GU/Prabhupada 0129 - કૃષ્ણ ઉપર આધારિત રહો - કોઈ અછત નહીં હોય



Lecture on SB 7.6.1 -- Vrndavana, December 2, 1975

કૃષ્ણ કહે છે, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી.૯.૩૪). આપણે આનો પ્રચાર કરી રહ્યા છીએ. આ મંદિરમાં આપણે બધાને વિનંતી કરીએ છીએ,"અહી કૃષ્ણ છે. હમેશા કૃષ્ણનું સ્મરણ કરો. હરે કૃષ્ણનો જપ કરો." ત્યારે તમારે વિચારવું પડશે, "હરે કૃષ્ણ, હરે કૃષ્ણ" એટલે કૃષ્ણ વિષે વિચારવું. જેવુ તમે કૃષ્ણનું નામ સાંભળશો, મનમના. અને તે કોણ કરશે? મદભક્ત. જ્યાં સુધી તમે કૃષ્ણના ભક્ત નહીં બનો, ત્યા સુધી તમે તમારો સમય બગાડી ના શકો, "કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ." તેનો અર્થ છે કે માત્ર હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને તમે કૃષ્ણના ભક્ત બની જશો. મનમના ભવ મદભક્તો મદ્યાજી.

હવે, કૃષ્ણની આ પૂજા... આખો દિવસ કૃષ્ણની મંગલ આરતીમાં પ્રવૃત રહેવું, કૃષ્ણના કીર્તન માટે, કૃષ્ણના માટે રાંધવા, કૃષ્ણના પ્રસાદ વિતરણ માટે, અને કેટલી બધી રીતે. તો આપણા ભક્તો આખી દુનિયામાં - ૧૦૨ કેન્દ્રો છે - તેઓ માત્ર કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન છે. આ અમારો પ્રચાર છે, હમેશા, બીજું કોઈ કાર્ય નથી. અમે કોઈ કાર્ય નથી કરી રહ્યા, પણ અમે ઓછામાં ઓછા પચ્ચીસ લાખ રુપિયા ખર્ચ કરી રહ્યા છે, પચ્ચીસ લાખ રુપિયા દર મહીને, પણ કૃષ્ણ પૂરા પાડી રહ્યા છે. તેશામ નીત્યાભીયુક્તાનામ યોગક્ષેમમ વહામિ અહમ (ભ.ગી. ૯.૨૨). જો તમે કૃષ્ણ ભાવનાભાવિત રહેશો, પૂર્ણ રીતે કૃષ્ણ પર નિર્ભર, તો કોઈ અછત નહીં રહે. મે આ કૃષ્ણનું કાર્ય ચાલીસ રુપયાથી શરૂ કર્યું હતું. હવે અમારી પાસે ચાલીસ કરોડ રુપિયા છે. શું એવો કોઈ વ્યવસાયી છે આખા જગતમાં જે દસ વર્ષોમાં ચાલીસ રુપયાથી ચાલીસ કરોડ રુપિયા બનાવી શકે છે? તેવું કોઈ ઉદાહરણ નથી. અને દસ હજાર માણસ, તેઓ રોજ પ્રસાદમ ગ્રહણ કરે છે. તો આ કૃષ્ણ ભાવનામૃત છે. યોગક્ષેમમ વહામિ અહમ (ભ.ગી. ૯.૨૨). તો જેવા તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, તમે માત્ર તેમની ઉપર આધાર રાખશો અને પ્રામાણિક રીતે કાર્ય કરશો અને ત્યારે કૃષ્ણ તમને બધું આપશે. બધું.

તો આ વ્યવહારિક રૂપે જોવામાં આવી રહ્યું છે. જેમ કે બોમ્બેમાં હવે જમીન એક કરોડ રુપિયાના ભાવની છે. અને જ્યારે મેં આ જમીન ખરીદી હતી, ત્યારે તે ત્રણ કે ચાર લાખની હતી, તો તે પૂર્ણ રૂપે અનુમાન હતું, કારણકે મને વિશ્વાસ હતો કે "હું તેને ભરી શકીશ. કૃષ્ણ મને આપશે." ત્યારે કોઈ ધન ન હતું. તે એક લાંબો ઈતિહાસ છે. હું તે ચર્ચા કરવા નથી માગતો. પણ હવે મારી પાસે વ્યવહારિક ઉદાહરણ છે, કે તમે કૃષ્ણ ઉપર આધાર રાખજો - કોઈ અછત નહીં હોય. જે પણ તમને જોઈએ છે, તે તમને પૂરું પાડવામાં આવશે. તેશામ નીત્યાભીયુક્તાનામ. તો હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન રહો. પછી બધું પૂરું પાડવામાં આવશે, જે પણ ઈચ્છા તમારી હશે.