુ નહીં પામું
Press Conference -- July 16, 1975, San Francisco
પત્રકાર: અમેરિકામાં કેટલા સદસ્ય છે? મને કહ્યું છે કે બે હજાર છે. શું તે લગભગ સાચું છે?
પ્રભુપાદ: તે તેઓ કહી શકે છે. જયતીર્થ: ઠીક છે, અમારો છાપેલો આંકડો છે કે દુનિયાભરના સદસ્ય દસ હજાર છે. તેમાંથી કેટલા અમેરીકામાં છે, તેનો ભાગ નથી પડ્યો.
પત્રકાર: મેં એક કથા કરી હતી આ આંદોલન ઉપર પાંચ વર્ષો પેહલા અને તે સમયે અમેરીકામાં આંકડો પણ બે હજાર હતો.
પ્રભુપાદ: તે વધે છે.
પત્રકાર: શું તે વધે છે?
પ્રભુપાદ: ઓહ, હા, અવશ્ય.
જયતીર્થ: મેં કહ્યું કે દુનિયાભરનો આંકડો દસ હજાર છે.
પત્રકાર: હા, હું સમજી ગયો. શું તમે કહી શકો છો તમે કેટલા વર્ષના છો?
જયતીર્થ: તે તમારી ઉમર જાણવા માગે છે, શ્રીલ પ્રભુપાદ.
પ્રભુપાદ: હું, એક મહિના પછી એસી વર્ષનો થઈશ.
પત્રકાર (૨): એશી? પ્રભુપાદ: એશી વર્ષનો. પત્રકાર: શું થશે...
પ્રભુપાદ: મારો જન્મ ૧૮૯૬માં થયો હતો, હવે તમે ગણી શકો છો.
પત્રકાર: અમેરીકામાં આ આંદોલનનું શું થશે જ્યારે તમે મૃત્યુ પામશો?
પ્રભુપાદ: હું કદી પણ નહીં મરૂ.
ભક્તો: જય! હરિબોલ! (હાસ્ય)
પ્રભુપાદ: હું મારા પુસ્તકો દ્વારા રહીશ અને તમે તેનો ઉપયોગ કરશો.
પત્રકાર: શું તમે તમારા વારસદારને પ્રશિક્ષણ આપો છો?
પ્રભુપાદ: હા, મારા ગુરુ મહારાજ ત્યાં છે. મારા ગુરુ મહારાજનો ફોટો ક્યાં છે? મને લાગે છે... આ રહ્યો.
પત્રકાર: હરે કૃષ્ણ આંદોલન કેમ સામાજિક વિરોધમાં ભાગ નથી લેતા?
પ્રભુપાદ: અમે શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તા છીએ. લોકો મૂર્ખ અને ધૂર્ત છે. અમે તેમને ભગવદ ભાવનામૃતની સારી ભાવના શીખવાડી રહ્યા છીએ. અમે શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તા છીએ. અમે બધા ગુનાઓને બંધ કરીશું. તમારૂ સમાજ-કાર્ય શું છે? હિપ્પી અને ગુનેગારોનેને ઉત્પન્ન કરવું. તે સમાજ કાર્ય નથી. ' સામાજિક કાર્ય એટલે કે જનતા ખુબજ શાંત, જ્ઞાની, બુદ્ધિશાળી, ભગવદ-ભાવનાભાવિત હોવી જોઈએ, પ્રથમ વર્ગના માણસ. તે સામાજિક કાર્ય છે. જો તમે ચોથા વર્ગના ,પાંચમાં વર્ગના અને દસમાં વર્ગના માણસ ઉત્પન્ન કરો, તો શું છે તે સામાજિક કાર્ય? અમે તેનું ઉત્પાદન કરી રહ્યા છીએ...અહી જુઓ. અહી પ્રથમ વર્ગનો માણસ છે. તેમને કોઈ ખરાબ આદત નથી, અવૈધ યૌન સંબંધ, નશો, માંસાહાર કે જુગાર. તે બધા જુવાન માણસો છે. તે આ બધા વસ્તુઓના વ્યસની નથી. આ સામાજિક કાર્ય છે.
ભક્તદાસ: શ્રીલ પ્રભુપાદ, તેમને જાણવું છે કે કે હરે કૃષ્ણ આંદોલનનો રાજકારણીય પ્રભાવ શું હશે?
પ્રભુપાદ: બધું સરખું થઇ જશે જ્યારે હરે કૃષ્ણ આંદોલન અપનાવવામાં આવશે. યસ્યાસ્તી ભક્તિર ભગવતિ અકિંચન સર્વૈર ગુનૈસ તત્ર સમાસતે સુરા: (શ્રી.ભા. ૫.૧૮.૧૨). જ્યારે આ ભગવદ ભાવનામૃતનો પ્રચાર થશે, ત્યારે બધું સંપન્ન અને ગુણવાન બની જશે. અને ભગવદ ભાવનામૃત વગર આ કહેવાતું જ્ઞાન જે વિષે આપણે સવારે વાતો કરી રહ્યા હતા, તે વ્યર્થ અને નિરર્થક જશે. બસ તેઓ વાતો કરી રહ્યા છે. કયા વિષય પર આપણે સવારે વાતો કરી રહ્યા હતા?
બહુલાશ્વ: આજે સવારે મનોવિજ્ઞાન વિષે.
પ્રભુપાદ: તેનું પરિણામ છે કે વિદ્યાર્થિઓ ઇમારતોથી કૂદી પડે છે નિરાશામાં. અને તેઓ કાચથી રક્ષિત છે. બહુલાશ્વ: બેર્કલી કેમ્પસના બેલ ટાવરમાં ૬૦ના દશકમાં વિદ્યાર્થિઓ કૂદી જતા હતા પોતાને મારી નાખવા. તો તેમણે ત્યાં કાચ રાખ્યો હતો વિદ્યાર્થિઓને કૂદવાથી બચાવવા માટે. તો પ્રભુપાદ સમજાવી રહ્યા હતા કે આ તેમનું શિક્ષણ છે કે તે ભણીને, તેમણે કૂદવું પડે છે આત્મહત્યા કરવા માટે. (હાસ્ય)
પ્રભુપાદ: આ શિક્ષણ નથી. વિદ્યા દધાતી નમ્રતા. જે શિક્ષિત છે તે વિનમ્ર, ઉદાર, ધીર, અને જ્ઞાનથી પૂર્ણ હોય છે, જીવનમાં જ્ઞાનનો વ્યાવહારિક પ્રયોગ, સહનશીલ, મનનું નિયંત્રણ, ઇન્દ્રિયોનું નિયંત્રણ. તે શિક્ષણ છે. આ શું શિક્ષણ છે?
પત્રકાર: શું તમે કોલેજ બનાવવા ઈચ્છો છો?
પ્રભુપાદ: હા, તે મારી આગલી ઈચ્છા છે, કે અમે અમારા વર્ગના અનુસાર શિક્ષણ આપીએ. પ્રથમ-દર્જો, બીજો દર્જો, ત્રીજો દર્જો અને ચોથા દર્જા સુધી. અને પાંચમો વર્ગ, છટ્ઠો વર્ગ, તે આપમેળે છે જ. તો ઓછામાં ઓછું માનવ સમાજમાં, પ્રથમ વર્ગના માણસો, હોવા જ જોઈએ, આદર્શ માણસો, અને તે છે જે મનને નિયંત્રણ કરવામાં શિક્ષિત છે, ઇન્દ્રિયોના નિયંત્રણમાં,ખૂબજ સ્વચ્છ, સત્યવાન, સહનશીલ, સરળતા, જ્ઞાનથી પૂર્ણ, અને જ્ઞાનનો જીવનમાં વ્યવહારિક પ્રયોગ અને ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ. તે પ્રથમ વર્ગનો માણસ છે.