GU/Prabhupada 0135 - વેદોના આયુષ્યકાળને તમે ગણી ના શકો



Morning Walk -- October 5, 1975, Mauritius

ભારતીય માણસ: સ્વામીજી, શું તમે વિચારો છો કે બાઈબલ, બાઈબલમાં એડમ, એડમ બ્રહ્મા છે? તે ભારતીય સિદ્ધાંતમાંથી નકલ થઈને ત્યાં બીજા નામથી રાખવામાં આવેલું છે?

પ્રભુપાદ: ઐતિહાસિક દ્રષ્ટિથી તેને નકલ કરવામાં આવેલું છે, કારણકે વેદ બ્રહ્મા દ્વારા રચવામાં આવ્યા છે કેટલા લાખો અને લાખો વર્ષો પેહલા, અને બાઈબલ બે હજાર વર્ષો પેહલા રચવામાં આવ્યું છે. તો આપણે મૂળ વસ્તુ લેવી જોઈએ. દુનિયાની બધી ધાર્મિક વિધિઓ વેદોમાંથી લેવામાં આવેલી છે, જુદી જુદી જગ્યાઓથી. તેથી તે પૂર્ણ નથી. બાઈબલની ઉમર બે હજાર વર્ષથી ઉપર નથી. પણ વેદોની ઉમરની તમે ગણતરી પણ નથી કરી શકતા, લાખો અને લાખો વર્ષો પહેલાના.